આવનારા બે દિવસ માટે દક્ષિણ ગુજરાત માટે તોળાઈ રહ્યો છે ખતરો,જાણો વિગત

ગુજરાતમાં વરસાદે થોડો વિરામ લીધા પછી ફરી બેટિંગ શરુ કરી છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં ગઈ કાલે વરસાદ વરસ્યો અને આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે વરસાદને લઈને ફરી મોટી આખી કરી છે. એ આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 3 દિવસ ફરી મેઘરાજા વરસશે. અને એનું કારણ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ સક્રિય થવાનું જણાવવામાં આવી રહ્યું છે.

હવામાન વિભાગ દ્વારા 27 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને તંત્રને એલર્ટ પણ કરી દેવામાં આવ્યું છે. અને 29 તારીખથી નવરાત્રી શરૂ થઇ રહી છે, એવામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીએ ખેલૈયાઓ અને નવરાત્રિના કાર્યક્રમોના આયોજકોને ચિંતામાં મૂકી દીધા છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્યમાં 3 ઓક્ટોબર પછી વરસાદનું જોર ઘટશે, અને ત્યાં સુધી વરસાદનો માહોલ યથાવત રહેશે. હાલમાં જ ગુજરાત રાજ્ય પર ફરીથી સાયક્લોન સિસ્ટમ સક્રિય થઇ છે, એ કારણે હવામાન વિભાગ સતર્ક થઇ ગયું છે. થોડા સમય પહેલા ‘હિકા’ વાવાઝોડાનો ખતરો હતો જે હાલ ટળી ગયો છે, પણ હવામાન વિભાગ દ્વારા મહારાષ્ટ્રના મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મુંબઈ પછી એની અસર ગુજરાતમાં જોવા મળશે. સામાન્ય રીતે નવરાત્રીના દિવસો નજીક આવતા વરસાદ ઘટે છે, પણ આ વખતે તે જમાવટ બોલાવી રહ્યો છે. અને હવામાન વિભાગે અરબી સમુદ્રમાં વરસાદની એક સિસ્ટમ સક્રિય થવાને કારણે વધુ એક આગામી કરી છે, એમાં જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસમાં વરસાદ પડવાની શક્યતા છે. જેના કારણે નવરાત્રીમાં અડચણ આવી શકે છે.

છેલ્લા થોડા દિવસોમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. અને હવે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. એક સારી વાત એ છે કે, ‘હિકા’ વાવાઝોડું અરબી સમુદ્રમાં ક્રિએટ થયા બાદ તે ઓમાન તરફ ફંટાઈ ગયું છે. અને દરિયામાં ઊભા થયેલા વાવાઝોડાના કારણે, ગુજરાત અને મહારાષ્ટ્રના માછીમારોને સાવચેતી રાખવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.

27 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આ આગાહી અનુસાર ભરૂચ, વલસાડ, અમદાવાદ, નર્મદા, વડોદરા, ગાંધીનગર, સુરત, સાબરકાંઠા, નવસારી, છોટા ઉદેપુર, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અને અમરેલીમાં સામાન્યથી ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.

25 તારીખના રોજ અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. એ કારણે અમદાવાદમાં ભર બપોરે જ અંધારું છવાઈ ગયું હતું. અને સુરતમાં પણ વાદળો છવાતા વરસાદ પડ્યો હતો. સાથે જ વડોદરામાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.

ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.