રામ મંદિર ભૂમિ પૂજનના અવસર પર ગળગળી થઈ ટીવીની ‘સીતા’, કહ્યું ‘500 વર્ષોના સંઘર્ષ પછી રામલલા….’

માતા સીતાએ રામ મંદિરના ભૂમિ પૂજન ઉપર ખુશી વ્યક્ત કરી, જણાવ્યું ‘500 વર્ષોના સંઘર્ષ પછી રામલલા….’

છેવટે તે દિવસ આવી જ ગયો જેની કરોડો રામભક્તો રાહ જોઈ રહ્યા હતા. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજનના અવસર પર દેશના કરોડો લોકોમાં રામ ભક્તિની આસ્થા ભરપૂર દેખાઈ હતી. ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે લોકો સોશિયલ મીડિયા પર ભરપૂર કૉમેન્ટ્સ કરી રહ્યા છે. આ દરમિયાન ‘રામાયણ’ ની સીતા દીપિકા ચિખલિયાએ પણ રામ મંદિરના નિર્માણની શરૂઆત પર ખુશી વ્યકત કરી છે. દીપિકા ચિખલિયાએ હાલમાં જ પોતાની ખુશી સોશિયલ મીડિયા દ્વારા શેયર કરી છે.

This is a matter of pride for all Indians …home coming and welcoming the lord back after a struggle of 500years ….#ram #mandir #ayodhya #sita#ramsita#sitaram #narendramodi #ramayan#ramayana#lights#diwali#deepavali

Posted by Dipika Chikhlia Topiwala on Tuesday, August 4, 2020

તેમણે હાથમાં દીવો પ્રગટાવતા એક પોસ્ટ લખી છે અને કહ્યું છે, ‘આ દરેક ભારતીયો માટે ગર્વની વાત છે…. ભગવાનના પાછા આવવાનું સ્વાગત કરવાનું છે. 500 વર્ષોના સંઘર્ષ પછી છેવટે સ્વામી પાછા આવી રહ્યા છે. ‘

એટલું જ નહિ, આ પહેલા દીપિકા ચિખલિયાએ વીતેલા દિવસોમાં પણ એક લાંબી પોસ્ટ લખીને એક તરફ રક્ષાબંધન સાથે જોડાયેલી પોતાની વાતો શેયર કરી હતી, તો તેની સાથે જ તેમણે લખ્યું હતું કે, ‘કાલે રામ જન્મભૂમિ શિલાન્યાસ છે…. લાંબા સમયથી જેની પ્રતીક્ષા હતી તે પુરી થઈ ગઈ છે…. રામલલા ઘરે પાછા આવી રહ્યા છે…. આ એક શાનદાર અનુભવ થવા થઈ રહ્યો છે… એવું લાગે છે કે આ વર્ષની શરૂઆતમાં જ દિવાળી આવી ગઈ છે…. બસ આ વિષયમાં વિચારીને જ ભાવુક થઈ રહી છું… આવતીકાલની આતુરતાથી રાહ છે.’ દીપિકા ચિખલિયાની આ પોસ્ટ તમે અહીં જોઈ શકો છો.

દીપિકા ચિખલિયાએ રામાનંદ સાગરની સિરિયલ રામાયણમાં સીતાનું પાત્ર ભજવ્યું હતું. લોકડાઉનના દિવસોમાં રામાનંદ સાગરની આ સિરિયલને ફરીથી દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી હતી, જેમાં સીતાના પાત્રમાં દીપિકા ચિખલિયાને ઘણી પ્રશંસા મળી હતી. ત્યારબાદ દીપિકા ચિખલિયાની સોશિયલ મીડિયા પર જબરજસ્ત ફેન ફોલોઇંગ વધી ગઈ. દીપિકા ચિખલિયા હવે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાના રોજિંદા જીવનની વાતો પોતાના ફેન્સ સાથે શેયર કરતી જોવા મળે છે.

આ માહિતી બોલિવૂડ લાઈફ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.