ઈરફાન-સોનાલી પછી બોલીવુડના આ દિગ્ગજ કલાકારને થયું કેન્સર, દીકરાએ શેયર કરી…

આજકાલ બોલીવુડમાં જાણે કેન્સરની સીઝન ચાલી રહી હોય એવું લાગે છે. એક પછી એક દિગ્ગજ કલાકાર એની ઝપેટમાં આવી રહ્યા છે. ઈરફાન અને સોનાલી પછી બોલીવુડના વધુ એક દિગ્ગજ કલાકારને કેન્સર થઈ ગયું છે. અને આ વાતની જાણકારી એમના દીકરાએ પોતે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ લખીને આપી છે. જણાવી દઈએ કે બોલીવુડ એક્ટર અને ડાયરેક્ટર રાકેશ રોશનને કેન્સર થઈ ગયું છે. આ વાતની જાણકારી એમના દીકરા હ્રિતિક રોશને આજે સવારે લગભગ 10 વાગ્યે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી છે. એમણે ઈમોશનલ પોસ્ટ લખતા જણાવ્યું કે એમના પિતાને ગળાનું કેન્સર છે.

જણાવી દઈએ કે હ્રિતિક રોશને પોતાના પિતા સાથે વર્કઆઉટ કરતા દરમ્યાનનો એક ફોટો શેયર કર્યો છે. આ ફોટો શેયર કરવા સાથે એમણે લખ્યું કે આજે સર્જરી પહેલા પણ તે જિમ જવાનું નથી ભૂલ્યા. થોડા અઠવાડિયા પહેલા જ રાકેશ રોશનને સ્ક્વામોઉસ સેલ કાર્સિનોમા (Squamous Cell Carcinoma) કેન્સર થયું છે અને હાલમાં એનો પહેલો સ્ટેજ છે. સરળ ભાષામાં જો એને સમજવામાં આવે તો આ પ્રકારનું કેન્સર છે જેમાં ગળામાં એબ્નોર્મલ (abnormal) સેલ્સનો ગ્રોથ (વિકાસ) થવા લાગે છે.

લખી ભાવુક પોસ્ટ :

હ્રિતિક રોશને પોતાના વર્કઆઉટ દરમ્યાન પોતાના પિતા રાકેશ રોશન સાથેનો ફોટો શેયર કરતા લખ્યું કે, “મેં આજે સવારે પપ્પાને વર્કઆઉટ કરવા માટે પૂછ્યું, મને ખબર હતી કે તે સર્જરીના દિવસે પણ કસરત કરવાનું છોડશે નહિ. હાલમાં જ જાણવા મળ્યું છે કે એમના ગળામાં શરૂઆતના સ્ટેજનું સ્ક્વામોઉસ સેલ કાર્સિનોમા (Squamous Cell Carcinoma) છે. હવે તે પોતાની લડાઈ લડશે. અમે ભાગ્યશાળી છીએ કે અમારા પરિવારને તમારા જેવા લીડર મળ્યા.” હ્રિતિક રોશનની આ પોસ્ટમાં સ્પષ્ટ થઈ ગયું કે એમના પિતાને શરૂઆતના સ્ટેજનું કેન્સર છે. જણાવી દઈએ કે આ કેન્સર કોઈ પણ વ્યક્તિને થઇ શકે છે. અને સમય પર એની જાણકારી મળી જાય તો એનો ઇલાજ પણ સંભવ છે.

આમને પણ થયું કેન્સર :

હાલમાં જ અભિનેત્રી સોનાલી બેન્દ્રે અને અભિનેતા ઈરફાન ખાનને પણ કેન્સર થયું છે. સોનાલીએ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ લખતા જાણકારી આપી હતી કે એમને હાઈ ગ્રેડ કેન્સર છે અને તે ઈલાજ કરાવવા માટે ન્યુયોર્ક ગઈ છે . આ દરમ્યાન એમણે પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો હતો. અત્યારે સોનાલી બેન્દ્રેનું સ્વાસ્થ્ય સારું છે અને તે પોતાનો ઇલાજ કરાવીને પાછી ભારત આવી ગઈ છે. એના સિવાય બોલીવુડ અભિનેતા ઈરફાન ખાન પણ કેન્સર સામે જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા છે.

જણાવી દઈએ કે ઈરફાન પણ ન્યૂરોઈન્ડોક્રાઈન ટ્યૂમર સામે લડી રહ્યા છે. એ પણ એક પ્રકારનું કેન્સર છે. હાલમાં તે લંડનમાં પોતાનો ઈલાજ કરાવી રહ્યા છે. એમના ફેન્સ પ્રાર્થના કરી રહ્યા છે કે તે જલ્દી જ પોતાનો ઈલાજ કરાવીને સાજા થઈને ભારત પાછા આવી જાય. એટલું જ નહિ, એવા સમાચાર પણ આવી રહ્યા છે કે બોલીવુડ અભિનેતા ઋષિ કપૂર પણ કેન્સરની ઝપેટમાં આવી ગયા છે. જો કે એમના પરિવાર તરફથી હજુ સુધી કોઈ નિવેદન નથી આવ્યું. પણ એમની નબળી સ્થિતિને જોઈને લોકો એજ અનુમાન લગાવી રહ્યા છે. આજકાલ તે પણ અમેરિકામાં પોતાનો ઈલાજ કરાવી રહ્યા છે.