રાજસ્થાનના મયંક પ્રતાપે રચ્યો ઈતિહાસ, 21 વર્ષની ઉંમરમાં બની ગયા જજ

રાજસ્થાનના 21 વર્ષીય મયંક પ્રતાપ સિંહે ઈતિહાસ રચ્યો છે. તે 21 વર્ષની ઉંમરમાં જજ બનવા જઈ રહ્યા છે. આજતકે મયંક સાથે જયપુરમાં ખાસ વાતચીત કરી. જેમાં મયંકે જણાવ્યું કે, તેમણે આરજેએસ પરીક્ષાની તૈયારીમાં કેટલી મુશ્કેલિઓનો સામનો કરવો પડ્યો. એમણે પોતાની રુચિથી લઈને સારા જજ બનવાના ક્રાઈટેરિયા એટલે કે માપદંડ પર વાતચીત કરી.

મયંકે કહ્યું કે, સ્વાભાવિક છે કે મને ઘણી ખુશી થઈ રહી છે. મને આશા છે કે સિલેક્શન થઈ જશે, પણ આટલું સારું રિઝલ્ટ આવશે તેની આશા ન હતી. મારા માટે અને મારા પરિવાર માટે આ ઘણી ખુશીની વાત છે. જ્યારથી રિઝલ્ટ આવ્યું છે ત્યારથી ઘરમાં ખુશીનો માહોલ છે. આ મારા માટે ઘણું મુશ્કેલ હતું. હું મારી કોલેજનું ભણતર પૂરું કરવા માટે ફાઈનલ યરમાં હતો.

એ પછી મેં તૈયારી શરુ કરી દીધી, જેથી મારે ભણવામાં વધારે ધ્યાન આપવું પડ્યું. હું 11-12 કલાક મન લગાવીને ભણ્યો. લક્ષ્ય એ હતો કે પરીક્ષા શરુ થતા પહેલા હું મારો સિલેબસ ખતમ કરી શકું, અને પરીક્ષામાં સારું પરિણામ મેળવી શકું.

21 વર્ષીય મયંકે એ પણ કહ્યું કે, રાજસ્થાન ઉચ્ચ ન્યાયાલય દ્વારા ઓછામાં ઓછી વય મર્યાદા 23 વર્ષથી ઘટાડીને 21 વર્ષ કરવી મારા માટે ઘણી મદદગાર સાબિત થઈ. પહેલી વાર જયારે ખાલી જગ્યા માટે નોટિફિકેશન આવ્યું હતું, ત્યારે હું પરીક્ષા આપવા માટે યોગ્ય ન હતો. પણ એ પછી નિયમમાં ફેરફાર થયો અને વય મર્યાદા ઓછી કરવામાં આવી, અને હું યોગ્ય થઈ ગયો. હું પોતાને નસીબ વાળો સમજુ છું. ઘણું સારું લાગે છે કે મેં આ રેંક પ્રાપ્ત કર્યો.

મયંકે કહ્યું કે એમણે આ વર્ષે રાજસ્થાન યુનિવર્સીટીમાંથી 5 વર્ષનું બીએએલએલબી કર્યું છે. પોતાની પ્રેરણા વિષે એમણે કહ્યું કે, જયારે હું 12 માં ધોરણમાં હતો ત્યારે મને લાગતું હતું કે, જ્યુડિશરીનો સમાજમાં કેટલો મહત્વપૂર્ણ રોલ છે. ન્યાયાલયોમાં પેન્ડિંગ કેસ ઘણા બધા છે. હું મારું યોગદાન આપવા માંગતો હતો જેથી લોકોને ન્યાય અપાવી શકું. કદાચ મારા માટે એ જ પ્રેરણા બની જેના કારણે હું આ કરી શક્યો.

એ પૂછવા પર કે, એમના હિસાબે એક સારા જજ બનવા માટે કયા માપદંડ હોવા જોઈએ, મયંકે કહ્યું કે સૌથી પહેલા તો ઈમાનદારી જરૂરી છે. ઈમાનદારી કોઈ પણ પબ્લિક સર્વન્ટ માટે ઘણી મહત્વપૂર્ણ હોય છે. કારણ કે ઈમાનદારીથી જ ન્યાયપાલિકામાં લોકોનો વિશ્વાસ બની રહે છે. મને લાગે છે કે, સંવેદનશીલતા સામાજિક મુદ્દા તરફ ઘણી મહત્વપૂર્ણ છે.

મહિલાઓ અને બાળકો સાથે સંબંધિત નિર્ણય આપવા વિષે મારું માનવું છે કે, જજ માટે ભેદભાવરહિત હોવું ઘણું જરૂરી છે. કારણ કે નિર્ણય માટે એમણે ઓબ્જેક્ટિવલી બધા તથ્યોને જોવા પડે છે, ત્યારબાદ નિર્ણય આપવાનો હોય છે. મને લાગે છે કે, આ ગુણ એક જજમાં હોવા જરૂરી છે.

આજે સમાજમાં ઘણા એવા પરિબળ છે, જે પબ્લિક સર્વન્ટને પ્રભાવિત કરી શકે છે. બાહુબળ અને ધનબળ પર તમારી જવાબદારી બને છે કે, તે એ બધા પ્રભાવોથી દૂર રહે. જજમેન્ટ આપતા સમયે ધ્યાન રાખે કે તે ફક્ત જજ છે, તે પોતાના કોર્ટ રૂમ સુધી સીમિત છે. એમાં જે તથ્ય એમની સામે આવશે એને જોઈને એમણે નિર્ણય આપવો પડશે, ન કે બીજાની વાતો સાંભળીને.

એ પૂછવા પર કે, 21 વર્ષની ઉંમરમાં જજ બનવાથી તે કરિયર વિષે શું વિચારે છે? તો મયંકે કહ્યું કે, મને લાગે છે કે, હું રાજસ્થાન જ્યુડિશરી માટે સારો સાબિત થઈશ. ઓછી ઉંમરમાં પસંદ થવાની એ ફાયદો થશે કે, મારી પાસે સેવાઓ આપવાનો લાંબો સમય હશે. મને લાગે છે કે, મને લોકોની સેવા કરવા માટે વધારે સમય મળશે અને હું વધારે યોગદાન આપી શકીશ.

પોતાના શોખ વિષે જણાવે છે કે, મને પુસ્તકો વાંચવાનું ઘણું પસંદ છે. નવલકથા હું ઘણી વાંચું છું. એના સિવાય સોશિયલ વર્ક કરવું ઘણું સારું લાગે છે. જયારે પણ ફ્રી ટાઈમ મળે છે ત્યારે એની સાથે અટેચ થાઉં છું. જે પણ મહિલાઓ અને બાળકો છે એમના માટે કાંઈક કરવા પ્રયત્ન કરું છું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.