લગ્નના 3 મહિના પછી માં બની રાખી સાવંત, પોતાની દીકરી સાથે મળાવ્યા તો લોકોએ કરી દીઘી ટ્રોલ

રાખી સાવંત અવાર નવાર કોઈને કોઈ કારણોથી મીડિયામાં છવાયેલી રહે છે. લોકો તેને ડ્રામા ક્વીન પણ કહે છે. પબ્લીસીટી મેળવવા માટે રાખી એવા એવા કારનામાં કરી જાય છે, જેના વિષે એક સામાન્ય માણસ વિચારી પણ નથી શકતા. હાલમાં જ રાખી સાવંતે દીપક કલાલ સાથે લગ્ન કરવાનું ખોટું નાટક રચ્યું હતું.

થોડા દિવસો પહેલા પોતાના અને દીપક કલાલ સાથેના અફેયરને લઈને રાખીએ ઘણું નાટક કર્યું હતું. એટલું જ નહિ બંનેએ મળીને પોતાના લગ્નની તારીખની પણ જાહેરાત કરી હતી. પરંતુ પાછળથી ખબર પડી કે આ બધું માત્ર એક નાટક હતું, અને પબ્લીસીટી માટે બંનેએ આવું કર્યું હતું.

રાખી અવાર નવાર કાંઈને કાંઈ નવું નાટક કરીને લોકોને ચોંકાવી દે છે. તેવામાં હાલમાં જ થયેલા તેના લગ્ન પણ લોકોને નાટક લાગી રહ્યા હતા. પરંતુ પાછળથી કન્ફર્મ થયું કે રાખીએ ખરેખર લગ્ન કરી લીધા છે. લગ્ન પછી રાખી ઘણા કારણોથી ચર્ચામાં રહી. ક્યારેક હનીમુન ઉપર એકલી જાય તો ક્યારેક પતિ માટે રડીને તે ઘણી ચર્ચામાં રહી. ત્યાર પછી ફરી એક વખત રાખી હાલમાં જ કડવાચોથને લઈને સમાચારોમાં આવી હતી.

આ વખતે જ્યાં બોલીવુડની જાણીતી અભિનેત્રીઓએ પોતાના પતિઓ સાથે કડવાચોથનો તહેવાર ઊજવ્યો, તો રાખી સાવંત એકલી જ આ તહેવાર ઊજવતા જોવા મળી. સોશિયલ મીડિયા ઉપર રાખીએ પોતાના એવા ફોટા શેયર કર્યા હતા, જેમાં તેણે કોઈ સુહાગનની જેમ શણગાર કર્યો હતો, પરંતુ તેના કહેવાતા પતિ આ ફોટાથી નારાજ હતા.

નાટક આટલે જ પૂરું થયું ન હતું. હાલમાં જ રાખીએ એક આલીશાન ઘરનો વિડીયો શેયર કરીને તેને પોતાનું ઘર બતાવ્યું હતું. પરંતુ આ વખતે રાખીએ જે હરકત કરી છે, તેના વિષે જાણીને તમે તમારું માથું પકડી લેશો. તમે એ વિચારવા માટે મજબુર થઈ જશો કે, અરે કોઈ માણસ એક જીવનમાં આટલી બધી વિચિત્ર એવી હરકતો કેવી રીતે કરી શકે છે? પરંતુ આ વખતે રાખીએ જે કારસ્તાન કર્યું છે તેના કારણથી તે એક વખત ફરી ટ્રોલ થઇ ગઈ છે.

ખાસ કરીને હાલમાં જ રાખીએ એક વિડીયો શેર કર્યો છે, જેમાં તેણે એક એપની મદદથી બેબી ફિલ્ટરનો ઉપયોગ કરીને પોતાના ચહેરાને બાળક જેવો બનાવ્યો છે. વિડીયો શેયર કરતા રાખીએ કેપ્શન લખ્યું છે, દોસ્તો આ મારી દીકરી છે, પ્લીઝ તેને આશીર્વાદ આપો. રાખીનો આ વિડીયો જોઈએ સોશિયલ મીડિયા યુઝર્સ અંદાઝ લગાવી રહ્યા છે કે, ત્યારપછી કદાચ તે પોતાની પ્રેગનેન્સીનો પણ ખુલાસો કરી શકે છે, અને આમ પણ રાખી સાથે તો કાંઈ પણ શક્ય છે.

હાલમાં જ રાખીના પતિ રીતેશે એક વેબસાઈટને ઈન્ટરવ્યું આપ્યું હતું. જ્યાં તેમણે કહ્યું કે, રાખી તેના માટે ભગવાન દ્વારા આપવામાં આવેલી ભેંટ છે, અને તે તેની સાથે ઘણો જ પ્રેમ કરે છે. રીતેશે રાખીની સાથે ફેમીલી વધારવાની વાત ઉપર ભાર આપતા જણાવ્યું, મારે બે બાળકો જોઈએ, એક છોકરી અને એક છોકરો. જયારે તેને પૂછવામાં આવ્યું કે, શું રાખી પ્રેગ્નેન્ટ છે તો તે અંગે રીતેશે કહ્યું કે, હાલમાં રાખી પ્રેગ્નેન્ટ નથી પરંતુ ટૂંક સમયમાં થઇ જશે. તમે પણ જુવો રાખીના આ નવા નાટક ઉપર લોકો તેને કેવી કેવી રીતે ટ્રોલ કરી રહ્યા છે.

વિડીયો :

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.