દિલ્લી હાઇકોર્ટે અભિનેતા રાજપાલ યાદવ ને 3 મહિના ની સજા કરી. કોર્ટે તેમને 5 કરોડ રૂપિયા ની લોન ચૂકતે ના કરવાના મામલા માં આ સજા કરી છે.
દિલ્લી હાઇકોર્ટ દ્વારા સજા કરવામાં આવ્યા પછી તરત જ રાજપાલ યાદવને પોલીસે ધરપકડ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે રાજપાલ યાદવ અને તેમની પત્ની રાધા એ વર્ષ 2010 માં તેમની ફિલ્મ ”અતા પતા લાપતા” માટે આ લોન લીધી હતી.
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પૂર્વે આજ મામલા માં ક્ડકડુમાં કોર્ટે રાજપાલ યાદવ ઉપર 1.60 કરોડ રૂપિયા પ્રતિ મામલાનો જુર્માનો લગાવ્યો હતો અને 6 મહિના જેલ ની સજા કરી હતી. કોર્ટે બૉલીવુડ અભિનેતા રાજપાલ ની પત્ની રાધા પર પણ 10 લાખ રૂપિયા નો જુર્માનો લગાવ્યો હતો. બંને ના ચેક બાઉન્સ થી જોડાયેલ સાત કેસ માં આ સજા કરાઈ છે. એટલે કે ટોટલ 11.20 કરોડ રૂપિયા જુર્માના ના રૂપમાં ચૂકવવા પડશે. આમ તો સજા પછી તરત જ જમાનત પણ મળી ગઈ હતી
રાજપાલ યાદવે 2010 માં ફિલ્મ અતાપતા લાપતા માટે 5 કરોડ રૂપિયા નું દેવું કર્યું હતું. દેવું ચૂકવવા જે ચેક આપેલા તે બાઉંસ થઇ ગયા હતા જેના પછી તે કેસ કોર્ટ માં જતો રહ્યો. કોર્ટે રાજપાલ ને દોશી જાહેર કર્યો. રાજપાલે 3 થી 6 ડિસેમ્બર 2013 માં ચાર દિવસ માટે જેલ માં સજા ભોગવી ત્યારબાદ દિલ્લી હાઇકોર્ટે ની ખંડપીઠે તેમની અપીલ નિલંબિત કરી હતી. રાજપાલ યાદવ મશહૂર કોમેડિયન છે જેમણે ભૂલભૂલૈયા અને ચુપકે ચુપકે જેવી સુપર ડુપર હિટ ફિલ્મ માં જોરદાર રોલ નિભાવ્યા છે.