રાજા-મહારાજાઓનું જીવન જીવે છે બોલીવુડના આ 5 સુપરસ્ટાર્સ, 4 નંબર વાળો છે અસલી નવાબ

દરેક માણસ પોતાનું જીવન રાજા મહારાજાની જેમ જીવવા માંગે છે પરંતુ તેવું થવું શક્ય નથી બની શકતું. કેમ કે બધાનું નસીબ એક સરખું નથી હોતું કે તેમનો જન્મ કોઈ મોટા ઘર માં હોય કે પછી તેની મહેનત એવો રંગ લાવે જેવું તે ઈચ્છતા હોય. બોલીવુડ ના થોડા મોટા કલાકારો ની કમાણી કરોડોમાં હોય છે. એવું એટલા માટે કેમ કે તેમની ફિલ્મો નો ધંધો જ કરોડોમાં હોય છે. ફિલ્મો હંમેશા કોઈને કોઈ રેકોર્ડ જ બનાવી દે છે. એટલા માટે કલાકારની કમાણી પણ સારી થાય છે. એટલા માટે ધન દોલત થઇ જવાને કારણે કલાકાર ઘણા પૈસાદાર થઇ જાય છે અને રાજા મહારાજા જેવું જીવન જીવે છે બોલીવુડના આ 5 સુપરસ્ટાર્સ તેમાંથી એક નવાબ છે. એક પોતાના પિતાના માર્ગદર્શનથી ફિલ્મોમાં આવ્યા અને થોડી ફિલ્મોમાં પોતાની મહેનતના બળ ઉપર આજે એ સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે.

રાજા મહારાજાની જિંદગી જીવે છે આ ૫ સુપરસ્ટાર્સ :-

શાહરૂખ ખાન :-

એક સમયે દિલ્હી માં એક સામાન્ય એવા ફ્લેટ માં રહેવા વાળા શાહરૂખ ખાનનું દુનિયાના પૈસાદાર કલાકારો માંથી એક હશે એ તેમણે પોતે પણ ક્યારેય નહી વિચાર્યું હોય. હવે ખરેખર જીવનમાં શાહરૂખ કોઈ બાદશાહથી ઓછા નથી અને તેમની પાસે અબજોનો તો બંગલો છે તે ઉપરાંત શાહરૂખ પાસે ઘણી જગ્યા એ પ્રોપર્ટી છે. શાહરૂખ ખાનની જિંદગી કોઈ રાજાથી ઓછી નથી બસ શાહરૂખની કુલ પ્રોપર્ટી ૪૦૦૦ કરોડની આસપાસ છે.

સલમાન ખાન :-

છેલ્લા ૧૦ વર્ષથી સલમાન ખાનની દરેક ફિલ્મ એ ૧૦૦ કરોડ થી વધુ બિજનેશ કર્યો છે. તેની ફી ૫૦ કરોડ ની આસપાસ છે સાથે જ ફિલ્મના નફાનો અમુક ભાગ પણ તેને આપવામાં આવે છે. સલમાન ખાનની લાઈફસ્ટાઈલ પણ રાજાથી ઓછી નથી અને તે કરોડોની ગાડીમાં ફરે છે અને આજે પણ પોતાના પરિવાર સાથે જ રહેવાનું પસંદ કરે છે.

અમિતાભ બચ્ચન :-

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પાસે પણ હજારોની પ્રોપર્ટી છે. મુંબઈમાં તેના બે બંગલા છે. જેની કિંમત લગભગ ૩૦૦ કરોડ છે અને તે ઉપરાંત પણ તેમની ઘણી જગ્યાએ પ્રોપર્ટી છે. અમિતાભ બચ્ચન આજે પણ ફિલ્મોમાં કામ કરીને કરોડો કમાઈ રહ્યા છે. અમિતાભ બચ્ચન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાજા જ છે. જેની આગળ તમામ એક્ટર્સ અને હિરોઈનોનું માથું ઝુકે છે.

સૈફ અલી ખાન :-

સૈફ અલી ખાનનો સિક્કો બોલીવુડમાં તો ઓછો જ ચાલે છે પરંતુ તે હકીકતમાં નવાબ ખાનદાનના વારસદાર છે. તેમના પિતા પટોડી ખાનદાન હતા અને સૈફ અલી ખાનના નાના નવાબની જવાબદારી સોંપવામાં આવી છે. સૈફ અલી ખાનના દિલ્હી અને મુંબઈમાં મહેલ જેવા પટોડી પેલેસ છે. જેની સુંદરતા ઘણી અલગ છે અને અહિયાં ફિલ્મોના શુટિંગ પણ થાય છે.

રણવીર સિંહ :-

હાલના સમયમાં બોલીવુડમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનો સિક્કો ચાલી રહ્યો છે. રણવીરની દરેક ફિલ્મ સેંચૂરી મારી રહી છે એટલા માટે તેમની ફી કરોડોમાં છે. તેમના પિતા પણ સારા બિજનેશમેન છે અને રણવીર રાજકુમારની જેમ પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. હાલમાં જ રણવીર એ દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા છે અને તેને ૫૦ કરોડનો બંગલો પણ ગીફ્ટ કર્યો છે.