ખંડગ્રાસ ચન્દ્રગ્રહણ નાં કારણે આ વર્ષે જાણો ભાઈને રાખડી બાંધવા માટેનો યોગ્ય સમય

 

દર વર્ષે શ્રાવણ માસની પૂનમે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક છે. આ દિવસે બહેન ભાઈના હાથમાં રાખડી બાંધે છે અને તેના દીર્ઘાયુ અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનની દરેક મુશ્કેલીઓ સામે તેની રક્ષા કરવાનું વચન આપે છે. આ તહેવાર પાછળ ભાઈ-બહેનનો ભાવનાત્મક પ્રેમ છૂપાયેલો છે.

ભાઈ-બહેનના પ્રેમ, ત્યાગ અને રક્ષાનું પ્રતીક એવું રક્ષાબંધનનું પર્વ આ વર્ષે ૭ ઓગષ્ટ ૨૦૧૭ના દિવસે આવે છે. આ દિવસે સોમવાર છે અને એ જ દિવસે ખંડગ્રાસ ચન્દ્રગ્રહણ પણ આવે છે. તેથી રક્ષાબંધન ચોક્કસ સમયે કરી લેવાની જરૂર ઊભી થઈ છે.

આ રક્ષાબંધનમાં ચંદ્રગ્રહણથી ૧૨ રાશિઓને શું અસર કરશે તે મકર રાશિમાં શ્રવણ નક્ષત્રમાં ચુડામણિ ગ્રહણની અસર જાણીએ.

*મેષ* રાશિ ને ધનલાભ, આવક,કરિયર, મનની પ્રસન્નતા આપશે.

*વૃષભ*માં લાંબીયાત્રા કષ્ટદાયક, તનાવગ્રસ્ત વાતાવરણ, પિતા સાથે મતભેદ રહે.

*મિથુન* રાશિમાં અચાનક ધન, સ્વાસ્થય, માનહાનિ રહે.

*કર્ક* રાશિને વૈવાહિક સુખમાં હાનિ, કષ્ટ, ધંધો, ભાગીદારીમાં તકલીફ રહે.

*સિંહ* રાશિમાં પ્રભાવથી વિરોધી બંધ થાય. સુખદ પરિણામ મળે. સફળતા મળે.

*કન્યા*માં શિક્ષામાં બધા, પ્રેમપ્રસંગોમાં ગેરસમજણ, બાળકો તરફથી તકલીફ રહે.

*તુલા*માં માતાનું સ્વાસ્થય સંભાળવું. પારિવારીક જીવન વિવાહ, મનમાં પ્રસન્નતાનો અભાવ રહે.

*વૃશ્ચિક*માં મહેનત. નુકશાન મળે, યાત્રા લાભદાયી રહે, ધન મળે.

*ધનરાશિ*માં ધનહાનિ, પરિવારમાં વાણીથી વિવાદ વધે, ખાવા-પીવાનું સંભાળવું. સ્વાસ્થય ધ્યાન રાખવું.

*મકર* રાશિમાં વાહન સંભાળીને ચલાવવું. શરીરને કષ્ટ, માનસિક કષ્ટ પડે.

*કુંભરાશિ*માં સ્વાસ્થય વિકાર, ધનહાનિ, માનસિક તનાવ રહે.

*મીન* રાશિમાં ધનલાભ થાય. સામાજિક માન-સમ્માન પ્રતિષ્ઠા વૃદ્ધિ થાય. મિત્રો મિત્રો મળે. સફળતા મળે.

ચંદ્રગ્રહણનો સૂતક સમય. ૧:૪૦ થી ૧૦:૨૧ રાત્રે સુધી રહે છે. આ સિવાય ભદ્રા. ૧૦:૨૯ સવારે સુધી રહે છે. તેથી આ સમયમાં રક્ષાબંધન નહીં મનાવી શકાય. માટે રાખડી બાંધવાનું શુભ મૂહૂર્ત સવારે ૧૧:૩૦ થી ૧:૩૯ સુધી રહે છે. આ સમયમાં પૂર્ણ પુણ્ય શુભ કાર્ય કરવું. આ તહેવાર આપણી ઓળખ છે.

આ ર્પૂિણમાએ વિશેષ ગર્ભવતિ મહિલાઓ ગ્રહણકાળમાં ૧ નાળિયેર પોતાની પાસે રાખે જેનાથી સૌરમંડળમાંથી નીકળતી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ તેમની ઉપર નહીં પડે.

જે લગ્નોત્સુક યુવક યુવતી છે તેમણે ગ્રહણ જોવું નહીં અને ઈષ્ટ દેવની ભક્તિ કરવી. વિદ્યા પ્રાપ્તિ માટે વિદ્યાર્થીઓએ ‘સરસ્વતિમંત્ર’ કરવો. બાકી શિવજીની આરાધના શ્રેષ્ઠ રહેશે.

વિડીયો