તે રાજપુત રાણી.. જેને અકબરના પણ પરસેવા છોડાવી દીધા હતા… આમણે એકલા એ જ અકબરને ત્રણ વાર હરાવ્યો

મોગલ સમ્રાટ અકબર મધ્ય ભારતમાં પોતાના પગ જમાવવા માંગતા હતા. તેમણે રાણી દુર્ગાવતી પાસે તેનો પ્રસ્તાવ મોકલ્યો, સાથે જ એ ચેતવણી પણ રાણીને મોકલી કે જો આમ નહિ કરવામાં આવે તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. રાણી દુર્ગાવતીએ તેની એક પણ વાત ન માની અને તેની સાથે યુદ્ધ કર્યુ.

જે દિવસે રાણી દુર્ગાવતીનો જન્મ થયો હતો તે દિવસે દુર્ગાષ્ટમી હતી (૫ ઓક્ટોબર ૧૫૨૪). તેને લીધે તેનું નામ દુર્ગાવતી રાખવામાં આવ્યું. તેનો જન્મ ઉત્તર પ્રદેશના બાંદા (કાલાંજર) માં થયો હતો. ૧૫૪૨ માં તેના લગ્ન દલપત શાહ સાથે થયા. દલપત શાહ ગોંડ (ગઢમંડલા) રાજા સંગ્રામ શાહના સૌથી મોટા દીકરા હતા.

લગ્નના થોડા વર્ષો પછી જ દલપત શાહનું અવસાન થઇ ગયું. તે સમયે તેના દીકરા વીરનારાયણ નાના હતા. તેવામાં રાણી દુર્ગાવતીએ રાજગાદી સંભાળવી પડી. તે એક ગોંડ રાજ્યની પહેલી રાણી બની. અકબર ઈચ્છતો હતો કે રાણી મોગલ સામ્રાજ્યને આધીન પોતાનું રાજ્ય કરી દે. અકબરએ રાણી દુર્ગાવતી ઉપર દબાણ આપ્યું, પરંતુ મહારાણી દુર્ગાવતીએ યુદ્ધ લડવાનું પસંદ કર્યુ.

મોગલ બાદશાહ અકબરએ ગોંડ રાજ્યની મહિલા શાસકને નબળી સમજીને તેની ઉપર દબાણ બનાવ્યું. અકબરએ ૧૫૬૩ માં સરદાર આસિફ ખાનને ગોંડ રાજ્ય ઉપર આક્રમણ કરવા મોકલી દીધા. રાણીની સેના નાની હતી. રાણીની યુદ્ધ રચના દ્વારા અકબરની સેના દંગ રહી ગઈ. તેમણે પોતાની સેનાની થોડી ટુકડીઓને જંગલમાં છુપાવી દીધી. અને થોડી ટુકડીને સાથે લઇને તે નીકળી પડ્યા.

એક પર્વતની તળેટી ઉપર આસિફ ખાન અને રાણી દુર્ગાવતીનો સામનો થયો. મોગલ સેના મોટી અને આધુનિક હતી, તેમાં બંધુકધારી સૈનિક વધુ હતા. રાણીના સૈનિકો મરવા લાગ્યા, પરંતુ એટલામાં જંગલમાં છુપાયેલી સેનાએ અચાનક ધનુષ્ય બાણથી આક્રમણ કરી, બાણનો વરસાદ કરી દીધો. તેમાં મોગલ સેનાના ઘણા સૈનિકો મરી ગયા. અકબરની સેનાને ઘણું નુકશાન થયું અને તે હારી ગયા. અકબરની સેનાએ ત્રણ વખત આક્રમણ કર્યુ અને ત્રણેય વખતે તેણે હારનું મોઢું જોવું પડ્યું.

વર્ષ ૧૫૮૪ માં આસિફ ખાનએ દગાથી સિંગાર ગઢને ઘેરી લીધો. પરંતુ રાણી ત્યાંથી ભાગવામાં સફળ થઇ. ત્યાર પછી તેણે રાણીનો પીછો કર્યો. એક વખત ફરીથી યુદ્ધ શરુ થઇ ગયું, રાણી વીરતાથી લડી રહી હતી. એટલામાં રાણીનો પુત્ર વીર નારાયણ સિંહ ઘાયલ થઇ ગયો. રાણીની પાસે માત્ર ૩૦૦ સૈનિકો જ વધ્યા હતા. રાણી સ્વયં ઘાયલ થવા છતાંપણ અકબરના સરદાર આસિફ ખાન સાથે યુદ્ધ કરી રહી હતી. તેની સેના મોટા પ્રમાણમાં ગોળાઓનો મારો કરી રહી હતી.

મોગલ સેના સાથે યુદ્ધ કરતા કરતા રાણીના ખંભામાં એક તીર લાગ્યું. તે તીરને કાઢીને ફરી યુદ્ધ કરવા લાગી. તેના થોડા કલાક પછી એક તીર તેની આંખમાં લાગી ગયું. સૈનિકોએ તેને યુદ્ધ ભૂમિ છોડીને સુરક્ષિત સ્થળ ઉપર જવાનું કહ્યું. રાણીએ ના કહી દીધી અને કહ્યું કે પોતે યુદ્ધ ભૂમિ છોડીને ક્યાંય નહિ જાય. તેમણે કહ્યું તેને યુદ્ધમાં વિજય કે મૃત્યુ માંથી એક જોઈએ.

જયારે રાણી અસહાય બની ગઈ ત્યારે તેમણે એક સૈનિકને પાસે બોલાવીને કહ્યું, હવે તલવાર ફેરવવી અશક્ય છે. શરીરનું એક અંગ પણ દુશ્મનોના હાથમાં ન આવે. રાણીએ કહ્યું એ તેમની અંતિમ ઈચ્છા છે. એટલા માટે ભાલાથી મને મારી દે. સૈનિક પોતાની રાણીને મારવાની હિંમત ન કરી શક્યો, તો તેણે પોતે જ પોતાની કટાર પોતાની છાતીમાં ઘુસાડી લીધી. આ કરુણ સમય ૨૪ જુન, ૧૫૬૪ નો ગણાવવામાં આવે છે.