ઝાડની પાછળથી રામે કર્યો હતો બાલીનો વધ, જાણો બાલીએ કેવી રીતે લીધો પોતાનો બદલો

રામાયણમાં સીતાને શોધવા નીકળેલા પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણની ઘણા લોકો સાથે થયેલી મુલાકાતની ચર્ચા સાંભળવા મળે છે. તે દરમિયાન પ્રભુ શ્રીરામ સુગ્રીવને મળ્યા હતા, અને તેના મોટા ભાઈને મારીને તેની પત્ની તેને પાછી અપાવી દીધી હતી. સુગ્રીવના મોટા ભાઈ બાલી હતા જે શકીન્ધાના રાજા હતા. બાલીના લગ્ન વાનર વૈધ્યારાજ સુષેણની પુત્રી તારા સાથે થયા હતા જે એક અપ્સરા હતી. બાલીનો વધ શ્રીરામે કર્યો હતો એ વાત તો બધા જાણે છે. પરંતુ બાલીએ પોતાના વધના બદલામાં શ્રીરામ સામે લીધો હતો બદલો, તે વાતની જાણકારી ઘણા ઓછા લોકોને હશે.

બાલી પાસે હતો સોનાનો હાર :

વાનર રાજા બાલી ઘણા જ શક્તિશાળી હતા. એમને બીજા દ્વારા હરાવવા સરળ ન હતા. તેના પિતા વાનર શ્રેષ્ઠ ઋક્ષ હતા. બાલીને એક પુત્ર પણ હતો જેનું નામ અંગદ હતું. બાલી ઘણો પ્રતાપી અને શક્તિશાળી હતો. સાથે જ ગદા અને મલ્લ યુદ્ધમાં કુશળ હતો. તેની અંદર ઉડવાની શક્તિ હતી જેને કારણે જ તેને ઘણો શક્તિશાળી માનવામાં આવતો હતો.

બાલીને તેના ધર્મપિતા ઇન્દ્રએ એક સોનાનો હાર આપ્યો હતો. આ હારની શક્તિ એ હતી કે તે પહેરીને જયારે પણ બાલી કોઈ સાથે યુદ્ધ કરતો હતો, તો સામે વાળાની શક્તિ અડધી થઇ જતી હતી અને બાલીની અંદર સામે વાળાની શક્તિ આવી જતી હતી. એ કારણથી ઘણા બધા રાજા બાલી સામે હારી ચુક્યા હતા. ત્યાં સુધી કે રાવણને પણ બાલી એ પોતાની કાંખમાં દબાવીને રાખ્યો હતો અને તેની સામે જીતવું અશક્ય હતું.

ઝાડની પાછળથી કર્યો હતો બાલીનો વધ :

બાલીએ પોતાના નાના ભાઈની પત્નીને બળજબરીથી પોતાની કેદમાં રાખી હતી, અને બળજબરી પૂર્વક સુગ્રીવને પોતાના રાજ્ય માંથી બહાર કાઢી મુક્યો હતો. જયારે શ્રીરામ સુગ્રીવને મળ્યા તો તેમણે પોતાનું દુ:ખ પ્રભુને બતાવ્યું હતું. સાથે જ તેની શક્તિ પણ દેખાડી દીધી હતી. તેવામાં શ્રીરામ સામેથી બાલીને મારી શકતા ન હતા.

ત્યાર પછી દગો કરીને પ્રભુ શ્રીરામે ઝાડની પાછળથી બાલીનો વધ કર્યો હતો. બાલીનું મૃત્યુ તો થઇ ગયું હતું, પરંતુ હંમેશાથી એ વાતની દુશ્મની રહી હતી કે પ્રભુએ તેને પાછળથી માર્યો. તેનો બદલો લેવા માટે બાલી હંમેશા રાહ જોઈ રહ્યો હતો. ત્યાર પછી પ્રભુ શ્રીરામએ કૃષ્ણનો અવતાર લીધો, તો બાલીએ જરા નામના તીરથી બહેલિયાએ તેને હરણ સમજીને મારી દીધું હતું.

બાલીએ લીધો બદલો :

શ્રીકૃષ્ણએ દ્વારકામાં પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું હતું. અને સોમનાથ પાસે આવેલા પ્રભાસ વિસ્તારમાં તેમણે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. તેને ગાંધારીએ શ્રાપ આપ્યો હતો, કે જેવી રીતે મારા કુળનો નાશ થઇ ગયો, તેવી રીતે જ એક દિવસ તમારા કુળનો નાશ થઇ જશે. તેના શ્રાપને કારણે તેમના કુળનો નાશ થઇ ગયો હતો. શ્રીકૃષ્ણ ત્યાર પછી ઘણા દુ:ખી રહેવા લાગ્યા હતા. એક વખત તે ઝાડની નીચે આરામ કરી રહ્યા હતા, જયારે બહેલિયાએ તેને હરણ સમજીને તીર મારી દીધું હતું. તેની સાથે જ તેણે સમાજમાં સંદેશ આપ્યો કે જે જેવું કરે છે છેલ્લે તેને તેવું જ પ્રાપ્ત થાય છે.