રાજા પોરસ : સિકંદરને ધૂળ ચટાડવા વાળો શાશક જેમણે સિકંદર નો વિજય રથ અટકાવી ઘર ભેગો કર્યો

રાજા પોરસ : સિકંદરને ધૂળ ચટાડવા વાળુ સાશન !! ભારતીય ઇતિહાસમાં જયારે પણ સિકંદર નો ઉલ્લેખ થાય છે, તો એક નામ મુખ્યત્વે ચર્ચામાં રહે છે, તે નામ છે હિંદુ રાજા પોરસ નું. કહેવામાં આવે છે કે તેમણે ન માત્ર સિકંદર નો વિજય રથ અટકાવ્યો, પણ તેને લગભગ -લગભગ હરાવવા સુધી મૂકી દીધો હતો.

કહેવામાં આવે છે કે સિકંદર ની પ્રેમિકા ને લીધે તેમણે છેલ્લી ઘડીએ સિકંદર સામે હાર માની લીધી હતી. પછીની તેની જાણ જયારે સિકંદર ને મળી તો તેમણે પોરસને પોતાનો મિત્ર બનાવી લીધો હતો. એટલું જ નહિ તે ભારત પણ છોડીને જતો રહ્યો હતો.

તેવામાં સવાલ થાય કે ખરેખર સિકંદર ની પત્ની સાથે રાજા પોરસને શું સબંધ હતો તેમણે જીતવા છતાં તેને માટે સિકંદર સામે હાર કેમ સ્વીકારી લીધી હતી ?
તો આવો આ સવાલો ને શોધવાનો પ્રયત્ન કરીએ, સાથે જ આ મહાન રાજા સાથે જોડાયેલ થોડી બીજી બાજુ ને જાણીએ.

કોણ હતો રાજા પોરસ.

340 ઈ.સ. પૂર્વ ના સમય રહેલ હશે. ભારત તે સમયે અખંડ ન હતું. તે સમયે પંજાબ માં ઝેલમ થી લઈને ચેનાબ સુધી જે રાજાનું રાજ હતું, તે કોઈ બીજો નહિ પણ રાજા પોરસ જ હતો. કહેવામાં આવે છે કે કહેવા માટે તેનું રાજ્ય નાનું જરૂર હતું, પણ તેની શૂરવીરતા ની વાતો દુર દુર સુધી થતી હતી.

આજુ બાજુના પાડોશી શાસક આ વાત ને લીધે તેને મનમાં ને મનમાં દુશ્મન જેવા માનતા હતા.
પોરસનો સબંધ ક્યાં વંશ સાથે હતો, તે અંગેની સાચી જાણકારી તો નથી મળી, પણ મળેલ જાણકારી મુજબ તેને પૂરું જનજાતિ ના વંશજ ગણવામાં આવે છે. આમ તો થોડા ઈતિહાસકારો તેને યદુવંશી શોરશેની પણ માને છે. તેની પાછળ તેમના પોત પોતાના વિચારો છે.

‘હાઈડસ્પેશ’ માં સિકંદર સાથે યુદ્ધ

પોરસ પોતાના રાજ્યને વ્યવસ્થિત રીતે ચલાવી રહ્યા હતા. તેના સાશન કાળથી તેની પ્રજા સુખી હતી. તેમાં સિકંદર પોતાના વિજય અભીયાન ને આગળ વધારતા પંજાબ તરફ અને પોરસના રાજ્ય સુધી પહોચ્યો. તેને પોરસને કહ્યું કે તે તેની સામે હાર માની લે અને તેને આગળ વધવા દે. પરંતુ પોરસને આ મંજુર ન હતું. તેને સિકંદરનો પ્રસ્તાવ નામંજુર કરી દીધો. તેને કહ્યું તે યુદ્ધભૂમિમાં મરવાનું પસંદ કરશે. પણ કાયરની જેમ હાર નહિ માને.

