ઘર વાળાઓથી છુપાઇને કરતા હતા રાકેશ રોશન આ કામ, એટલા માટે બન્યા ગંભીર બીમારીનો શિકાર

બોલીવુડના જાણીતા કલાકાર અને ડાયરેક્ટર રાકેશ રોશનને કેન્સર હોવાના સમાચાર જયારે ઋત્વિક રોશનએ સોશિયલ મીડયામાં શેર કર્યા, તો લોકોને પહેલા તો તેના ઉપર વિશ્વાસ જ ન થયો. પરંતુ ઋત્વિકના જણાવ્યા પછી લોકોએ રાકેશ રોશનના સાજા થવાની પ્રાથના કરવાનું શરુ કરી દીધું હતું.

ઋત્વિક રોશનએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ફોટો શેયર કરતા એક મેસેજ પણ લખ્યો હતો. તે ફોટામાં ઋત્વિક સાથે રાકેશ રોશન પણ જોવા મળી રહ્યા હતા. રાકેશને જોઈને એ વાતનો અંદાજો પણ લગાવી શકાતો ન હતો કે, તે આ ગંભીર બીમારીનો ભોગ બન્યા હશે. જેમ કે ઋત્વિકએ આ સમાચારને પોસ્ટ કર્યા પછી, આમ તો બોલીવુડના કલાકારોને લઇને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધીના એ સોશિયલ મીડિયામાં રાકેશ રોશનના સાજા થવાની પ્રાર્થના કરી છે.

જે ફોટાને ઋત્વિકએ શેર કર્યો છે તે જોઈને તમે વિચારી પણ નથી શકતા, કે રાકેશ રોશનને આ બીમારી છે. પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે, તે એ છે કે ખરેખર એવું શું કારણ હતું કે રાકેશ રોશનને આ બીમારી થઇ. તો હવે એ વાતનો ખુલાસો રાકેશ રોશનએ એક મિત્રને કરી દીધો છે.

રાકેશ રોશનના મિત્ર આમોદ મેહરાએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે, ઋત્વિક રોશનએ જયારે ટ્વીટ કર્યુ ત્યારે મને ખબર પડી કે રાકેશ રોશનને કેન્સર થયું છે. તેમણે જણાવ્યું કે લગભગ બે મહિના પહેલા અમે એક પાર્ટીમાં એક બીજાને મળ્યા હતા. તે દરમિયાન તે ઘણા તંદુરસ્ત લાગી રહ્યા હતા.

પરંતુ હવે જયારે એ સમાચાર સામે આવ્યા છે તેનાથી મને એટલો જ આઘાત લાગ્યો જેટલી બીજાની પ્રાર્થના છે. આમોદએ જણાવ્યું કે રાકેશ રોશનને સ્મોકિંગની ખરાબ ટેવ હતી. આમ તો તેની પત્ની અને તેના ઘરવાળા તેને હંમેશા માટે ના કહેતા હતા પરંતુ તે સૌથી છુપાયને સ્મીકીંગ કરતા રહેતા હતા.

રાકેશ રોશનના મિત્રના કહેવા મુજબ રાકેશ રોશન એક દિવસમાં દોઢ પેકેટ સિગરેટ પી જતા હતા. રાકેશ રોશનને ગળાનું કેન્સર થયું છે પરંતુ તેની જાણ તેને ઈનીશીયલ સ્ટેજ ઉપર જ થઇ ગઈ જેના માટે તેનું ઓપરેશન થયું છે. અમારી તો એવી પ્રાર્થના છે કે રાકેશ રોશન પહેલાની જેવા સારા અને સ્વસ્થ થઇ જાય.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.