આયુર્વેદિક ઘરેલું ઉપચારો ને ઘરો ઘર પહોચાડનારા ભાઈ શ્રી રાજીવ દીક્ષિતજી નો પરિચય

મિત્રો શ્રી રાજીવ દીક્ષિતજીના પરિચયમાં જેટલી વાતો કહેવામાં આવે એટલી ઓછી છે. થોડા જેવા શબ્દોમાં તેમનો પરિચય કરવો શક્ય નથી. તે વાત એ લોકો સારી રીતે સમજે છે જેમણે શ્રી રાજીવ દીક્ષિતજીને ઊંડાણ પૂર્વક સાંભળ્યા અને સમજી શક્યા છે. છતાં પણ અમે થોડો પ્રયાસ કરીને તેમનો પરિચયને શબ્દોનું સ્વરૂપ આપવા પ્રયાસ કર્યો છે. પરિચય શરુ કરતા પહેલા અમે તમને તે વાતની સ્પસ્ટતા કરવા માંગીએ છીએ કે જેટલો પરિચય શ્રી રાજીવ દીક્ષિતજીનો અમે તમને જણાવવા પ્રયત્ન કરીશું તે તેમના જીવનમાં કરેલા કાર્ય નો માત્ર 1 % કરતા પણ ઓછો જ હશે. તેમણે સંપૂર્ણ રીતે જાણવા હોય તો તેમના વ્યાખ્યાનો સાંભળવા પડશે.

શ્રી રાજીવ દીક્ષિતજીનો જન્મ ૩૦ નવેમ્બર 1967 માં ઉત્તર પ્રદેશ રાજ્યના અલીગઢના અતરૌલી તહસીલના નાહ ગામમાં પિતા રાધેશ્યામ દીક્ષિત અને માતા મીથીલેશ કુમારી ને ત્યાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ફિરોજાબાદ જીલ્લાની એક સ્કૂલમાંથી મેળવ્યુ. તે ઉપરાંત તેમણે અલ્હાબાદ શહેરના જે.કે.ઇન્સ્ટીટ્યુટથી બી.ટેક. અને ભારતીય પ્રોધ્યોગીકી સંસ્થા (Indian Institute Of Technology) થી એમ. ટેક.ની ડીગ્રી મેળવી હતી. ત્યાર પછી રાજીવ દીક્ષિતજીએ થોડો સમય ભારત CSIR (Council of Scientific and Industrial Research) માં કામ કર્યું. ત્યાર પછી તેમણે કોઈ Research Project માં ભારતના રાષ્ટ્રપતિ ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ સાથે પણ કામ કર્યું.

શ્રી રાજીવ દીક્ષિતજીએ અલ્હાબાદની જે.કે.ઇન્સ્ટટ્યુટ થી બી.ટેક. નું શિક્ષણ લેતા સમયે જ “આઝાદી બચાવો આંદોલન” સાથે જોડાયા હતા તેના સ્થાપક શ્રી બનવારી લાલ શર્માજી હતા જેઓ અલ્હાબાદ વિશ્વવિદ્યાલયમાં જ ગણિત વિભાગના મુખ્ય શિક્ષક હતા. તે સંસ્થામાં શ્રી રાજીવ દીક્ષિતજી પ્રવક્તાના હોદ્દા ઉપર હતા, સંસ્થામાં શ્રી અભય પ્રતાપ, સંત સમીર, કેશરજી, રામ ધીરજજી, મનોજ ત્યાગીજી તથા યોગેશ કુમાર મિશ્રાજી શોધકો પોત પોતાના વિષયો ઉપર શોધ કામ કર્યા કરતા હતા જો કે સંસ્થા દ્વારા પ્રકાશિત “નઈ આઝાદી ઉદ્દોષ” નામનું માસિક પત્રમાં પ્રકાશિત થયા કરતું હતું અને શ્રી રાજીવ દીક્ષિતજીએ ઓજસ્વી વાણીથી દેશના ખૂણે ખુણામાં વ્યાખ્યાનોની એક વિશાળ લાઈન બદ્ધ વિચારોની ક્રાંતિ આવવા લાગી શ્રી રાજીવ દીક્ષિતજીએ પોતાના પ્રવક્તાના હોદ્દા ની જવાબદારીને એક સાચા રાષ્ટ્રભક્ત તરીકે જ ઉપાડી જે અતુલ્ય છે.

બાળપણથી જ શ્રી રાજીવ દીક્ષિતજીમાં દેશભક્તિ ની સમસ્યાઓ જાણવાનો ખુબ જ રસ હતો. દર મહીને રૂપિયા 800 ના ખર્ચે મેગેઝીનો, તમામ પ્રકારના સમાચાર પત્રો વાંચવાના થતા હતા તે અત્યારે નવમાં ધોરણમાં જ હતા ત્યારે પોતાના ઇતિહાસના શિક્ષકને એક સવાલ પૂછ્યો જેનો જવાબ તે શિક્ષક પાસે ન હતો જેમ કે તમે જાણો જ છો કે આપણેને ઇતિહાસના પુસ્તકમાં ભણાવવામાં આવે છે કે અંગ્રેજોનું ભારતના રાજા સાથે પહેલું યુદ્ધ 1757 માં પ્લાસિ ના મેદાનમાં રોબર્ટ ક્લાઈવ અને બંગાળના નવાબ સીરાજુદ્દોલા સાથે થયું હતું. આ યુદ્ધમાં રોબર્ટ ક્લાઈવે સીરાજુદ્દોલાને હરાવ્યા હતા અને ત્યાર પછી ભારત ગુલામ થઇ ગયો હતો.

શ્રી રાજીવ દીક્ષિતજીએ પોતાના ઇતિહાસના શિક્ષકને પૂછ્યું કે સાહેબ એ જણાવો કે પલાસીના યુદ્ધમાં અંગ્રેજો તરફથી લડનારા સિપાઈ કેટલા હતા ? તે શિક્ષક કહે છે કે મને નથી ખબર, તો શ્રી રાજીવ દીક્ષિતજીએ પૂછ્યું કેમ નથી ખબર ? તો કહે છે કે મને કોઈએ નથી ભણાવ્યું તો હું તને ક્યાથી ભણાવું.