છેવટે સિકંદર અને પોરસની આ જિદ્દે યુદ્ધનું સ્વરૂપ લઇ લીધું.

326 ઈ.સ.પૂર્વ ની આજુ બાજુ હાઈડસ્પેન નદીના કાંઠા ઉપર બન્ને પોત પોતાની સેનાઓ સાથે યુદ્ધ માટે ઉતર્યા. સિકંદરની સામે પોરસની સેના ખુબ જ નાની હતી. સિકંદર પાસે જ્યાં 50 હજાર થી પણ વધુ સૈનિક હતા, ત્યાં પોરસ ના સૈનિકોની સંખ્યા 20 હજાર ની આસપાસ જ હતી.

યુદ્ધનું પરિણામ લગભગ નક્કી જ હતું.

માનવામાં આવે છે કે પોરસ વહેલાસર સિકંદર સામે હાર કબુલી લેશે. પરંતુ પોરસની બાહોશી સિકંદર ની સેના કરતા ખુબજ વધુ મોટી હતી. તે આસાનીથી હાર માનવા વાળો ન હતો. યુદ્ધ શરુ થતા જ પોરસ જોરદાર તૈયારી સાથે સિકંદર ની સેના ઉપર તૂટી પડ્યા. જોત જોતામાં તેમણે સિકંદર ની સેનાને ખુબ નુકશાન કરી નાખ્યું.

પોરસ સિકંદર ની ગણતરી સામે કેટલાય ગણી વધુ શક્તિથી લડી રહ્યા હતા. પરિણામ એ રહ્યું કે ખુબ લાંબા સમય સુધી આ યુદ્ધ ચાલ્યું. ગણતરી કરવી મુશ્કેલ હતી કે આ યુદ્ધ કોણ જીતશે, પોરસ, સિકંદર ને ધર્યા બહારની ટક્કર આપી રહ્યા હતા.

પ્રમિકા ને લઈને બચી શક્યો સિકંદર નો જીવ

માનવામાં આવે છે કે તે જોઇને સિકંદર સાથે આવેલ તેની પ્રેમિકા ગભરાઈ ગઈ હતી. તેને ડર હતો કે ક્યાંક આ યુદ્ધમાં પોરસ ના હાથે સિકંદર મરી ન જાય. તેને સમજાતું ન હતું કે તે શું કરે. તે દરમિયાન તેને નક્કી કર્યું કે તે પોરસ પાસે જઈને સિકંદર નું જીવનદાન આપવાનું કહેશે. આ ગણતરી સાથે જયારે રાજા પોરસની શિબિર તરફ ગઈ, તો તેનું સ્વાગત થયું.

કહેવામાં આવે છે કે તે વખતે રક્ષાબંધનનો તહેવાર આવેલ હતો. તેણે જોયું કે પોરસના સૈનિકો ને તેમની બહેનો એ રંગ બેરંગી તાતણા મોકલ્યા હતા. તે જોઇને તેને તેના વિષે પૂછ્યું તો જણાવવામાં આવ્યું કે આ રક્ષાસૂત્ર છે, જે ભાઈઓને પોતાની બહેનની રક્ષા માટે વચનબદ્ધ કરે છે.

પછી શું થયું, સિકંદરની પ્રેમિકા એ સમય ન બગડતા રાજા પોરસના કાંડા ઉપર રાખડી બાંધી દીધી. તેને વિશ્વાસ હતો કે આમ કરવાથી જો બધું બરોબર થઇ જાય તો પોરસ સિકંદરને યુદ્ધ ભૂમિમાં નહી મારે.
થયું પણ કઈક એવું જ.

પછીથી યુદ્ધના સમયે એવી સ્થિતિ આવી, જયારે પોરસ સિકંદર નો જીવ લઇ શકતો હતો, પણ સિકંદર ની પ્રેમિકા ને આપેલા વચન ને કારણે તેને સિકંદર ને છોડી દીધો. આવી રીતે જીતેલી બાજી પોરસે સિકંદર ના હાથમાં આપી દીધી.
જયારે સિકંદર ને જાણ થઇ સાચી હકીકત ની .

