તો હવે એક હાથ આમ, ને બીજો હાથ આમ, ને બોલો રામ બોલો ભાઈ રામ… જુઓ જોરદાર કોમેડી વિડીયો

દેવાંગ પટેલનું સોપારી બાપુનાં નામે સરસ સમજવા જેવું હાસ્ય જેવું આ ગીત જોઈને તમે પણ ખડખડાટ હસી પડસો. દેવાંગ પટેલે ગુજરાતીમાં ખુબ સારા સુપર હીટ સોંગ આપ્યા છે એમાંનું જ આ એક જરા હટકે ટાઈપનું સરસ વિડીયો સાથેનું ગીત છે. ”રામ બોલો ભાઈ રામ” રોજીંદા જીવનમાં ભગવાનનાં નામ લેવાનું મહત્વ સમજાવતી આ ખુબ સરસ રચના ને જોતા જોતા ખુબ હસતા થઇ જસો.

કોમેડી ટાઈપ સોંગ માંથી ખાલી હસવા જ મળે એવું નથી એમાંથી ખુબ સારું સમજવા મળે એવું સુપર હીટ આ ગીત છે. જેના શબ્દો વાંચીને નીચે વિડીયો જુઓ.

પેલા 20 વરસ સુધી બૈરી એ કીધું એ કર્યું,

પછી 20 વર્ષ સુધી છોકરાએ કીધું એ કર્યું

તો ડોબા આખી જિંદગી તે પોતાનું સુ કર્યું?

તો હવે એક હાથ આમ ને બીજો હાથ આમ ને બોલો રામ બોલો ભાઈ રામ।.

જુવાની માં ડગ માંડતા તમારા ઝણ ઝણ્યાંતા તાર,

અને પત્ની સ્વરૂપે લાવ્યા નાજુક નમણી નાર,

પછી તમારા વધ્યા પગાર ને આવી મોટી કાર,ત્યાં તો લાવ્યા જે નમણી નાર એ થઇ ગઈ ગિરનાર,

તો હવે એક હાથ આમ ને બીજો હાથ આમ ને બો લો રામ બોલો ભાઈ રામ। .

જીવન ના એક પછી એક અભરખા તમે પુરા કર્યા,

પછી સૌહુનું જોઈને પોતાના પુત્ર ના લગન કર્યા ત્યાર પછી પુત્ર વહુ પ્રેમે તમને આંધાણા કર્યા ને પછી એ બધાયે તમને ઘરથી બાર કર્યા,

તો હવે એક હાથ આમ ને બીજો હાથ આમ ને બોલો રામ બોલો ભાઈ રામ।.

પછી પુત્ર ને છોડી તમે પુત્રી ને પ્રેમ કરતા ગયા,એના ભણવા ગણવા પર ધ્યાન આપતા ગયા,

પછી એને વળાવી તમારો ભાર હળવો કરવા ગયા ત્યાંતો એ દેવી તમને છોડી ને બીજા સાથે ભાગી ગયા,

તો હવે એક હાથ આમ ને બીજો હાથ આમ ને બો લો રામ બોલો ભાઈ રામ। .

પહેલા ક્યાંય સુધી તમે પૈસા પાછળ પડયા પૈસા મળ્યા તો પછી સ્ત્રી ની પાછળ પડયા,

સ્ત્રી મળી તો પછી સત્તા ની પાછળ પડયા,

પણ પડવું તો પ્રભુ ના પ્રેમ માં એ સમજવા માં મોડા પડ્યા,

તો હવે એક હાથ આમ ને બીજો હાથ આમ ને બોલો રામ બોલો ભાઈ રામ।.

– દેવાંગ પટેલ

જુયો નીચે વિડીયો માં રામ બોલો ભાઈ રામ.

વિડીયો 

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.