વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ, ખેડૂત, મજુર, શિક્ષક અને રોગીઓ ને મળી શકે રેલ્વે ટીકીટ માં 75% સુધી રાહત

સામાન્ય રીતે માનવામાં આવે છે કે રેલવેના અમુક વર્ગ નાં ખાસ લોકો જેમકે વિકલાંગ માટે જ ટીકીટમાં રાહત મળે છે. પણ એવું નથી . તમે પણ રેલ્વે દ્વારા આપવામાં આવતી રાહતનો લાભ લઇ શકો છો. આ છૂટ 75% સુધી હોય છે, પણ આ રાહતનો લાભ લેવા માટે તમારે થોડી વાતો ધ્યાનમાં રાખવી પડશે. તેની જાણકારી ન હોવાને કારણે લોકો પૂરું ભાડું ચૂકવીને રેલ્વેની મુસાફરી કરે છે. જો તમને તેના વિશેની જાણકારી હોય તો તમે પણ તેનો ફાયદો લઇ શકો છો. ખાસ વાત તો એ છે કે આ રાહત વિષે ની માહિતી ભારતીય રેલવેના નિયમોમાં સ્પષ્ટ રીતે કરવામાં આવેલ છે. પણ રેલ્વે તે નિયમો વિષે જાહેરાત કે જાણકારી નથી કરતા, જેથી તેના વિષે તમને જાણકારી મળી શકી નથી. (બીજી વાહિયાત વાતો ની પબ્લીસીટી કરી આખા છાપા ભરાઈ જાય એટલી આપે છે)

આજે અમે તમને તેના વિષે પૂરી જાણકારી આપીશું કે કેવી રીતે તમે પણ સામાન્ય વર્ગના હોવા છતાં રેલ્વેની રાહતનો લાભ મળવી શકો છો. કદાચ તમે આ માહિતી નો ઉપયોગ કરી ને રાહત મેળવી શકો છો. રેલ્વે દ્વારા જુદી જુદી પરિસ્થિતિઓમાં 75% સુધીની રાહત આપવામાં આવે છે. આવો જાણીએ કે રેલ્વેના ક્યાં નિયમોના આધારે તમે ભાડા ઉપર રાહત મેળવી શકો છો.

આ વાતોનું ધ્યાન રાખો તો મળશે 75% સુધીની રાહત

ગવર્મેન્ટ સ્કુલમાં અભ્યાસ કરતા છોકરીઓ જો કોઈ નેશનલ એન્ટ્રેસ પરીક્ષામાં જઈ રહી છે તો તેમને સેકન્ડ ક્લાસમાં 75% સુધીની રાહત મળે છે. જો તમે ખેલાડી છો અને કોઈ નેશનલ ટુર્નામેન્ટના ભાગ લેવા જઈ રહ્યા છો તો તમને 75% સુધી નો લાભ મળે છે અને સ્ટેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છો તો 50% રાહત મળશે. જો તમે થીએટર, મ્યુઝીક, ડાન્સિંગ, જાદુગર આર્ટીસ્ટ છો અને કોઈ જગ્યાએ રજુ કરવા જઈ રહ્યા છો તમને સેકન્ડ કે સ્લીપર ક્લાસમાં 75%, એસી ચેયરકાર માં 50% રાહત મળે છે.

જો તમે વિદ્યાર્થી છો તો ભાડામાં મેળવો 50% રાહત

જો તમે સામાન્ય વર્ગના છો, પણ અત્યારે અભ્યાસ કરી રહ્યા છો તો રેલ્વે ભાડામાં છૂટ મેળવી શકો છો. બસ તમારે તમારું મુસાફરીનું કારણ બતાવવું પડશે. એટલે કે તમે યુપીએસસી કે સેન્ટ્રલ સિલેકશન કમીશન માટે પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો તમે તમારું એડમીટ કાર્ડ બતાવીને 50% રાહત મેળવી શકો છો. 35 વર્ષથી ઓછી ઉંમર વાળા લોકો માટે અને રીસર્ચ ના વિદ્યાર્થી છો તો તમે રીસર્ચ કામ માટે મુસાફરી કરતી વખતે 50% સુધી રાહત મેળવી શકો છો.

ખેડૂત મજુરને પણ મળે છે રાહત જો તમે ખેડૂત છો અને કોઈ રીવર રેલી પ્રોજેક્ટ, કોઈ ખેતીવાડી કે ઇન્ડસ્ટ્રીયલ એગ્જીબિશનમાં જઈ રહ્યા છો કે કોઈ રીસર્ચ સેન્ટર જઈ રહ્યા છો તો તમને ભાડામાં 25% રાહત મળશે. જો કોઈ ખેડૂત સરકાર દ્વારા જાહેર સ્પેશ્યલ ટ્રેન માં મુસાફરી કરો છો તો તમને ૩૩% રાહત મળશે. જો ખેડૂત કે દૂધ ઉત્પાદકો ઓછામાં ઓછા 20 ની સંખ્યામાં હોય તો તમને 50% રાહત આપવામાં આવે છે. જો તમે ભારત કૃષિ સમાજ અને સર્વોદય સમાજ, વર્ધા સાથે જોડાયેલ છે તો વાર્ષિક સમેલનમાં જવા માટે તમને 50% સુધીની રાહત મળે છે.

શિક્ષકને પણ મળે છે છૂટ

જો તમે પ્રાયમરી, સેકન્ડરી કે હાયર સેકન્ડરી સ્કુલના શુક્ષક છો અને કોઈ શેક્ષણિક પ્રવાસમાં જઈ રહ્યા છો તો તમને 25% સુધીની રાહત મળે છે. જો તમે સર્વિસ સિવિલ ઇન્ટરનેશનલ ના વોલેન્ટિયર છો તો તમને કંપની કે ઓફીસ બિજનેશ માટે મુસાફરી કરવા ઉપર 25% ની રાહત મળે છે. જો તમે ભારત સેવા દળ સાથે જોડાયેલા છો તો તમને 25% રાહત મળી શકે છે. જો તમે સેન્ટ જોન એબુલેંસ બ્રિગેડ અને રીલીફ વેલફેયર એબુલેંસ કોપ સાથે જોડાયેલા છો તો તમને પણ 25% ની રાહત મળે છે.

રોગીઓ અને મદદનીશો ને મળશે 75% સુધીની રાહત

તમને તે વાતની જાણકારી નહી હોય કે જો તમારે તમારા પરિવાર કે કોઈ સભ્ય ને કોઈ લાંબી બીમારી છે તો રેલ્વે રોગી અને તેમની સાથે જવા વાળાઓને પણ રાહત આપે છે. જેમ કે જો તમારા પરિવારમાં કોઈને કેન્સર છે તો તેને 75% અને જો મદદનીશ તરીકે મુસાફરી કરે છે તો તમને પણ 75% સુધી રાહત મળશે. આવી રીતે થેલાસીમિયા રોગી અને તેના મદદનીશ ને 75%, હ્રદયના દર્દી અને તેના મદદનીશ ને 75%, ટીબી કે લુપુસ વલ્ગઓંરીસ ને 75%, લેપ્રોસી દર્દી ને 75%, હિમોફિલિયા દર્દીને 75%, એઇડ્સ દર્દીને 50%, એનીમિયા દર્દીને 50% ભાડામાં છૂટ આપવામાં આવે છે.


Posted

in

,

by

Tags: