દેશના આ રેલવે સ્ટેશન ઉપર એયરપોર્ટ જેવી સુવિધાઓ શરૂ થઈ, જુવો IRCTC નું એક્ઝિક્યુટિવ લાઉન્જ કેવું છે?

રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા સમયે કંટાળો નહિ આવે, પ્રવાસીઓ માટે IRCTC એયરપોર્ટ જેવી સુવિધાઓ લઈને આવ્યું છે, જાણો.

IRCTC પ્રવાસીઓને ઉત્તમ અને આધુનિક સુવિધા આપવા માટે ઘણા પ્રકારના પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યું છે. વારાણસી રેલવે સ્ટેશન ઉપર એક્ઝિક્યુટિવ લાઉન્જનું બનવું પણ તેનો એક ભાગ છે. તે પહેલા દિલ્હી રેલવે સ્ટેશન ઉપર પણ આવું જ લાઉન્જ ખોલવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે વારાણસી રેલવે સ્ટેશન ઉપર નવા એક્ઝિક્યુટિવ લાઉન્જનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશની રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે હાજર રહ્યા.

ઉત્તર પ્રદેશમાં વારાણસી પર્યટનનું મુખ્ય કેન્દ્ર છે સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંસદીય સીટ પણ. તે કારણ છે કે ઉત્તર રેલવે સમયે સમયે અહિયાંના રેલવે સ્ટેશન ઉપર આપવામાં આવી રહેલી સુવિધાઓને અપડેટ કરતી રહે છે. તે કડીમાં વારાણસીના મુખ્ય રેલવે સ્ટેશન ઉપર પ્રવાસીઓ માટે એક નવું અને અત્યાધુનિક એક્ઝિક્યુટિવ લાઉન્જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

આઈઆરસીટીસીને દેશના આતિથ્ય અને પર્યટનના ક્ષેત્રની સૌથી ઉત્તમ કંપનીઓમાં જોડવામાં આવે છે. નવા એક્ઝિક્યુટિવ લાઉન્જનો મુખ્ય હેતુ પ્રવાસીઓના ટ્રેનોની રાહ જોતા દરમિયાનનો સમય આનંદમય અને આરામદાયક બને એવો છે. IRCTC પ્રવાસીઓની સુવિધા માટે ઘણા પ્રકારના નિર્ણય લેતી રહે છે.

આ એક્ઝિક્યુટિવ લાઉન્જમાં પ્રવાસીઓને મ્યુઝીક, વાઈ ફાઈ કનેક્શન, ટી.વી., રેલ સુચના ડિસ્પ્લે, હોટ-સોફ્ટ પીણા, સ્વાદિષ્ટ ભોજન, આરામદાયક ખુરશીઓ, લગેજ રેક, લોકર, સ્વચ્છ વોશરૂમ, સમાચાર પત્ર અને પત્રિકાઓ, કમ્પ્યુટર, પ્રિન્ટર, ફોટોસ્ટેટ અને ફેક્સ જેવી મહત્વપૂર્ણ સુવિધાઓ આપવામાં આવશે.

તે ઉપરાંત IRCTC અહિયાં હોટલ અને કેબની બુકિંગ માટે ટ્રાવેલ ડેસ્કની સુવિધા પણ આપી રહ્યું છે. આ એક્ઝિક્યુટિવ લાઉન્જની ડીઝાઈન પાંચ મૂળ તત્વ ઉપર આધારિત છે. પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને જળ જેવા તત્વોનું એક્ઝિક્યુટિવ લાઉન્જ નિર્માણમાં ખાસ કરીને ધ્યાન રાખવામાં આવ્યું છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વારાણસી રેલવે સ્ટેશન ઉપર વિશ્વકક્ષાની પ્રવાસી સુવિધાઓ પ્રદાન કરવા માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો. તે ઉપરાંત તેમણે જાણકારી આપી કે, સરકાર રેલવે પ્રવાસ, પર્યટન અને સાંસ્કૃતિક મહત્વ વાળા સ્ટેશનોના વિકાસ ઉપર ખાસ કરીને ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ, સરકાર દેશના બીજા રેલવે સ્ટેશન ઉપર પણ આ પ્રકારની સુવિધા પ્રદાન કરવાનો પ્રયત્ન કરી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આ પ્રકારના નિર્ણયથી ન માત્ર રોજગારીની તકો વધશે, સાથે સાથે સ્થાનિક રીતે અર્થવ્યવસ્થાને પણ મજબુતી મળશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.