ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય પરમારના કુળમાં જન્મેલા રાજા ભોજ પરમાર, એમનાથી મોટા ક્ષત્રીય રાજા છેલ્લા એક હજાર વર્ષમાં નથી થયા. રાજા ભોજનો જન્મ મધ્યપ્રદેશના માલવા રાજ્યની ઐતિહાસિક નગરી ઉજ્જૈનમાં થયો હતો. તેમના પિતાનું નામ સિંધુરાજ પરમાર હતું. રાજા ભોગ નાનપણથી જ વિદ્વાન હતા. તેમણે લગભગ ૮ વર્ષની ઉંમરમાં સંપૂર્ણ વૈદ પુરાણનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. રાજા ભોજ જયારે ૧૫ વર્ષના હતા ત્યારે તેને માલવાના રાજા બનાવવામાં આવ્યા. અને રાજા ભોજ જયારે સિંહાસન ઉપર બેઠા ત્યારે તેમણે આખા દેશનો નકશો જોયો, અને એ પણ જોયું કે દેશ ૫૭ ભાગમાં વહેંચાયેલો હતો. તે સમયે રાજા ભોજે અખંડ ભારતને એક કરવાનું બીડું ઉઠાવ્યું. રાજા ભોજે ભારતવર્ષના તમામ રાજાઓને સંદેશ મોકલ્યો, કે તમામ દેશવાસીઓને એક કરી દેશને બચાવવાનો ઉદેશ એમનો રહેશે.
ત્યારે ઘણા રાજાઓએ ભોજનો વિરોધ કર્યો, એટલે રાજા ભોજે દેશ ધર્મના રક્ષણ માટે તલવાર ઉઠાવી, અને ત્યારે જન્મ થયો ઈતિહાસના સૌથી મોટા યોદ્ધા રાજા ભોજનો. રાજા ભોજે પોતાના જીવનમાં હિન્દુત્વના રક્ષણ માટે હજારથી પણ વધુ યુદ્ધ લડ્યા. આજ સુધી કોઈએ આટલા યુદ્ધ નથી લડ્યા.
રાજા ભોજે ઈ.સ. ૧૦૦૦ થી ૧૦૫૫ સુધી રાજ કર્યુ. તેની વિદ્વતાને કારણે લોકોના મગજમાં એક કહેવત પ્રચલિત બની ગઈ ‘કહાં રાજા ભોજ કહાં ગંગુ તૈલી..’ રાજા ભોજ ઘણા મોટા વીર, પ્રતાપી, પંડિત અને ગુણગ્રાહી હતા. તેમણે અનેક દેશો ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો, અને ઘણા વિષયોના અનેક ગ્રંથોનું નિર્માણ કર્યુ હતું. તે ઘણા સારા કવિ, દાર્શનિક અને જ્યોતિષી હતા.
सरस्वतीकंठाभरण, शृंगारमंजरी, चंपूरामायण, चारुचर्या, तत्वप्रकाश, व्यवहारसमुच्चय વગેરે અનેક ગ્રંથ તેમના લખેલા છે એવું જણાવવામાં આવે છે. તેમની સભા હંમેશા મોટા મોટા પંડિતોથી સુશોભીત રહેતી હતી. રાજા ભોજ સ્વયં ઘણા મોટા વિદ્વાન હતા. અને કહેવામાં આવે છે કે તેમણે ધર્મ, ખગોળ વિદ્યા, કળા, કોશરચના, ભવનનિર્માણ, કાવ્ય, ઔષધશાસ્ત્ર અને જુદા જુદા વિષયો ઉપર પુસ્તકો લખ્યા છે, જે હજુ પણ જોવા મળે છે. તેમના સમયમાં કવિઓને રાજ્યમાં આશ્રય મળ્યો હતો.
જયારે ભોજ જીવતા હતા તો કહેવામાં આવતું હતું :
अद्य धारा सदाधारा सदालम्बा सरस्वती।
पण्डिता मण्डिताः सर्वे भोजराजे भुवि स्थिते॥
(આજ જયારે ભોજરાજ ધરતી ઉપર રહેલા છે, તો ધારા નગરી સદાધારા (સારા આધાર વાળી છે, સરસ્વતીને સદા આલંબ મળેલું છે, તમામ પંડિત આદ્દ્ત છે.)
જયારે તેમનું અવસાન થયું તો કહેવામાં આવ્યું :
अद्य धारा निराधारा निरालंबा सरस्वती।
पण्डिताः खण्डिताः: सर्वे भोजराजे दिवं गते
(આજે ભોજરાજ સ્વર્ગસ્ત થઇ જવાથી ધારા નગરી નિરાધાર થઇ ગઈ છે, સરસ્વતી વગર આલંબની થઇ ગઈ છે અને તમામ પંડિત ખંડિત છે.)
