રાજકોટમાં કોટા જેવો કેર, બાળકો પર ભારે પડ્યો ડિસેમ્બર, સિવિલ હોસ્પિટલમાં 134 ના મૃત્યુ

રાજસ્થાનમાં કોટાની એક હોસ્પિટલમાં બાળકોના મૃત્યુનો સિલસિલો હજી થોભ્યો પણ ન હતો કે ગુજરાતના રાજકોટમાં પણ માસુમ બાળકોના મૃત્યુની ઘટના સામે આવી ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રાજકોટની એક સરકારી હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં એટલે કે ડિસેમ્બરમાં 134 બાળકોના મૃત્યુ થઈ ગયા છે, જો કે બાળકોના મૃત્યુનું કારણ કુપોષણ, જન્મથી જ બીમારી, સમય પહેલા જન્મ, માં નું પોતે કુપોષિત હોવું જાણવામાં આવી રહ્યું છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં મરવા વાળા બધા બાળકો નવજાત હતા. હોસ્પિટલના એનઆઈસીયુમાં અઢી કિલોથી ઓછા વજન વાળા બાળકોને બચાવવાની વ્યવસ્થા અને ક્ષમતા જ નથી.

કોટામાં બાળકો પર કેર :

જણાવી દઈએ કે, રાજસ્થાનના કોટામાં પણ બાળકોના મરવાનો સિલસિલો થોભી નથી રહ્યો. જેકે લોન(JK Lone) હોસ્પિટલમાં બાળકોના મૃત્યુનો આંકડો વધીને રવિવારે 110 પહોંચી ગયો છે. હોસ્પિટલમાં 100 કરતા વધારે બાળકોના મૃત્યુ પછી સરકારે તપાસ પેનલ નિયુક્ત કરી હતી. વિશેષજ્ઞોની ટીમે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, હાઇપોથર્મિયા (શરીરનું તાપમાન અસંતુલિત થઈ જવું) ના કારણે બાળકોનું મૃત્યુ થયું છે. હોસ્પિટલમાં પાયાની સુવિધાઓની અછત પણ એનું કારણ હોઈ શકે છે.

રાજસ્થાન સરકાર દ્વારા બાળકોના મૃત્યુનું કારણ જાણવા માટે બનાવેલી સમિતિએ પોતાના રિપોર્ટની પુષ્ટિ કરી છે કે, હાઇપોથર્મિયાના કારણે શિશુઓના મૃત્યુ થયા છે.

હાઇપોથર્મિયા એક એવી આપાત સ્થિતિ હોય છે, જયારે શરીરનું તાપમાન 95 ફેરનહાઈટ (35 ડિગ્રી સેલ્સિયસ) થી ઓછું થઈ જાય છે. આમ તો શરીરનું સામાન્ય તાપમાન 98.6 ફેરનહાઈટ (37 ડિગ્રી સેલ્સિયસ) હોય છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હોસ્પિટલમાં બાળકો ઠંડીને કારણે મરતા રહ્યા અને અહીં પર જીવન રક્ષક ઉપકરણ પણ જરૂરી માત્રામાં ન હતા. નવજાત શિશુઓના શરીરનું તાપમાન 36.5 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ, એટલા માટે એમને વાર્મરો પણ મુકવામાં આવ્યા, જ્યાં એમનું તાપમાન સામાન્ય રહે છે. જો કે હોસ્પિટલમાં કામ કરી રહેલા વાર્મરની કમી થતી ગઈ અને બાળકોના શરીરના તાપમાનમાં ઘટાડો ચાલતો રહ્યો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.