તો શ્રી રાજીવ દીક્ષિતજીએ તેમણે બરોબર એક જ સવાલ પૂછ્યો કે સાહેબ જરા એ તો જણાવો કે વગર સિપાઈ થી કોઈ યુદ્ધ થઇ શકે છે ? તો શિક્ષકે જવાબ ન આપ્યો. તો પછી શ્રી રાજીવ દીક્ષિતજીએ પૂછ્યું તો પછી અમને તે કેમ નથી ભણાવવામાં આવતું કે યુદ્ધમાં કેટલા સિપાઈ હતા અંગ્રેજો પાસે ? અને તેમણે બીજી રીતે એક બીજો સવાલ શ્રી રાજીવ દીક્ષિતજીએ પૂછ્યો કે સારું તે જણાવો કે અંગ્રેજો પાસે કેટલા સિપાઈ હતા તે તો તમને નથી ખબર સીરાજુદ્દોલા જે લડી રહ્યા હતા ભારત તરફથી તેમની પાસે કેટલા સિપાઈ હતા ? તો શિક્ષકે કહ્યું કે તે પણ નથી ખબર. તો જવાદો આ સવાલનો જવાબ ખુબ મોટો અને ગંભીર છે કે છેવટે આટલું મોટું ભારત મુઠીભર અંગ્રેજોના ગુલામ કેવી રીતે બની ગયા ? તમને શ્રી રાજીવ દીક્ષિતજીના એક વ્યાખ્યાન જેનું નામ આઝાદીનો સાચો ઈતિહાસ માં મળી જશે.

તો દેશની આઝાદી સાથે જોડાયેલા આવા અસંખ્ય સવાલો દિવસ રાત શ્રી રાજીવ દીક્ષિતજીના મગજમાં ઘૂમતા રહે છે. આ બધાની વચ્ચે તેમની મુલાકાત પ્રો. ધર્મપાલ નામના એક ઇતિહાસકાર સાથે થઇ જેમના પુસ્તકો અમેરિકામાં ભણાવવામાં આવે છે પણ ભારતમાં નહી. ધર્મપાલજી એ શ્રી રાજીવ દીક્ષિતજીને ભારત વિષે જે દસ્તાવેજ એકઠા કરાવ્યા જે ઇંગ્લેન્ડની લાયબ્રેરી હાઉસ ઓફ કોમન્સ માં રાખવામાં આવેલ છે જેમાં અંગ્રેજોએ તમામ વર્ણન કર્યું છે કે કેવી રીતે તેમણે ભારતને ગુલામ બનાવ્યો , શ્રી રાજીવ દીક્ષિતજીએ તે બધા દસ્તાવેજોનો ખુબ અભ્યાસ કર્યો અને તે જાણીને તેમના રૂવાડા ઉભા થઇ ગયા કે ભારતના લોકોને ભારતમાં કેટલો ખોટો ઈતિહાસ ભણાવવામાં આવી રહ્યો છે. પછી સત્ય લોકો સામે લાવવા માટે શ્રી રાજીવ દીક્ષિતજી ગામે ગામ, શહેરે શહેર જઈને વ્યાખ્યાન આપવા લાગ્યા. અને સાથે સાથે દેશની આઝાદી અને દેશની બીજી ગંભીર સમસ્યાઓનો ઈતિહાસ અને તેનું સમાધાન શોધવામાં લાગ્યા રહેતા.

અલ્હાબાદમાં અભ્યાસ કરતા સમયમાં તેમના એક ખાસ મિત્ર રહ્યા હતા જેમનું નામ છે યોગેશ મિશ્રાજી તેમના પિતા અલ્હાબાદ હાઇકોર્ટમાં વકીલ હતા. તો શ્રી રાજીવ દીક્ષિતજીઅને તેમના મિત્ર હમેશા તેમની પાસેથી દેશની આઝાદી સાથે જોડાયેલી રહસ્યમયી વાતો ઉપર ચર્ચા કર્યા કરતા હતા. તે સમયે શ્રી રાજીવ દીક્ષિતજીને દેશની આઝાદીની બાબતમાં ખુબ જ ગંભીર જાણકારી મળી આવી. કે 15 ઓગસ્ટ 1947 માં દેશની કોઈ આઝાદી નથી આવી. પણ 14 ઓગસ્ટ 1947 ની રાત્રે અંગ્રેજ માઉન્ટ બેટન અને નહેરુ વચ્ચે સોદો થયો હતો કે જેમને સત્તા સોપવાની કહે છે. તે સોદા મુજબ અંગ્રેજ પોતાની ખુરશી નહેરુને આપીને જશે પણ તેમના દ્વારા ભારતને બરબાદ કરવા માટે બનાવવામાં આવેલ 34735 કાયદા તેવી રીતે જ આ દેશમાં ચાલશે. કેમ કે આઝાદીની લડાઈમાં આખા દેશના વિરીધી અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપની વિરુદ્ધ હતા તો ફક્ત એક ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારત છોડીને જશે અને તેમની સાથે જે 126 કંપનીઓ અને ભારતને લૂટવા આવ્યા હતા જેમ નો તેમ ભારતમાં વેપાર કરશે. લૂટતા રહેશે. આજે તે વિદેશી કંપનીઓ ની સંખ્યા વધીને 6000 ને પાર કરી ગઈ છે. (તે વિષે વધુ જાણકારી તેમના વ્યાખ્યાનોમાં મળશે.)

એકવાત તો શ્રી રાજીવ દીક્ષિતજીને ખુબ અકળાવે છે કે આઝાદી પછી પણ જો ભારતમાં અંગ્રેજી કાયદા જેમના તેમ જ ચાલશે અને આઝાદી પછી પણ વિદેશી કંપનીઓ ભારતને તેવી રીતે જ લુંટશે જેમ આઝાદી પહેલા ઇસ્ટ ઇન્ડિયા કંપની લૂટ્યા કરતી હતી. આઝાદી પછી પણ ભારતમાં એવી જ ગૌહત્યા થશે જેવી અંગ્રેજો ના સમયમાં થતી હતી, તો આપણ દેશની આઝાદીનો અર્થ શું છે ?

