રેસ્ટોરેન્ટ સ્ટાઈલમાં હવે ઘરે જ સરળ રીતે બનાવો રાજ કચોરી, જાણો સિક્રેટ રેસિપી. કચોરી કોને પસંદ નથી હોતી. જો ચા સાથે કચોરી મળી જાય, તો ટી ટાઈમ વધારે સ્પેશિયલ બની જાય છે. સાદી કચોરી તો તમે ઘણીવાર બનાવીને ખાધી હશે. હવે સમય આવ્યો છે તેમાં વેરાયટી લાવવાનો. એટલા માટે આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ રાજ કચોરી (raj kachori) બનાવવાની સરળ રીત. તો આવો જાણીએ કઈ રીતે બનાવાય છે સ્વાદિષ્ટ રાજ કચોરી.
જરૂરી સામગ્રી :
300 ગ્રામ ફણગાવેલા મઠ,
4 બાફેલા બટાકા,
250 ગ્રામ મેંદો,
100 ગ્રામ બેસન,
તળવા માટે તેલ,
મીઠું સ્વાદ અનુસાર,
1/2 ટી સ્પૂન લાલ મરચું (દેગી મરચું),
1 ટી સ્પૂન ગરમ મસાલો પાવડર,
500 ગ્રામ દહીં,
1/2 કપ આમલીની ચટણી,
1/2 કપ લીલી ચટણી,
1 કપ દાડમના દાણા,
1 કપ બીકાનેરી સેવ (ભુજીયા),
2 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર.
બનાવવાની રીત :
સૌથી પહેલા મેંદો લઈને પાણીની મદદથી તેનો લોટ બાંધી દો. ત્યારબાદ બેસનમાં થોડું તેલ, દેગી મરચું અને મીઠું નાખીને તેનો લોટ બાંધી દો. હવે મેંદાના નાના લુઆ બનાવો અને તેમાં બેસનની નાની ગોળી ભરીને તેને પુરીના આકારમાં વણી લો.
એક કડાઈમાં તેલ ગરમ કરો અને પુરી તળી લો. હવે મઠને બાફીને તેમાં મીઠું, મરચું, ગરમ મસાલો, બાફેલા બટાકા મિક્સ કરો અને કચોરીમાં ભરો. દહીંમાં મીઠું મિક્સ કરો અને તે દહીંને કચોરીની વચ્ચે નાખો અને તેની ઉપર મીઠી અને લીલી ચટણી મિક્સ કરો. સાથે જ બીકાનેરી સેવ અને દાડમમાં દાણા તેમજ કોથમીરથી તેને ગાર્નીસ કરો. તો તૈયાર છે તમારી રાજ કચોરી તેને સર્વ કરો અને સહપરિવાર તેના સ્વાદનો આનંદ માણો.
આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.