નોંધ : રાજા ભોજે ક્યારે પણ કોઈ નિર્દોષને નથી માર્યા. તે દરેક યુદ્ધ પહેલા તે રાજ્યના રાજાને સંદેશો મોકલતા હતા, કે હું દેશને એક કરવા માગું છું. અને જે એમના એ પ્રસ્તાવનો વિરોધ કરતા તેની સાથે જ તે યુદ્ધ કરતા હતા.
રાજા ભોજના થોડા પ્રસિદ્ધ યુદ્ધ.
૧. ભોજ ચરિત્ર્ય મુજબ રાજા ભોજે ચાલુક્ય રાજ્યના કલ્યાણી રાજાને યુદ્ધમાં માર્યા. કેમ કે તે દેશને એક કરવાના રાજા ભોજના અભિયાનના વિરોધી હતા.
૨. ધુઆરા પંસતિ મુજબ રાજા ભોજે કલચૂરી રાજા ગંગયાદેવને હરાવ્યા.
૩. ઉદયપુર પ્રસતિ મુજબ મહારાજા ભોજે ઉડીસાના રાજા ઈન્દ્ર દત્તને હરાવ્યા. જો કે ઉડીસાના સૌથી શક્તિશાળી રાજા હતા, તેમને પણ મહારાજા ભોજે હરાવ્યા.
૪. ધુઆરા પ્રસતિ મુજબ રાજા ભોજે લતા નગરના કીર્તિ રાજાને હરાવ્યા હતા.
૫. રાજા ભોજે મહારાષ્ટના કોંકણ મુંબઈ સહીત અનેક રાજાઓને હરાવ્યા.
૬. કન્નોજ શહેર માંથી પ્રાપ્ત થયેલા દસ્તાવેજો મુજબ, રાજા ભોજે સંપૂર્ણ ભારત, બિહાર બધા રાજ્યોને હરાવ્યા હતા.
૭. ગ્વાલિયરમાં આવેલા સાસુ વહુ લીપી મુજબ ગ્વાલિયરના રાજા કીર્તીરાજને હરાવ્યા હતા.
૮. રાજા ભોજ સામે રાજપુતાનાના ચોહાણ રાજા પણ યુદ્ધમાં હારી ગયા. આવી રીતે રાજા ભોજે આખા રાજપુતાના ઉપર રાજ કર્યુ.
૯. રાજા ભોજે ચિત્રકૂટના કિલ્લાને જીત્યો અને ચિત્રકૂટનું રક્ષણ કર્યુ.
૧૦. રાજા ભોજે મોહમ્મદ ગજનીની સેના સાથે યુદ્ધ કર્યુ અને ભારતના ઘણા રાજાઓને મદદ કરી. તેઓ ગજની સામે લડ્યા હતા.
રાજા ભોજે થાનેશ્વર, હાંસી નગર, કોટાને મુસ્લિમ રાજાઓની ગુલામી માંથી છોડાવ્યા અને હિંદુ શાસનની સ્થાપના કરી.
કહેવાય છે કે વિશ્વવંદનીય મહારાજા ભોજ માં સરસ્વતીના વરદપુત્ર હતા. તેમની તપોભૂમિ ધારા નગરીમાં તેમની તપસ્યા અને સાધનાથી પ્રસન્ન થઇને માં સરસ્વતીએ સ્વયં પ્રગટ થઇને દર્શન આપ્યા હતા. માં ના સાક્ષાત્કાર પછી તે દિવ્ય સ્વરૂપને માં વાગ્દેવીની મૂર્તિ તરીકે અનાવરણ કરી ભોજશાળામાં સ્થાપિત કરાવી. રાજા ભોજે ધાર, માંડવ અને ઉજ્જેનમાં સરસ્વતીકષ્ઠભરણ નામનું ભવન બનાવરાવ્યું હતું. ભોજના સમયમાં જ મનોહર વાગ્દેવીની મૂર્તિ સંવંત ૧૦૯૧ (ઈ.સ.૧૦૩૪) માં બનાવરાવવામાં આવી હતી. ગુલામીના દિવસોમાં આ મૂર્તિને અંગ્રેજ શાસક લંડન લઇ ગયા. તે આજે પણ ત્યાંના સંગ્રહાલયમાં બંદી છે.
રાજા ભોજના રાજ્ય માલવામાં તેમની હયાતીમાં કોઈ પણ વિદેશી પગ ન મૂકી શક્યા, અને રાજા ભોજના સમ્રાટ બન્યા પછી આખા દેશને સુરક્ષિત કરી મહાન રાજ્યની સ્થાપના કરી. રાજા ભોજનું સામ્રાજ્ય અરબથી લઇને મ્યાંનમાર, જમ્મુ કાશ્મીરથી લઇને શ્રીલંકા સુધી હતું. રાજા ભોજ ઘણા મહાન રાજા હતા.