તે તો સૌ જાણે છે કે પછી શ્રી રાજીવ દીક્ષિતજીએ આ વિદેશી કંપનીઓ અને ભારત માં ચાલી રહેલા કાયદા વિરુદ્ધ એક વખત ફરીવાર એવું જ સ્વદેશી આંદોલન શરુ કરવાનો સંકલ્પ લીધો જેવો કોઈ સમયે બાળ ગંગાધાર તીલકે અંગ્રેજો વિરુદ્ધ લીધો હતો. આપણા રાષ્ટ્રમાં સંપૂર્ણ સ્વતન્ત્રતા લાવવા અને આર્થિક મહાશક્તિ તરીકે ઉભો કરવા માટે તેમણે આજીવન બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લીધી અને તેમણે જીવનકાળ દરમિયાન નિભાવી. તે ગામે ગામ. શહેરે શહેર ફરીને લોકોને ભારતમાં ચાલી રહેલા અંગ્રેજી કાયદા, અડધી ફડધી આઝાદી નું સત્ય, વિદેશી કંપનીઓ ની ભારતમાં લુંટ વગેરે વિષયો વિષે જણાવવા લાગ્યા. ઈ.સ.1999 માં શ્રી રાજીવ દીક્ષિતજીએ સ્વદેશી વ્યાખ્યાનોની કેસેટો એ આખા દેશમાં ધૂમ મચાવી દીધી હતી.

1984 માં જયારે ભારતમાં ભોપાલ ગેસ દુર્ઘટના પ્રકરણ થયું ત્યારે શ્રી રાજીવ દીક્ષિતજીએ તેની પાછળના ષડયંત્ર વિશે તપાસ કરી અને તે ખુલાશો કર્યો કે આ કોઈ ઘટના ન હતી પણ અમેરિકા દ્વારા કરવામાં આવેલ એક પરીક્ષણ હતું (જે અંગેની વધુ જાણકારી તેમના વ્યાખ્યાનોમાંથી મળશે) ત્યારે શ્રી રાજીવ દીક્ષિતજી યુનિયન કાર્બાઈડ કંપની વિરુદ્ધ પ્રદર્શન કર્યું.

આ પ્રકારે 1995-96 માં ટિહરી બંધ ન બનાવવા વુંરુદ્ધ એઇતિહાસિક મોરચા માં ભાગ લીધો અને પોલીસ લાઠીચાર્જમાં ઘણી લાઠીના ઘા પણ ખાધા હતા. અને આવી રીતે 1999 માં તેમણે રાજસ્થાનના થોડા ગ્રામજનો સાથે મળીને એક દારૂ બનાવનારી કંપની જેને સરકારે લાયસન્સ આપ્યું હતું અને તે કંપની રોજ જમીનમાંથી ખુબ મોટા પ્રમાણમાં પાણી કાઢીને દારૂ બનાવનારી કંપની હતી તેને ભગાડી.

1991 ભારતમાં ચાલ્યું ગ્લોબલાઇઝેશન, લિબ્રલાઈજેશન ને શ્રી રાજીવ દીક્ષિતજીએ સ્વદેશી ઉદ્યોગોનો સર્વનાશ કરનારો ગણાવ્યો અને તમામ આકડા સાથે કલાકો કલાકો તેના ઉપર વ્યાખ્યાનો આપ્યા અને સ્વદેશી વેપારીઓને તની વિરુદ્ધ જાગૃત કર્યા. પછી ૧૯૯૪ માં ભારત સરકાર દ્વારા કરેલ WTO સોદા નો વિરોધ કર્યો કેમ કે આ સોદો ભારત માટે એક મોટી આર્થિક ગુલામી તરફ લઇ જનારી હતી. આ સોદા માં સેકડો એવી શરતો સરકારે સ્વીકારી હતી જે આજે ભારતમાં ખેડૂતોની આત્મહત્યા કરવાનો, રૂપિયાની ડોલર સામે નીચે જવું, દેશની વધતી રહેલ ભૂખ અને બેરોજગારીનું, બંધ થઇ રહેલા સ્વદેશી ઉદ્યોગોનું, બેંકિંગ, વીમા, વકીલાત તમામ સર્વિસ સેક્ટરમાં વધી રહેલ વિદેશી કંપની ને કારણે છે. શ્રી રાજીવ દીક્ષિતજી મુજબ આ સોદા પછી સરકાર દેશને નહી ચલાવે પણ આ સોદા મુજબ દેશ ચાલશે. દેશની તમામ આર્થિક નીતિઓ આ સોદાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. અને ભારતમાં આજ સુધી બનેલી કોઈપણ સરકારમાં હિમ્મત નથી જે આ WTO સોદાને રદ્દ કરવી શકે.

તેમણે જણાવ્યું કે આવી સંસ્થાઓ અમેરિકા વગેરે દેશોના પુછ્ડા છે અને વિકાસશીલ દેશની સમ્પતિ લૂટવા માટે તેમને ઉત્પન કર્યા છે. (WTO કરાર વિષે વધુ જાણકારી રાજીવજીના વ્યાખ્યાનમાં મળશે) આ રાષ્ટ્ર વિરોધી શક્તિઓ વિરુદ્ધ પોતાની લડાઈને વધુ મજબુત કરવા માટે રાજીવ ભાઈ પોતાના થોડા સાથીદારો ની સાથે મળીને આખા દેશમાં વિદેશી કંપનીઓ, અંગ્રેજી કાયદો, WTO વગેરે વિરુદ્ધ અભિયાન ચલાવવા લાગ્યા. આવા જ એક આર્થર ડંકલ નામના એક અધિકારી જેમણે ડંકલ ડ્રાફ્ટ બનાવ્યો હતો ભારતમાં લાગુ કરાવવા માટે તે એક વખત ભારત આવ્યા તો રાજીવ ભાઈ અને બીજા કાર્યકર્તા ખુબ ગુસ્સે થયા હતા ત્યારે રાજીવ ભાઈએ તેઓને એયરપોર્ટ ઉપર જ ચપ્પલ મારી મારીને ભગાડ્યા અને પછી તેમને જેલ થઇ.

1999-2000 ઈ.સ. માં તેમણે બે અમેરિકન કંપનીઓ પેપ્સી અને કોકોકોલા વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને લોકોને જણાવ્યું કે આ બન્ને કંપનીઓ પીવાના પદાર્થના નામ ઉપર સૌને ઝેર વેચી રહી છે અને હજારો કરોડ ની લુટ આ દેશમાં કરી રહી છે. અને તમારું સ્વાસ્થ્ય બગાડી રહી છે. રાજીવ ભાઈએ લોકો પાસે કોકોકોલા, પેપ્સી અને તેની જાહેરાત કરનારા ક્રિકેટ ખેલાડીઓ અને ફિલ્મી કલાકારો નો બહિષ્કાર કરવાનું કહ્યું.

