શું છે વીડિયોમાં?
આ વીડિઓ જોઈને તમે કહેશો, શું આ રાજકોટ છે? વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે શહેરમાં બિગબઝાર પાસે ચંદ્રપાર્ક મેઈન રોડ પર RMC વેસ્ટ ઝોનની સામે આવેલી દુકાનમાં સાંજે 9.30 વાગ્યે 4 થી 5 શખ્સો પથ્થર, ધોકા અને પાઈપ વડે તોડફોડ કરી રહ્યાં છે.
એટલું જ નહીં એક શખ્સના હાથમાં બોટલ પણ હતી, જેમાં ઝલદ પ્રવાહી ભરેલું હતું જેની મદદથી દુકાનમાં આગલગાડતા પણ કેદ થયા છે.
રાજકોટ શહેર જાણે ક્રાઈમ સિટી બની ગયું હોય તેમ છાશવારે હુમલાઓની ઘટના સામે આવી રહી છે. શહેરમાંવધુ એક હુમલાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
શુક્રવારે 150 રીંગ રોડ બિગબાઝાર સામે એક દુકાન પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. મળતી વિગત પ્રમાણે પૈસાની લેતીદેતી મામલે જીજ્ઞેશભાઈ પર આ હુમલો કરાયો હતો. જેમાં જીગ્નેશ ભાઈ અને તેમના ભાઈ ને માર મારી તેની દુકાનના શટર પર કોઇ પ્રવાહી છાંટી આગ ચાંપવાનો પ્રયાસ કરાયો હતો જે દરેક હકીકત તમને નીચે નાં વિડીયો માં દેખાશે.
શું છે સમગ્ર મામલો?
દુકાનના માલિક જીજ્ઞેશનું કહેવું છે કે રાત્રે સવા નવ વાગ્યે હું તથા મારો ભાઇ આશિષ દુકાનમાં બેઠા હતાં ત્યારે અચાનક મહિપાલ સહિતનાએ આવી ધોકા-પાઇપથી હુમલો કર્યો હતો. દેકારો થતાં આસપાસના લોકો એકત્રીત થઈ જતા ‘આજે તો તું બચી ગયો છે, હવે તો મારી જ નાંખીશું’ તેવી ધમકી આપી હુમલાખોરો ભાગી ગયા હતાં.
જીગ્નેશ ભાઈ નું કહેવું છે કે તેઓએ પાંચ વર્ષ પહેલા કોઈ શખ્સ પાસેથી પૈસા લીધા હતા. જોકે, પૈસા ચૂકવી દીધા હોવા છતાં તેમની પાસેથી વધુ પૈસા માગવામાં આવી રહ્યાં છે અને ધમકીઓ આપવામાં આવી રહી છે.