રાજા ભોજ દ્વારા વસાવવામાં આવેલું ઐતિહાસિક શહેર ભોપાલ જે પહેલા ભોજપાલ હતું. ધાર, ભોજપાલ સહીત ૮૪ નગરોની સ્થાપના રાજા ભોજે કરી. રાજા ભોજ નદીઓને ચેનલાઈઝ કે જોડવાના કામ માટે પણ ઓળખાતા હતા. આજે તેમના દ્વારા ખોદવામાં આવેલી નહેરો અને બીજી જોડવામાં આવેલી નદીઓને કારણે જ નદીઓનું કંઝર્વ વોટરનો લાભ સામાન્ય લોકોને મળી રહ્યો છે. ભોપાલ શહેરના મોટા તળાવ તેનું ઉદાહરણ છે. ભોજે ભોજપુરમાં એક વિશાળ સરોવરનું નિર્માણ કરાવ્યું હતું, જેનું ક્ષેત્રફળ ૨૫૦ વર્ગ માઈલથી પણ વધુ ફેલાયેલું હતું. આ સરોવર પંદરમી સદી સુધી રહેલું હતું, જયારે તેના બાંધકામને થોડા સ્થાનિક શાસકોએ ભંગ કરી દીધું.
તેમણે જ્યાં ભોજ નગરી (હાલનું ભોપાલ) ની સ્થાપના કરી અને ધાર, ઉજ્જેન અને વિદિશા જેવી પ્રસિદ્ધ નગરીઓને નવું સ્વરૂપ આપ્યું. તેમણે કેદારનાથ, રામેશ્વરમ, સોમનાથ, મુન્ડીર વગેરે મંદિર પણ બનાવરાવ્યા, જે આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક શોભા છે.
રાજા ભોજ દ્વારા નિર્મિત દેશનું સૌથી મોટું તળાવ ભોજતાલ મધ્ય પ્રદેશના ભોપાલ (ભોજપાલ) માં આવેલું છે. આ તળાવના પાણીથી જ ભોપાલ પોતાની તરસ છીપાવે છે.
રાજા ભોજ દ્વારા નિર્મિત મંદિર : વિશ્વના સર્વશ્રેષ્ઠ મંદિર ‘માં સરસ્વતી મંદિર’ ભોજશાળા, જ્યાંની સરસ્વતી માં ની મૂર્તિ લંડન મ્યુઝીયમમાં કેદ છે. અને સોમનાથ મંદિર, ઉજ્જેન મહાકાલ મંદિર, વિશ્વનું સૌથી મોટું જ્યોતિર્લીંગ ભોજેશ્વર મંદિર, મધ્ય પ્રદેશના ભોજપુરમાં આવેલું ૧૮ ફૂટનું ભવ્ય લિંગ, કેદારનાથ મંદિર, રામેશ્વર મહાદેવ મંદિર, ચોત્તોડમાં સમધિએશ્વર મહાદેવ મંદિર સહીત ૧૦ લાખથી વધુ મંદિરોનું નિર્માણ માલવા નરેશ ભારત સમ્રાટ મહારાજા ભોજે કરાવ્યું હતું. ગ્વાલિયર માંથી મળેલા મહાન રાજા ભોજના સ્તુતિ પત્ર મુજબ કેદારનાથ મંદિરનું રાજા ભોજે ૧૦૭૬ થી ૧૦૯૯ વચ્ચે પુનઃનિર્માણ કરાવ્યું હતું.
આઈન-એ-અકબરીમાં પ્રાપ્ત ઉલ્લેખો મુજબ ભોજની રાજસભામાં ૫૦૦ વિદ્વાન હતા. આ વિદ્વાનોમાં નવ રત્ન (નૌરતન) નું નામ ખાસ કરીને ઉલ્લેખનીય છે. મહારાજા ભોજે પોતાના ગ્રંથોમાં વિમાન બનાવવાની રીતનું વિસ્તૃત વર્ણન કર્યુ છે. એવી રીતે હોડી કે મોટા જહાજ બનાવવાની રીતનું વિસ્તારપૂર્વક ઉલ્લેખ કર્યો છે. તે ઉપરાંત તેમને રોબોટ ટેકનીક ઉપર પણ કામ કર્યુ હતું.
માલવાના આ ચક્રવર્તી, પ્રતાપી, કાવ્ય અને વાસ્તુશાસ્ત્રમાં નિપુણ અને વિદ્વાન રાજા ‘રાજા ભોજ’ ના જીવન અને કાર્યો ઉપર વિશ્વની અનેક યુનીવર્સીટીઓમાં શોધ કાર્ય થઇ રહ્યું છે. એવા મહાન મહારાજા ભોજને અમારા પ્રણામ.