અરબપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા ઇનસાઈડર ટ્રેડિંગના મામલામાં ફસાયા

દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા પર એપ્ટેકના શેયરોમાં ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે. ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (સેબી) આ મામલાની તપાસ કરી રહ્યું છે. સેબી એપ્ટેકના બોર્ડના અન્ય સભ્યોની ભૂમિકાની પણ તપાસ કરી રહ્યું છે. આ સભ્યોમાં રમેશ દમાની અને મધુ જયકુમાર પણ શામેલ છે.

એપ્ટેકમાં ઝુનઝુનવાલાની 24 % ભાગીદારી છે. આ ભાગેદારીનું મૂલ્ય અત્યારે 160 કરોડ રૂપિયા છે. તેમના પોર્ટફોલિયોમાં આ એકમાત્ર કંપની છે, જેના પર તેમનું નિયંત્રણ છે. એપ્ટેક શિક્ષણ સાથે જોડાયેલી કંપની છે.

સેબીએ 24 જાન્યુઆરીએ ઝુનઝુનવાળાની પૂછપરછ કરી હતી :

ઇકોનોમિક્સ ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર ઝુનઝુનવાલા, તેમની પત્ની રેખા, ભાઈ રાજેશ કુમાર અને સાસુ સુશીલા દેવી ગુપ્તાને 24 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. એ પહેલા 23 જાન્યુઆરીએ ઝુનઝુનવાલાની બહેન સુધા ગુપ્તા સાથે પણ સેબીએ પૂછપરછ કરી હતી.

સેબી ફેબ્રુઆરી 2016 થી સપ્ટેમ્બર 2016 સુધીના સમયગાળાની તપાસ કરી રહ્યું છે. આ સમયગાળામાં ઝુનઝુનવાલાના અમુક પારિવારિક સભ્યોએ બ્લોક ડીલ દ્વારા પોતાની ભાગીદારી વધારી હતી. તે દરમિયાન કંપનીના સર્કિટ્સ ઉપરના સર્કિટ પર પણ લગાવવામાં આવ્યા હતા.

ઝુનઝુનવાલાએ 2005 માં પહેલી વાર એપ્ટેકના શેયર ખરીદ્યા હતા :

ઝુનઝુનવાલાએ પહેલી વાર 2005 માં એપ્ટેકમાં 10 ટકા ભાગીદારી ખરીદી હતી. આ ભાગીદારી પ્રતિ શેયર 56 રૂપિયા પર કરવામાં આવી હતી. ઝુનઝુનવાલા સામાન્ય રીતે પોતાની કંપની રેયર એન્ટરપ્રાઇઝ દ્વારા શેયરમાં રોકાણ કરતા હતા.

શું હોય છે ઇનસાઇડર ટ્રેડિંગ :

કોઈ લિસ્ટેડ કંપનીના સંચાલન સાથે જોડાયેલા લોકો અથવા તેમના નજીકના લોકો એવી જાણકારીઓના આધાર પર ટ્રેડિંગ કરે જયારે તે સાર્વજનિક ન હોય, તો તેને ઇનસાઇડર ટ્રેડિંગ માનવામાં આવે છે. આ રીતની સૂચનાઓના આધાર પર શેયરમાં ખરીદ-વેચાણ કરી નફો કમાવવો ગેરકાયદેસર હોય છે.

આ માહિતી મની ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.