જાણો રાજસ્થાનના ગડસીસર તળાવની કેટલીક અજાણી વાતો જે તમને ચકિત કરી દેશે.

એક હરણ અને હરણી પાણીની શોધ મા આમતેમ ભટકી રહ્યા હતા. અચાનક દૂર થોડુ પાણી જોવા મળ્યુ, બંને ત્યા ગયા. હરણ હરણીને કહે તુ પી. હરણી કહે તુ પી. બંનેમ રી ગયા. ત્યા માણસો આવીને જોયુ આજુ-બાજુ કોઈ શિકારી નથી તોમુ ત્યુ કેવી રીતે થયુ…

ખડા ન દિસે પારધી, લગા ન દિસે બાણ,

હું તુને પૂછું હે સખી, કિસ બિધ છૂટ્યા પ્રાણ?

નીર થોડો ને નેહ ઘણો, લગો પ્રેમ કો બાણ,

તું પી…તું પી… કરતાં…, નીકળી ગયાં જ પ્રાણ.

લગભગ 7 દિવસ પાણી વિના જીવતો ઊંટ પાણીની શોધમાં ભટકતો રહ્યો અને પછી છેવટે તેનું મો તનીપજ્યું. તે માનવું થોડું મુશ્કેલ છે, પરંતુ સત્ય એ છે કે રણના જહાજ તરીકે ઓળખાતા આ પ્રાણીને પાણી માટે તડપવું પડ્યું. આ ઘટના રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલા ખોક્સર ગામની છે.

રાજસ્થાનના બાડમેર જિલ્લા અને જેસલમેર મરૂભૂમિ… રાજસ્થાન શબ્દનો વિચાર કરતા જ યાદ આવે અફાટ રણ એ ભુપૃષ્ઠનો એક ઉજ્જડ વિસ્તાર છે જ્યાં થોડો વરસાદ પડે છે અને પરિણામે, વનસ્પતિ અને પ્રાણીઓના જીવન માટે જીવંત પરિસ્થિતિઓ પ્રતિકૂળ હોય છે. વનસ્પતિનો અભાવ એ જમીનની અસુરક્ષિત સપાટીને નકારી કાઢવાની પ્રક્રિયાઓમાં ઉજાગર કરે છે. વિશ્વની લગભગ ત્રીજા ભાગની જમીન સપાટી શુષ્ક અથવા અર્ધ-શુષ્ક છે. આમાં ધ્રુવીય પ્રદેશોનો સમાવેશ થાય છે જ્યાં થોડો વરસાદ પડે છે.

થારના રણમાં ફરતા ઊંટો તેમના રાજસ્થાનમાં પ્રવાસીઓને ઉમળકાભેર આવકારે છે. રમણીય તળાવો, કોતરણીકામ કરેલા મંદિરો, સુશોભિત હવેલીઓમાં મહારાજાઓ અને રાજપુતોના વૈભવી ઇતિહાસની ઝલક જોવા મળે છે. રાજસ્થાન એક એવી જગ્યા છે જ્યાંના દરેક સ્થળોની સુંદરતા તમને અચંબામાં મૂકી દેશે.

બાડમેર-જેસલમેરમા એ સમય કુલ 52 તળાવો બનાવવામા આવ્યા હતા. એમા મુખ્ય છે “ગડસીસર”

ગડસીસર તળાવ એક કૃત્રિમ પાણીનું જળાશય છે, જેને 14મી સદી દરમિયાન રાજા મહરવાલ ગડસી દ્વારા નિર્મિત કરાવવામાં આવ્યું હતું. આ વરસાદી પાણીનું તળાવ છે, જે તે સમયે પાણીનું મુખ્ય સ્રોત હતું. તળાવના કિનારા પર ઘણા નાના મંદિર આવેલા છે. પ્રવાસીઓ આ તળાવમાં ઘણા પક્ષીઓને જોઇ શકે છે. ભરતપુર પક્ષી અભયારણ્યથી પોતાના માર્ગમાં આવતા આ પક્ષી તળાવ પર થોડા સમય માટે અત્રે રોકાય છે.

યાત્રીઓ તળાવની નજીક સ્થિત ‘ટિલનના દ્વાર’ને જોઇ શકે છે. આ પ્રવેશદ્વાર રસ્તાની પાર મેહરાબ જેવું બનેલું છે અને વર્ષ 1908 માં સ્થાપિત હિન્દુ દેવતા વિષ્ણુની એક મૂર્તિની સાથે સજેલ છે. કહેવાય છે કે તળાવના કિનારે દિવાલ પર જોવા મળતા હાથી જો વરસાદના પાણી થી ડૂબી જાય તો સમજવુ પાણી છ મહિના સુધી ચાલશે અને ઘોડો જો પાણીમા ડૂબી જાય તો પાણી આખુ વર્ષ ચાલે .

– પ્રજાપતિ તુષાર “ઝાકળ” (અમર કથાઓ ગ્રુપ)