રાજપાલ યાદવ જેલમાં આ રીતે દિવસો પસાર કરી રહ્યા છે, દરેક કૈદી એમને માને છે ‘રિયલ હીરો’

બોલીવુડની ફિલ્મી દુનિયા દુરથી જેટલી સારી દેખાય છે, હકીકતમાં એટલી જ ઉંધી છે. અહિયાં દરેક સ્ટારની પાછળ લાખો રહસ્ય છુપાયેલા છે. તેમાંથી આજે અમે એક કલાકારની વાત કરીશું જે છે રાજપાલ યાદવ. એમની વાત કરીએ તો રાજપાલ યાદવને ઇન્ડિયન ફિલ્મોના કોમેડી કિંગ કહેવામાં આવે છે. પોતાની ઓછી હાઈટ અને જોરદાર એક્ટિંગને લઇને તેમણે ઘણા ઓછા સમયમાં લોકોના દિલોમાં પોતાનું અલગ સ્થાન બનાવી લીધું છે.

હાલમાં જ ચેક બાઉન્સ થવાને કારણે એમને કોર્ટ દ્વારા સજા આપી દેવામાં આવી છે. ત્યારબાદ તેમણે પોતાના દિવસો તિહાડ જેલમાં પસાર કરવા પડી રહ્યા છે. પરંતુ જેલમાં હોવા છતાં પણ રાજપાલ યાદવે જીવવાની હિંમત નથી છોડી અને પોતાના કેદી સાથીઓનું ઘણું મનોરજન કરી રહ્યા છે.

હાલમાં મળેલા એક રીપોર્ટ અનુસાર એ જાણકારી પ્રાપ્ત થઇ છે, કે આ દિવસોમાં જેલની સજા કાપી રહેલા રાજપાલ યાદવ કેદીઓ વચ્ચે ઘણા પોપ્યુલર થઇ ગયા છે. તેમણે થોડા દિવસો પહેલા જેલમાં મંચ ઉપર કવી સંમેલનમાં ભાગ લીધો અને પોતાની કોમેડી દ્વારા સૌને હસી હસીને લોથ પોથ કર્યા. રાજપાલ યાદવને બોલીવુડમાં સફળ હાસ્ય કલાકાર તરીકે યાદ કરવામાં આવે છે.

તેમની દરેક ફિલ્મમાં તેમની કોમેડીએ લોકોને પ્રભાવિત કર્યા છે. નાની ઊંચાઈને કારણે જ્યાં ઘણા લોકો જીવવાનો આત્મવિશ્વાસ ખોઈ બેસે છે. ત્યાં રાજપાલ યાદવે પોતાની ઊંચાઈને જ પોતાની ઓળખ બનાવી અને લોકોને હસવા માટે મજબુર કર્યા.

કેદીઓના રીયલ હીરો :

તે વાત વિષે વધુ જાણકારી આપતા જેલના એક અધિકારીએ જણાવ્યું, કે રાજપાલ યાદવે કવિ સંમેલન દરમિયાન પોતાનો એક કોમેડી શો રજુ કર્યો, જેમાં તેમણે તમામ કેદીઓને ઘણા હસાવ્યા. દરેક કેડી પોતાની વચ્ચે એટલી મોટી વ્યક્તિને જોઈને આંનદિત થઇ ગયા. જેલ અધિકારીના જણાવ્યા મુજબ તેમની જેલમાં ઘણા લાંબા સમયથી આટલા મોટા માણસ આવ્યા ન હતા.

તિહાડમાં વર્ષોથી ઘણા રાજકારણી, ક્રિકેટર, ગેંગસ્ટર અને આતંકવાદી આવતા રહે છે. પરંતુ આ દશકમાં પહેલી વખત કોઈ કોમેડી કેદી બનીને ત્યાં આવ્યો છે. જો કે બધા લોકો સાથે સારું વર્તન કરી રહ્યા છે. અધિકારીના જણાવ્યા મુજબ તે જેલ નંબર સાતમાં છે, અને પોતાના હસમુખ સ્વભાવને લીધે ઘણા પ્રસિદ્ધ થઇ ગયા છે.

પ્લેની પણ કરી રહ્યા છે તૈયારી :

જેલના એક બીજા અધિકારી સાથે અમારી સમાચાર ટીમે જયારે વાત કરી, કે રાજપાલ યાદવ હંમેશા કેદીઓને પોતાના પ્લે વિષે જણાવતા રહે છે. તે એક પ્લેની તૈયારી કરી રહ્યા છે, જેને તે થોડા જ દિવસોમાં જેલમાં પરફોર્મ કરશે. રાજપાલ યાદવે એ વાત સાબિત કરી દેખાડી કે માણસ ભલે કેટલો પણ મોટો કેમ ન બની જાય, પરંતુ તે સામાન્ય લોકો માટે હંમેશા સામાન્ય જ રહે છે. એટલે જ કદાચ રાજપાલ યાદવ આટલો મોટો માણસ હોવા છતાંપણ બીજા કલાકારોની જેમ વર્તન નથી કરતા અને કેદીઓના મનોરંજન માટે જેલમાં આગળ આવી આવીને ઈવેંટસમાં ભાગ લેતા રહે છે.

ખરેખર કેમ થઇ જેલ?

રાજપાલ યાદવ હાલમાં ૪૭ વર્ષના થઇ ગયા છે, તેમને ગયા વર્ષે એક ડીસેમ્બરના રોજ કોર્ટ દ્વારા ૩ મહિનાની તિહાર જેલની સજા સંભળાવવામાં આવી હતી. તેમણે એક કંપની પાસેથી પાંચ કરોડ રૂપિયાની લોન લીધી હતી. જેનાથી તે ફિલ્મ બનાવવા માંગતા હતા. પરંતુ તે નક્કી કરવામાં આવેલા સમય ઉપર પૈસાની ચુકવણી ન કરી શકવાને કારણે જજ રાજીવ સહાય મૂર્તિએ તેમની ધરપકડનો આદેશ આપી દીધો.

આ કંપની દિલ્હીની ‘મુરલી પ્રોજેક્ટ્સ નામની કંપની હતી, જેની પાસેથી રાજપાલ યાદવની કંપની ‘શ્રી નારંગ ગોદાવરી એન્ટરટેનમેંટ’ ને પાંચ કરોડ રૂપિયાની લોન આપી હતી અને લોન ન ચુકવવાના આરોપમાં કેસ નોંધાવ્યો હતો. રાજપાલે આ લોન વર્ષ ૨૦૧૦ માં ફિલ્મ ‘અતા પતા લાપતા’ ના નિર્દેશક માટે લેવામાં આવી હતી.