દેશમાં થઇ રહેલી ગૌહત્યાને રોકવા માટે રાજીવ ભાઈએ ખુબ સંઘર્ષ કર્યો. રાજીવ ભાઈનું કહેવાનું છે કે જયારે આપણે ગૌમાતા નું આર્થિક મૂલ્યાંકન કરીને લોકોને નહી સમજાવીએ. ત્યાં સુધી ભારતમાં ગૌહત્યા વિરુદ્ધ સંસદમાં બીલ પાસ ન કરી શકી. તેમનું કહેવું છે કે સરકારનું તો કઈ ઠેકાણું નહી ક્યારે સંસદમાં ગૌહત્યા વિરુદ્ધબીલ પાસ કરે કેમ કે આઝાદીના 64 વર્ષમાં તો તેમનાથી બીલ પાસ તો નથી થયું અને આગળ કરશે તેનો કોઈ ભરોસો નહી. એટલા માટે અત્યારે અમારે જાતે અમારી રીતે જ ગૌહત્યા રોકવાના પ્રયાસ કરવો જોઈએ.

તેમણે દેશભરમાં ફરી ફરીને જુદી જુદી જગ્યાઓ ઉપર વ્યાખ્યાન કરીને લોકોને ગૌમાતા ની મહત્વતા અને તેનું આર્થિક મહત્વ સમજાવ્યું. તેમણે 60 લાખથી વધુ ખેડૂતોને દેશી ખેતી કરવાનું સૂત્ર જણાવ્યું કે કેવી રીતે ખેડૂત રસાયણિક ખાતર, યુરીયા વગેરે ખેતરમાં નાખ્યા વગર ગૌમાતા ના છાણ અને મૂત્રથી ખેતી કરી શકીએ છીએ. જેનાથી તેમનું ઉત્પાદન ખર્ચ લગભગ શૂન્ય થઇ જશે. અને તેમની આવક ખુબ વધી જશે. આજે ખેડૂત 15-15 હજાર રૂપિયા લીટર જંતુનાશક દવા ખેતરમાં છાટી રહ્યા છે. ટનના ટન મોઘું યુરીયા, રાસાયણિક ખાતર ખેતરોમાં નાખી રહ્યા છે જેના લીધે તમની ઉત્પાદનનો ખર્ચ વધી રહ્યો છે અને ઉત્પાદન પણ ઓછું થઈ ગયું છે. રાસાયણિક ખાતર વાળા ફળ શાકભાજી ખાઈને લાખો લોકો દિવસે ને દિવસે બીમાર થતા જાય છે. રાજીવ ભાઈએ ગરીબ ખડૂતોને ગાય ન વેચવા સલાહ આપી અને તેના છાણ અને મૂત્રમાંથી ખેતી કરવાનું સૂત્ર જણાવ્યું. ખેડૂતોએ રાજીવ ભાઈના જણાવેલ દેશી ખેતી ના સૂત્ર દ્વારા ખેતી કરવાનું શરુ કર્યું અને તેમની આર્થિક સમૃદ્ધી ઘણી વધી.

1998 માં રાજીવ ભાઈએ થોડી ગૌશાળાઓ સાથે મળીને ગૌહત્યા રોકવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરી દીધો કે ગૌહત્યા ન થવી જોઈએ. સામે બેઠેલા કુરેશી ખાટકીઓએ કહ્યું કેમ ન થવી જોઈએ ? કોર્ટે સાબીત તે કરવાનું હતું કે ગાય નું માંસ વેચવાથી વધુ લાભ થાય છે કે બચાવવાથી. ખાટકી તરફથી લડનારા ભારતના બધા મોટા મોટા વકીલ જે 50-50 લાખ સુધી ફી લેતા હોય છે સોલી સોરાબજી ની 20 લાખ રૂપિયા ફી છે, કપિલ સિબ્બલ 22 લાખ ફી લે છે, મહેશ જેઠમલાની ( રામ જેઠમલાની ના દીકરા) જે ફી લે છે 32 લાખ થી 35 લાખ વધ મોટા વકીલો ખાટકીના પક્ષમાં. અને અહિયાં રાજીવ ભાઈ જેવા લોકોની પાસે કોઈ મોટો વકીલ ન હતા કેમ કે આટલા પૈસા ન હતા. તો આ લોકોએ પોતાનો કેસ પોતે જ લડ્યા.

(આ કેસની આખી જાણકારી તમને રાજીવ ભાઈના વ્યાખ્યાન જેનું નામ છે ગૌહત્યા અને રાજનીતિ) માં મળી જશે. હું આટલું તમને જરૂર જણાવી આપું 2005 માં કેસ રાજીવ ભાઈ અને તેમના કાર્યકર્તાઓએ જીતી લીધો. રાજીવ ભાઈ કોર્ટમાં ગાય ના એક કિલો છાણમાંથી ૩૩ કિલો ખાતર તૈયાર કરવાની ફોર્મુલા સમજાવી અને કોર્ટ સામે રાખીને બતાવી જેનાથી રોજની 1800 થી 2000 રૂપિયાની કમાણી કરી શકાય છે. તેવી જ તેમણે ગૌમૂત્ર માંથી બનનારી ઔષધિઓ નું આર્થિક મૂલ્યાંકન કરીને બતાવ્યું. બીજું તો ઠીક તેમણે સુપ્રીમ કોર્ટના જજ ની ગાડી ગોબર ગેસથી ચલાવીને બતાવી. જજે ત્રણ મહિના ગાડી ચલાવી અને આ બધું જોઇને બધા આશ્ચર્ય ચકિત થઇ ગયા. વધુ જાણકારી તમને રાજીવ ભાઈના વ્યાખ્યાનમાં મળશે.

રાજીવ ભાઈને જયારે ખબર પડી કે રાસાયણિક ખાતર બનાવનારી કંપનીઓ પછી દેશની સૌથી વધુ હજારો કરોડ રૂપિયાની લુટ દવા બનાવનારી સેકડો વિદેશી કંપનીઓ કરી રહી છે. અને તે ઉપરાંત આ મોટી મોટી કંપનીઓ તે દવાઓ ભારતમાં વેચી રહી છે જે અમેરિકા અને યુરોપના ઘણા દેશોમાં મનાઈ છે અને જેના લીધે દેશવાસીઓને ગંભીર બીમારીઓ થઇ રહી છે ત્યારે રાજીવ ભાઈએ આ કંપનીઓ વિરુદ્ધ પણ આંદોલન શરુ કરી દીધું. રાજીવ ભાઈએ આયુર્વેદ નું અધ્યયન કર્યું અને 3500 વર્ષ પહેલા ઋષિ મુની ચરકના શિષ્ય બાગભટ્ટજી ને મહિના ના મહિનાઓ સુધી વાચ્યું. અને ખુબ જ્ઞાન એકઠું કર્યું. પછી ફરી ફરીને લોકોને આયુર્વેદિક સારવાર વિષે સમજાવવાનું શરુ કર્યું કે કેવી રીતે વગર દવા ખાઈને આયુર્વેદના થોડા નિયમોનું પાલન કરીને આપણે બધા વગર ડોકટરે સ્વસ્થ રહી શકીએ છીએ અને જીવન જીવી શકીએ છીએ તે ઉપરાંત દરેક વ્યક્તિ પોતામાં શરીરની 85 % સારવાર જાતે કરી શકે છે.

