રામ જન્મભૂમિની પોસ્ટ ટિકિટ જાહેર, પહેલા પણ PM મોદી જાહેર કરી ચૂકેલ છે રામની 11 ટિકિટ, ફોટો અને કિંમત જુઓ.

રામ જન્મભૂમિ મંદિરની પહેલા પણ PM મોદીએ ભગવાન રામ પર 11 પોસ્ટ ટિકિટ જાહેર કરી છે, જુઓ નવા ટિકિટના ફોટા અને કિંમત

અયોધ્યા રામ મંદિર ભૂમિ પૂજન રામ જન્મભૂમિ મંદિર પૂર્વે પણ વડા પ્રધાન મોદીએ ભગવાન રામ ઉપર 11 ટપાલ ટિકિટો બહાર પાડી છે. જાણો – તેની કિંમત અને જુવો બહાર પાડેલી ટીકીટોના ફોટા.

અયોધ્યા રામ મંદિર ભૂમિપૂજન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘શ્રી રામ જન્મભૂમિ મંદિર’ ની ટપાલ ટિકિટ પણ બહાર પાડી છે. યાદગીરી તરીકે બહાર પાડવામાં આવેલી આ ટપાલ ટિકિટ રામ જન્મભૂમિ મંદિરના વર્તમાન મોડેલ ઉપર બનાવવામાં આવી છે. આ પહેલા પણ વડા પ્રધાન મોદી ભગવાન શ્રી રામ ઉપર 11 યાદગીરી માટે ટપાલ ટિકિટો બહાર પાડી ચુક્યા છે.

5 ઓગસ્ટ, 2020 ને બુધવારે વડા પ્રધાન મોદી દ્વારા અયોધ્યામાં રામ જન્મભૂમિ પૂજા દરમિયાન જે ટપાલ ટિકિટ બહાર પાડી છે, તેની કિંમત પાંચ રૂપિયા છે. હાલમાં પાંચ લાખ ટપાલ ટીકીટ છાપવામાં આવશે. આ ટપાલ ટિકિટો યુપી સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ વડા પ્રધાન મોદીએ ભગવાન રામ ઉપર 11 ટિકિટો બહાર પાડી હતી. આ રીતે દેશમાં શ્રી રામ ઉપર કુલ 12 લોકપ્રિય ટપાલ ટીકીટ રહેલી છે.

ત્રણ વર્ષ પહેલા વારાણસીમાં ટપાલ ટીકીટ બહાર પાડવામાં આવી હતી

અયોધ્યાથી લગભગ ત્રણ વર્ષ પહેલા 22 સપ્ટેમ્બર 2017 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીના માનસ મંદિરમાં શ્રીરામની જીવન કથા ઉપર ટિકિટ બહાર પાડી હતી. અહીંયા વડા પ્રધાને ભગવાન રામના જીવન ઉપર આધારીત 11 યાદગીરી માટે ટપાલ ટિકિટો બહાર પાડી હતી. આ તમામ ટપાલ ટીકીટ રામાયણના વિવિધ પ્રસંગો ઉપર આધારિત છે. તેમાં રામ-સીતા સ્વયંવરથી લઈને ભગવાન રામના રાજ્યાભિષેક સુધીના પ્રસંગો દર્શાવવામાં આવ્યા છે.

ટિકિટ ઉપર પ્રયાગરાજ (અગાઉના અલ્હાબાદ) ના સોરાંવ તાલુકાના શ્રિંગવરપુરના તે ઐતિહાસિક ફોટો પણ દર્શાવવામાં આવ્યો છે, જેમાં શ્રી રામ, લક્ષ્મણ અને સીતા બોટમાં સવાર થઈને નદી પાર કરતા જોવા મળી રહ્યા છે. આ રસ્તેથી ભગવાન રામ 14 વર્ષ માટે વનવાસ ગયા હતા.

વારાણસીમાં વડા પ્રધાન મોદી દ્વારા બહાર પાડવામાં આવેલી ટપાલ ટિકિટો રામાયણના જે પ્રસંગો ઉપર આધારિત છે, તેમાં સીતા સ્વયંવર, રામ વનવાસ, ભરત મિલાપ, કેવટ પ્રસંગ, જટાયુ સંવાદ, શબરી સંવાદ, અશોક વાટિકામાં હનુમાન-સીતા સંવાદો, રામ સેતુ નિર્માણ, સંજીવની લાવતા હનુમાન, રાવણ વધ અને અયોધ્યામાં પાછા ફરવાથી શ્રી રામના રાજ્યાભિષેક સુધીના સંસ્મરણો સમાયેલા છે. આ 11 ટપાલ ટીકીટની કુલ કિંમત 65 રૂપિયા છે. તેમાંથી 10 ટપાલ ટિકિટ પાંચ રૂપિયાની છે, જ્યારે એક ટપાલ ટિકિટ 15 રૂપિયાની છે.

આરસ અને લાકડાની ફ્રેમમાં પણ છે ટિકિટ

5 ઓગસ્ટે રામ મંદિર ભૂમિ પૂજનના શુભ પ્રસંગને ધ્યાનમાં રાખીને, પોસ્ટ વિભાગ દ્વારા વડા પ્રધાન દ્વારા બહાર પાડવામાં આવેલી 11 ટપાલ ટિકિટો આકર્ષક સ્વરૂપમાં રજૂ કરવામાં આવી છે. પોસ્ટ વિભાગ દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલી 11 ટપાલ ટિકિટો આરસ અને લાકડાની આકર્ષક ફ્રેમમાં પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

આરસની ફ્રેમમાં 11 ટપાલ ટીકીટોની સંપૂર્ણ શ્રેણી 1250 રૂપિયામાં ઉપલબ્ધ છે. લાકડાની ફ્રેમમાં આ ટપાલ ટીકીટોની કિંમત 250 રૂપિયા છે. પોસ્ટ વિભાગને આશા છે કે લોકો રામ મંદિર ભૂમિ પૂજનની સાથે આ ટપાલ ટિકિટો પ્રત્યે પણ રસ વધશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.