આજકાલ ઘણી બધી એવી ઘટનાઓ બનતી રહે છે, જેવી કે કોઈ છોકરીને કોઈ પરણિત પુરુષ સાથે પ્રેમ થઇ જવો અને તેની સાથે લગ્ન કરી લેવા, અને પછી સમાજના ડરથી તેની હત્યા કરી નાખવી. આવી ઘટનાઓ આજકાલ ઘણી સામાન્ય બની ગઈ છે, અને લોકો થોડી એવી લાલચને કારણે લોકો કેટલા મોટા નિર્ણયો લઇ લેતા હોય છે. આવો જ એક કિસ્સો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
યુપી એસટીએફની ઘણી ચર્ચિત રાજેશ્વરી શ્રીવાસ્તવ ઉર્ફ રાખી હત્યાકાંડ બાબતમાં ગોરખપુરના આર્યન હોસ્પિટલના માલિક ડૉ. ડી.પી. સિંહ અને બીજા બે વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી. તેની જાણકારી યુપી એસટીએફના આઈજી અમિતાભ યશએ ગોરખપુરમાં પત્રકાર પરિષદ દરમિયાન આપી.
ડૉ. ડી.પી. સિંહનો સંબંધ રાજેશ્વરી શ્રીવાસ્તવ સાથે ૨૦૦૬-૦૭ થી હતો. રાખીના પિતા હરિરામ શ્રીવાસ્તવને હોસ્પિટલમાં જ દાખલ કર્યા હતા જેના કારણે જ રાખીનું અહિયાં આવવું જવું રહેતું હતું, સતત હોસ્પિટલમાં રાખીના આવવા જવાથી તેનો સંબંધ થઇ ગયો. પછી તે દિવસોમાં બન્નેએ વર્ષ ૨૦૧૧ ફેબ્રુઆરીમાં જનપદ ગોડામાં લગ્ન કરી લીધા. ડો. ડી.પી. સિંહની પહેલી પત્ની ઉષા સિંહને તેના લગ્ન વિષે કોઈ જાણકારી ન હતી, તેને એક દીકરી થઇ જેનું મૃત્યુ હોસ્પિટલમાં ઈલાજ દરમિયાન થઇ ગયું.
રાખીને એમણે સરસ્વતીપુરમ, વિંછીયાના શાહપુર તાલુકાના ગોરખપુરમાં એક મકાન ખરીદીને લઇ આપ્યું હતું. રાખીના લગ્ન વર્ષ ૨૦૧૮ માં ફેબ્રુઆરીમાં મનીષ કુમાર શ્રીવાસ્તવ નામના એક વ્યક્તિ સાથે થઇ ગયા. લગ્ન પછી પણ રાખીનો સંબંધ ડોક્ટર સાથે ચાલુ જ રહ્યો. જુનમાં ડો. ડી.પી. સિંહ રાખીને લઇને નેપાળ ગયા. પોખરામાં પહાડ ઉપરથી રાખીને ડોક્ટરએ પોતાના બે કર્મચારીઓ સાથે મળીને ધક્કો દઈ દીધો હતો. જુલાઈમાં રાખીના ભાઈએ શાહપુરમાં રાખીના ગુમ થયાનો કેસ કર્યો હતો.
આજકાલ લોકો પ્રેમમાં આંધળા થઈ જાય છે. તેઓ પોતાના પરિવાર વિષે વિચાર્યા વગર ન લેવાના નિર્ણય લઈ છે. આવા જ ઘણા કિસ્સા જોવા મળે છે જેમાં લોકો પોતાના પ્રેમની અથવા એમના જેની સાથે લગ્ન થયા હોય એમની હત્યા કરી દે છે. આજના યુવાઓ પણ આવા કામ કરી બેસે છે. યુવાઓ દ્વારા પણ પ્રેમમાં હત્યા અથવા આત્મહત્યાના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. આ બધું જોતા સમાજમાં જાગૃતિ લાવવાની જરૂરિયાત છે એવી દેખાઈ રહ્યું છે.
આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ, એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેરથી જો કોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગમાં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.