રાજીવ ભાઈ પોતે આ નિયમોનું પાલન 15 વર્ષથી સતત કરી રહ્યા છે જેના લીધે તે પૂરી રીતે સ્વસ્થ હતા 15 વર્ષ સુધી કોઈ ડોક્ટર પાસે ગયા ન હતા. તે આયુર્વેદના એટલા મોટા જાણકાર થઇ ગયા હતા કે લોકોની ગંભીર માં ગંભીર બીમારીઓ જેવી કે શુગર, બીપી, દમ, અસ્થમા, હ્રદય બ્લોકેજ, કોલેસ્ટ્રોલ વગેરે નો ઈલાજ કરવા લાગ્યા હતા અને લોકોને સૌથી પહેલા બીમારી થવાનું સાચું કારણ સમજાવતા હતા અને પછી તેનું સમાધાન જણાવતા હતા. લોકો તેમના આરોગ્યના ભાષણ સાંભળવા માટે મોટી સંખ્યા માં આવતા હતા તે ઉપરાંત તે હોમિયોપેથી સારવાર ના પણ મોટા જાણકાર હતા હોમિયોપેથી સારવાર માં તો તેમણે ડીગ્રી પણ મેળવી હતી.

એક વખત તેમને સમાચાર મળ્યા કે તેમના ગુરુ ધર્મપાલજી ને લકવા નો હુમલો મારી ગયો છે અને તેના અમુક શિષ્ય તેમને દવાખાને લઇ ગયા હતા. રાજીવ ભાઈએ જઈને જોયું તો તેનો અવાજ એકદમ જતો રહ્યો હતો હાથ પગ ચાલતા એકદમ બંધ થઇ ગયા હતા. દવાખાને તેમને બાંધીને રાખ્યા હતા. રાજીવ ભાઈ ધર્મપાલજી ને ઘેર લઇ આવ્યા અને અને તેમને એક હોમિયોપેથીક દવા આપી માત્ર 3 દિવસમાં તેમનો આવાજ પાછો આવી ગયો અને એક અઠવાડિયામાં તેઓ એવા હરવા ફરવા લાગ્યા કે જોનારા માનવા તૈયાર ન હતા કે તેમને ક્યારેય લકવાનો હુમલો થયો હતો.

કર્નાટક રાજ્યમાં એક વખત ખુબ ગંભીર ચીકન ગુનિયા ફેલાયો હજારો ની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા. રાજીવ ભાઈ પોતાની ટીમ સાથે ત્યાં પહોચીને હજારો લોકોના ઈલાજ કરીને મૃત્યુ થી બચાવ્યા. આ જોઇને કર્ણાટક સરકારે પોતાની ડોક્ટરની ટીમ રાજીવ ભાઈ ની પાસે મોકલી અને કહ્યું કે જાવ જઈને જુઓ કે તે કેવી રીતે ઈલાજ કરી રહ્યા છે. (વધુ જાણકારી માટે તમે રાજીવ ભાઈના હેલ્થ ના ભાષણ સાંભળી શકો છો કલાકો કલાકો તેમણે સ્વસ્થ રહેવા અને રોગની સારવાર ના વ્યાખ્યાન આપ્યા છે.)

તે ઉપરાંત રાજીવ ભાઈએ યુરોપ અને ભારત ની સભ્યતા સંસ્કૃતિ અને તેમાં ભિન્નતાઓ ઉપર ઊંડો અભ્યાસ કર્યો અને લોકોને જણાવ્યું કે કેવી રીતે ભારતવાસી યુરોપના લોકોની મજબુરીને પોતાની ફેશન બનાવી રહ્યા છે અને કેવી રીતે તેમની નકલ કરીને બીમારીઓનો ભોગ બને છે. રાજીવ ભાઈનું કહેવું છે કે દેશમાં આધુનિકરણ ના નામ ઉપર પશ્ચિમીકરણ થઇ રહ્યું છે. અને તેનું એક માત્ર કારણ છે દેશમાં ચાલી રહેલ અંગ્રેજ મૈકોલે નું બનાવેલ indian education system . કેમ કે ભારતમાં બધા કાયદા અંગ્રેજો ચલાવી રહ્યા છે માટે આ મૈકોલે દ્વારા બનાવેલ શિક્ષણ વિભાગ પણ ચાલી રહ્યું છે.

રાજીવ ભાઈ કહે છે કે આ અંગ્રેજ મૈકોલે જયારે ભારતનું શિક્ષણ વિભાગ નો કાયદો બનાવ્યો અને શિક્ષણના પાઠ્યપુસ્તકો તૈયાર કર્યા ત્યારે એક વાત કહી કે મેં ભારતના શિક્ષણ વિભાગ એવું બનાવી દીધું છે કે તેમાંથી વાંચીને નીકળનાર વ્યક્તિ દેખાવ થી તો ભારતીય હશે પણ અક્કલ થી એકદમ અંગ્રેજ હશે. તેમની આત્મા અંગ્રેજો જેવી હશે તેને ભારતની દરેક વસ્તુમાં હલકાપણું જોશે. અને તેને અંગ્રેજ અને અંગ્રેજી જ સૌથી સારું લાગશે.