સિકંદર દ્વારા પોરસ બંદી બનાવી લેવામાં આવેલ. થોડા સમયની કેદ પછી જયારે તેને સિકંદર પાસે હાજર કરવામાં આવ્યો, તો સિકંદરે તેને પૂછ્યું કે તેની સાથે કેવી જાતનો વ્યવહાર કરવો જોઈએ. તે વાત ઉપર હસતા હસતા પોરસે જવાબ આપ્યો, બરોબર એવો જ જેવો એક શાસકે બીજા શાસક સાથે કરવો જોઈએ.

પોરસ નો જવાબ આશ્ચર્ય પમાડે તેવો હતો, પરંતુ સિકંદર પોરસ ને હથકડીઓમાં બંધાયેલ જોઇને ખુબ આનંદિત થઇ રહ્યો હતો. આમ તો તેની પ્રેમિકા ખુશ ન હતી. તેને તે વાતની ચિંતા હતી કે પોરસ ની હારનું સાચું કારણ શું છે. પ્રેમિકાને ઉદાસ જોઇને સિકંદરે તેને તે અંગે કારણ પૂછ્યું, ત્યારે સિકંદર ને આખી વાતની ખબર પડી. કહેવામાં આવે છે કે ત્યાર પછી સિકંદર હ્રદય પૂર્વક પોરસનું સન્માન કરવા લાગ્યો.

ન માત્ર તેને પોરસ ને મુક્ત કર્યો, પણ તેની સાથે સંધી કરીને પાછો ફરી ગયો. આમ તો પાછા ફરતી વખતે રસ્તામાં તેની તબિયત બગડી અને તેનું મૃત્યુ થઇ ગયું. બીજી બાજુ સિકંદર ના જ એક જનરલ દ્વારા થોડા દિવસો પછી પોરસ ને દગા થી મારી નાખવાના સમાચાર આવ્યા. તે વાત જુદી છે કે આ વાતનું ક્યાય પ્રમાણ નથી મળતું. છતાં પણ માની લેવામાં આવે છે કે પોરસ નું મૃત્યુ 321 થી 315 ઈ.સ. પૂર્વ ની વચ્ચે થયું હતું.

રીયલ લાઈફમાં જીવતો છે ‘પોરસ’

૧૯૪૧ ની આજુ બાજુ સોહરાબ મોદી ના નિર્દેશનમાં ફિલ્મ બની ‘સિકંદર’ માં સૌથી પહેલો રાજા પોરસના પાત્રને વિશ્વએ જોયું. ત્યાર પછી 1991 માં બનેલ ટીવી સીરીયલ ‘ચાણક્ય’ માં અરુણ બાલીના રૂપમાં લોકો પોરસ થી જાણકાર થયા. સિલસિલો અહિયાં ન અટક્યો .. આગળ 2004 માં ફિલ્મ ‘એલેકઝાન્ડર’ અને 2011 ‘ચન્દ્રગુપ્ત મોર્ય’ નામથી શરુ થયેલ ટીવી સીરીયલ માં તેનું નામ ચર્ચામાં રહેલ.

આ કડીમાં 27 નવેમ્બર 2017 તેના નામ ઉપર સોની ટીવીમાં શરુ થયેલ ધારાવાહિક સમાચારોમાં છે.
રાજા પોરસ વિષે આ ઉપરાંત પણ ઘણી બીજી અટકળો થઇ શકે છે, પરંતુ જેવી રીતે તેમણે સિકંદર સામે હાર ન માનીને પૂરી તાકાત સાથે તેનો સામનો કર્યો, તેની જેટલી ચર્ચા કરવામાં આવે એટલી ઓછી ગણાય.
કદાચ એ કારણ છે કે જયારે પણ સિકંદર નું નામ લેવામાં આવે છે તો તેનું નામ આપો આપ લોકોની જીભ ઉપર આવી જાય છે.