તે ઉપરાંત રાજીવ ભાઈ નું કહેવું છે કે કોઈ અંગ્રેજ મૈકોલે ભારત ની ન્યાય વ્યવસ્થા ને તોડીને જેવા કાયદા બનાવ્યા અને ત્યાર પછી જાહેર કર્યું કે મેં ભારતની ન્યાય પદ્ધતિને એવી બનાવી દીધી છે કે તેમાં કોઈ ગરીબને ન્યાય નહી મળે. વર્ષો વર્ષ કેસ લટકતા રહેશે. કેસના માટે નિર્ણય આવશે પણ ન્યાય નહી મળે. આ અંગ્રેજ શિક્ષણ પદ્ધતિ અને અંગ્રેજી ન્યાયવ્યવસ્થા ની વિરુદ્ધ લોકોને જાગૃત કરવા માટે રાજીવ ભાઈએ મૈકોલે શિક્ષણ અને ભારતની પ્રાચીન ગુરુકુળ શિક્ષણ ઉપર ખુબ ભાષણ આપ્યા અને તેમ છતાં પોતાના એક મિત્ર આઝાદી બચાવો આંદોલનના કાર્યકર પવન ગુપ્તાજી સાથે મળીને એક ગુરુકુળ ની સ્થાપના કરી ત્યાં તે નાપાસ થયેલા બાળકોને દાખલ કરતા હતા થોડા વર્ષો આ બાળકોને તેમણે પ્રાચીન શિક્ષણ પદ્ધતિથી અભ્યાસ કરાવ્યો. અને બાળકો પાછળથી એટલા જ્ઞાની થઇ ગયા કે આધુનિક શિક્ષણમાં ભણેલા મોટા મોટા વેજ્ઞાનિકો તેમની પાસે કોઈ વિસાત માં નાં આવે.

રાજીવ ભાઈએ રામરાજ્યની કલ્પના ને સમજાવવા માગી. તેના માટે તે ભારતના અનેક સાધુ સંતો, રામકથા કરવાવાળા ને મળ્યા અને તેમને પૂછતાં હતા કે ભગવાન શ્રી રામ રાજ્ય વિષે શું કહ્યું છે ? પણ કોઈ જ જવાબ તેમણે સંતોષ ન આપી શક્યો. પછી તેમણે ભારતમાં  લખાયેલી તમામ પ્રકારની રામાયણો નું અધ્યયન કર્યું અને પોતે ખુબ નવાઈ પામ્યા કે રામકથામાંથી ભારતની બધી સમસ્યાઓનું સમાધાન નીકળે છે. પછી રાજીવ ભાઈ ફરી ફરી ને પોતે રામકથા કરવા લાગ્યા અને તેમની રામકથા બધા સંત અને બાબાઓ થી જુદી હોય તે માત્ર તે વાત ઉપર વધુ ચર્ચા કરતા જેને બીજા સંતો તો જણાવતા જ નથી કે પછી તેઓ જ ન જાણતા હોય. રાજીવ ભાઈ લોકોને જણાવે છે કે કેવી રીતે રામકથામાં ભારતની બધી સમસ્યાઓ નું સમાધાન નીકળે છે. (તે વિષે વધુ જાણકારી માટે તમે રાજીવ ભાઈની રામકથા વાળુ વ્યાખ્યાન સાંભળી શકો છો)

2009 માં રાજીવ ભાઈ બાબા રામદેવ ના સંપર્કમાં આવ્યા અને બાબા રામદેવને દેશની ગંભીર સમસ્યાઓ અને તેના સમાધાન થી પરિચિત કરાવ્યા અને વિદેશમાં જમા કાળુંધન બધાના વિષે જણાવ્યું અને તેની સાથે મળીને આંદોલન ને આગળ વધારવાનો વિચાર કર્યો. આઝાદી બચાવો ના થોડા કાર્યકરો રાજીવ ભાઈના આ નિર્ણયથી સહમત ન હતા. છતાં પણ રાજીવ ભાઈએ 5 જાન્યુઆરી 2009 ભારત સ્વાભિમાન આંદોલનની શરૂઆત કરી. જેનો મુખ્ય હેતુ લોકોને પોતાની વિચારધારા સાથે જોડવાની, તેમને દેશની મુખ્ય સમસ્યાઓનું કારણ અને સમાધાન સમજાવવું. યોગ અને આયુર્વેદ થી લોકોને નીરોગી બનાવવા અને ભારત સ્વાભિમાન આંદોલન સાથે જોડીને 2014 માં દેશમાંથી સારા લોકોને આગળ લાવીને એક નવો પક્ષ બનવવાનું હતું જેનો હેતુ ભારતમાં ચાલી રહેલા અંગ્રેજી વ્યવસ્થાઓ ને સંપૂર્ણ દુર કરવી, વિદેશોમાં જમા કાળું નાણું પાછું લાવવું, ગૌહત્યા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવો, અને એક વર્ષમાં કહેવામાં આવે તો આ અંદોલન સંપૂર્ણ આઝાદી લાવવા માટે શરુ કરવામાં આવેલ હતુ.

રાજીવ ભાઈ નાં વ્યાખ્યાન સાંભળીને માત્ર અઢી મહિનામાં 6 લાખ કાર્યકરો આખા દેશમાંથી બહાર થી આ અંદોલન સાથે જોડાઈ ગયા હતા રાજીવ ભાઈ પતંજલિ માં ભારત સ્વાભિમાનના કાર્યકરો વચ્ચે ભાષણ કર્યા કરતા હતા જે પતંજલિ યોગપીઠ ની આસ્થા ચેનલ ના માધ્યમ થી ભારતના લોકો સુધી પહેચાડતા હતા આવી રીતે બહારથી ભારત સ્વાભિમાન આંદોલન સાથે 3 થી 4 કરોડ લોકો જોડાઈ ગયા હતા. પછી રાજીવ ભાઈ ભારતની યાત્રા ઉપર નીકળી ગામે ગામ શહેરે શહેર જતા હતા પહેલા ની જેમ વ્યાખ્યાન આપીને લોકોને ભારત સ્વાભિમાન સાથે જોડાવા માટે પ્રેરિત કરતા હતા.

લગભગ અડધા ભારતની યાત્રા કરીને પછી રાજીવ ભાઈ 26 નવેમ્બર 2010 ના રોજ ઓરિસ્સા થી છતીસગઢ રાજ્યના એક શહેર રાયગઢ પહોચ્યા ત્યાં તેમણે 2 લોક સભાઓ આયીજીત કરી. તે ઉપરાંત પછીના દિવસે 27 નવેમ્બર 2010 ના રોજ જંજગીર જીલ્લામાં બે વિશાળ લોક સભાઓ નું આ રીતે 28 નવેમ્બર બિલાસપુર જીલ્લામાં ભાષણ આપ્યા પછી 29 નવેમ્બર 2010 ના રોજ છતીસગઢ ના દુર્ગ જીલ્લામાં ગયા. તેમની સાથે છતીસગઢના રાજ્ય પ્રભારી દયા સાગર અને થોડા બીજા લોકો સાથે હતા. દુર્ગ જીલ્લામાં તેમની બે  લોક સભાઓ આયોજિત હતી પહેલી લોક સભા તહલીસ બેમતરામાં સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી હતી. રાજીવ ભાઈએ વિશાળ લોક સભા નું આયોજન કર્યું. ત્યાર પછી નો કાર્યક્રમ સાંજે 4 વાગ્યે દુર્ગ માં હતી. જેના માટે તે બપોરના 2 વાગ્યે બેમતરા તહસીલ થી રવાના થઇ.

(ત્યાર પછીની ઘટના વિશ્વાસપાત્ર નથી તેના પછીની બધી ઘટના તે સમયે ઉપસ્થિત છતીસગઢના પ્રભારી દયાસાગર અને થોડા બીજા સાથીઓ દ્વારા જણાવેલ છે)

આ લોકોનું કહેવું છે કે ગાડીમાં બેઠા પછી તેમનું શરીર પરસેવો પરસેવો થઇ ગયું. દયા સાગરે રાજીવ ભાઈને પૂછ્યું તો જવાબ મળ્યો કે મને થોડો ગેસ છાતીમાં ચડી ગઈ છે લેટરીન જઈશ તો ઠીક થઇ જશે. પછી દયાસાગર તરત તેમણે દુર્ગ પાસે પોતાના આશ્રમમાં લઇ ગયા રાજીવ ભાઈ લેટરીન ગયા અને જયારે થોડા સમય પછી બહાર ન આવ્યા તો દયાસાગરે તેમને બુમ મારી રાજીવ ભાઈએ દબાયેલા અવાજે કહ્યું ગાડી સ્ટાર્ટ કરો હું નીકળી રહ્યો છું. જયારે ઘણી વાર સુધી રાજીવ ભાઈ બહાર ન આવ્યા તો દરવાજો ખોલવામાં આવ્યો રાજીવ ભાઈ પરસેવાથી લથપથ થઈને નીચે પડી ગયા હતા. તેમને પથારી ઉપર સુવરાવી દીધા અને પાણી છાટ્યું દયાસાગરે તેમને દવાખાને આવવા કહ્યું. રાજીવ ભાઈએ ના કહી તેમણે કહ્યું હોમિયોપેથી ડોક્ટરને બતાવીશું.

થોડી વારમાં હોમિયોપેથી ડોક્ટર આવીને તેમને દવાઓ આપી. પછી પણ આરામ ન થવાથી તેમને ભિલાઈના સેક્ટર 9 માં દવાખાનું સ્વયં અસ્પતાલ માં દાખલ કરી દીધા. આ હોસ્પીટલમાં સારી સુવિધા ન હોવાને લીધે તેમને Apollo BSR માં દાખલ કરાવી દીધા. રાજીવ ભાઈ એલોપેથી સારવાર લેવાની ના કહેતા રહ્યા. તેમનું મનોબળ એટલું મજબુત હતું કે તે હોસ્પીટલમાં દાખલ થવા માંગતા ન હતા. તેમનું કહેવું હતું કે આખી જિંદગી એલોપેથી સારવાર નથી લીધી તો હવે શા માટે લઉં ? એવું કહેવામાં આવે છે કે તે જ સમયે બાબા રામદેવે તેમને ફોન ઉપર વાત કરી અને તેમને આઈસીયુ માં ભરતી થવાનું કહ્યું.

પછી રાજીવ ભાઈ 5 ડોકટરોની ટુકડીની દેખરેખમાં આઈસીયુમાં ભરતી કરાવી. તેમની સ્થિતિ વધુ ગંભીર થતી ગઈ અને રાત્રે એક થી બે વાગ્યા વચ્ચે ડોક્ટરોએ તેમણે મૃત્યુ પામેલા જાહેર કર્યા.
(બેમતરા તહસીલ થી નીકળ્યા પછી આ બધી ધટના રાજ્ય પ્રભારી દયાસાગર અને બીજા અધિકારીઓ દ્વારા જણાવવામાં આવેલ છે હવે તે કેટલું સાચું છે કે ખોટું તે તો નાર્કો ટેસ્ટ કર્યા પછી જ ખબર પડશે.)

કેમ કે રાજીવ ભાઈનું મૃત્યુનું કારણ હ્રદયનો હુમલો જણાવીને બધી બાજુ જાહેર કરવામાં આવેલ છે. ૩૦ નવેમ્બરના રોજ તેમના મૃત શરીરને પતંજલિ, હરિદ્વાર લાવવામાં આવ્યા જ્યાં હજારોની સંખ્યામાં લોકો તેમના અંતિમ દર્શન માટે પહોચ્યા હતા. અને 1 ડીસેમ્બર રાજીવ ભાઈને અગ્નિ સંસ્કાર કનખલ હરિદ્વારના કરવામાં આવ્યા.

રાજીવ ભાઈના ચાહકો નું કહેવું છે કે છેલ્લા સમયે રાજીવ ભાઈનો ચહેરો આખો હળવો લીલો, કાળો પડી ગયો હતો. તેમના ચાહકો એ વારંવાર તેમનું પોસ્ટમોર્ટમ કરાવવાનો આગ્રહ કર્યો પણ પોસ્ટમોટમ ન કરાવવામાં આવ્યું. રાજીવ ભાઈનું મૃત્યુ લગભગ ભારતના પ્રધાનમંત્રી લાલ ભાદુર શાસ્ત્રીજીના મૃત્યુ સાથે મળતું આવે છે તમને બધાને ખબર હશે કે જયારે શાસ્ત્રીજીનું મૃત શરીર લાવવામાં આવ્યું હતું. અને બીજા લોકોની જેમ રાજીવ ભાઈ પણ એવું માનતા હતા કે શાસ્ત્રીજીને ઝેર આપી દેવામાં આવેલ હતું. રાજીવ ભાઈ અને શાસ્ત્રીજીનું મૃત્યુમાં એક જે સમાનતા છે કે બન્નેનું પોસ્ટમોટમ ન થયું હતું.

રાજીવ ભાઈના મૃત્યુ સાથે જોડાયેલ થોડા સવાલ.

કોના આદેશથી આ જાહેર કરવામાં આવ્યું હતું ? કે રાજીવ ભાઈનું મૃત્યુ હ્રદયના હુમલાને કારણે થયું છે ?
29 નવેમ્બર બપોરના 2 વાગ્યે બમેતરા થી નીકળ્યા પછી જયારે તેમને ગેસની તકલીફ થઇ અને રાત્રે 2 વાગ્યે જયારે તેમને  મૃત જાહેર કરવામાં આવ્યા તેની વચ્ચે પુરા 12 કલાકનો સમય હતો 12 કલાકમાં માત્ર એક ગેસની તકલીફનું સમાધાન ન થઇ શક્યું ?

છેલ્લે પોસ્ટમોટમ કરાવવામાં શું તકલીફ હતી ?

રાજીવ ભાઈનો ફોન જે હમેશા ચાલુ રહેતો હતો તે 2 વાગ્યા પછી બંધ કેમ હતો ?

રાજીવ ભાઈ પાસે એક થેલો રહેતો હતો જેમાં તે હમેશા આયુર્વેદિક, હોમિયોપેથી દવાઓ રાખતા હતા તે થેલો ખાલી કેમ હતો ?

30 નવેમ્બરે જયારે તેમણે પતંજલિ યોગપીઠમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા હતા તેમણે મો અને નાકમાંથી

શું ટપકી રહ્યું હતું તેમના માથાથી લઈને પાછળ સુધી કાળા રંગના પોલીથીનથી કેમ ઢાંકેલા હતા ?

રાજીવ ભાઈની છેલ્લી વિડીયો જે આસ્થા ચેનલ ઉપર બતાવવામાં આવી તો તેને એડિટ કરીને ચહેરાનો રંગ સફેદ કરીને કેમ દેખાડવામાં આવ્યો ? જો કોઈના મનમાં ખોટ ન હતી તો વિડીયો એડિટ કરવાની શું જરૂર હતી ?

છેલ્લે પેસ્ટમોટમ ન થવાને કારણે તેમના મૃત્યુ આજ સુધી એક રહસ્ય બનીને રહી ગયું છે.

રાજીવ ભાઈના ઘણા સમર્થકો તેમના ગયાપછી બાબા રામદેવથી ખુબ નારાજ છે કેમ કે બાબા રામદેવ પોતાના એક વ્યાખ્યાન માં કહ્યું કે રાજીવભાઈને હાર્ટ બ્લોકેજ હતું, શુગરની સમસ્યા હતી, બીપી પણ હતું રાજીવ ભાઈ પતંજલિ યોગપીઠ ની દવા મધુનાશની ખાતા હતા. જયારે રાજીવભાઈ પોતે પોતાના એક ભાષણમાં જણાવી રહ્યા હતા કે તેમનું શુગર, બીપી, કોલેસ્ટ્રોલ બધું નોર્મલ છે. તે છેલ્લા ૨૦ વર્ષથી ડોક્ટર પાસે નહોતા ગયા. અને પાછળના 15 વર્ષ સુધી જવાની શક્યતા નથી.

અને રાજીવભાઈના ચાહકોનું કહેવું છે કે અમે થોડી વાર માટે રાજીવભાઈના મૃત્યુ ઉપર સવાલ નથી ઉપાડતા પણ અમને એક વાત સમજાતી નથી કે પતંજલિ યોગપીઠ વાળાએ રાજીવભાઈના મૃત્યુ પછી તેમને તિરસ્કાર કરવાનું કેમ શરુ કરી દીધું ?

મંચની પાછળ તેમનો ફોટો કેમ ન લગાડવામાં આવ્યો ?

આસ્થા ચેનલ ઉપર અનેક ભાષણો કેમ બંધ કરી દેવામાં આવ્યા ? ક્યારેક વર્ષે તેમની પુણ્યતિથી ઉપર ભાષણ દેખાડવામાં પણ આવે છે તો તે પણ 2-3 કલાકનું ભાષણ ને કાપી કાપીને એક કલાક નું બનાવીને દેખાડવામાં આવે છે.

આ સિવાય તેમના થોડા સમર્થકો કહે છે કે ભારત સ્વાભિમાન આંદોલન ની સ્થાપના જે ઉદેશ માટે થઇ હતી રાજીવ ભાઈના મૃત્યુ પછી બાબા રામદેવ તે રસ્તેથી દુર કેમ થઇ ગયા ?

રાજીવ ભાઈ અને બાબા રામદેવ પોતે કહેતા હતા કે બધા રાજકીય પક્ષ એક જેવા હોય છે અને 2014 માં સારા લોકોને આગળ લાવીને એક નવો રાજનીતિનો વિકલ્પ આપીશું. પણ રાજીવ ભાઈના મૃત્યુ પછી બાબા રામદેવે ભારત સ્વાભિમાનના આંદીલનની દિશા બદલી નાખી અને રાજીવ ભાઈના વિચારો વિરુદ્ધ આજે તે ભાજપ સરકારને સમર્થન કરી રહ્યા છે. એટલા માટે ઘણા રાજીવ ભાઈના ચાહકો ભારત સ્વાભિમાન થી આગળ વધીને પોત પોતાના લેવલ ઉપર રાજીવ ભાઈનો પ્રચાર કરવામાં લાગ્યા છે.

રાજીવ ભાઈએ પોતાના આખા જીવનમાં દેશભરમાં ફરી ફરીને 5000 થી વધુ વ્યાખ્યાન આપ્યા. ઈ.સ.2005 સુધી તેઓ ભારતના પૂર્વ થી પશ્ચિમ ઉત્તર થી દક્ષીણ ચાર વખત ફરી વળ્યા હતા. તેમણે વિદેશી કંપનીઓ ના નાકમાં દમ કરીને રાખ્યો હતો.

ભારતની કોઈ મીડિયા ચેનલ ઉપર તેમને દેખાડવાની હિંમત ન કરી. કેમ કે તેઓ દેશ સાથે જોડાયેલા એવા મુદ્દા ઉપર વાત કરતા હતા કે એક વખત લોકો સાંભળી લે તો દેશમાં 1857 થી મોટી ક્રાંતિ થઇ જાત. તેઓ એવા ખુલ્લા વક્તા હતા જેમના અવાજ ઉપર માં સરસ્વતી સાક્ષાત બેસેલા હતા. જયારે તેઓ બોલતા હતા તો શ્રોતા કલાકો શાંત થઈને તેમને સાંભળ્યા કરતા હતા. 30 નવેમ્બર 1967 ના રોજ જન્મેલા અને 30 નવેમ્બર 2010 ના રોજ સંસાર છોડવા વાળા જ્ઞાન ના મહાસાગર શ્રી રાજીવ દીક્ષિતજી આજે માત્ર અવાજ ના રૂપમાં આપણી બધાની વચ્ચે જીવતા છે તેમના ગયા પછી પણ તેમનો આવાજ આજે દેશના લાખો કરોડો લોકોને માર્ગદર્શન આપી રહી છે અને ભારતને ભારતની માન્યતાઓના આધાર ઉપર ઉભા કરવાની છેલ્લી આશા રહેલી છે.