શુક્રાણુઓમાં વૃદ્ધિ કરવા માટે રામબાણ પ્રયોગ. વાંચો આ આર્ટીકલ, કારગર છે તુલસીના બીજ જે બધે જ સુલભ છે.

શુક્રાણુઓમાં વૃદ્ધી કરવા માટે રામબાણ પ્રયોગ !!

વીર્ય એક જૈવિક તૈલી પદાર્થ છે, જેને ધાતુના નામથી ઓળખવામાં આવે છે. તે મોટાભાગે શુક્રાણુઓના મળવાથી બને છે. વીર્ય શરીરનું ઘણું કિંમતી ધાતુ છે. ભોજનથી વીર્ય બનવાણી પ્રક્રિયા ઘણી લાંબી છે. જે ભોજન પચે છે, તેની પહેલા રસ બને છે. પાંચ દિવસ તેનું પાચન થઈને રસ બને છે, તેમાંથી ૫-૫ દિવસના અંતરે મેદ, મેંદથી હાડકા, હાડકાથી ભેજો અને ભેજામાંથી છેલ્લે વીર્ય બને છે. આવી રીતે વીર્ય બને છે અને ૮૦૦ ગ્રામ લોહીમાંથી લગભગ ૨૦ ગ્રામ વીર્ય બને છે.

ભારતમાં પુરુષોના વીર્યમાં વર્ષમાં સરેરાસ શુક્રાણુઓની ઉણપ જોવા મળી રહી છે. ભારતમાં પુરુષોમાં હવે પહેલા જેવી વાત નથી રહી. શુક્રાણુઓમાં આવીને અને સંરચનામાં ખામીઓ આવી રહેલ છે. ૧૯૮૭ માં એક તંદુરસ્ત વ્યક્તિના વીર્યમાં શુક્રાણુઓની ગણતરી ૬ કરોડ લીટર દીઠ જોવામાં મળેલ હતી, ૨૦૧૨ માં આ ગણતરી ૬ કરોડમાંથી ૨ કરોડ થઇ ગઈ હતી.

આજકાલ ઘણા લોકોની યાદશક્તિ અને વીર્ય નબળા થવાને કારણે જ ચિંતિત છે. આ બધુ આપણું ખોટું ખાવા પીવાનું અને રહેણીકરણીને કારણે થાય છે. જેમ કે ભેળસેળ વાળું ખાવાનું કે પછી નશો કરવાને કારણે આપણે ઘણી જાતની શારીરિક તકલીફોનો સામનો કરવો પડે છે. હસ્તમૈથુન કરવું પણ તેનું એક મોટું કારણ ગણવામાં આવેલ છે. આ બધા કારણોને લીધે જ તો ઘણા બધા નપુંસકતાનો ભોગ થઇ ગયા છે.

આજે અમે તમને થોડા એવા ઘરેલું આયુર્વેદિક નુસખા જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે તમારી ચિંતાઓ દુર કરી શકો છે. વીર્ય સબંધી રોગોથી બચવા માટે તમે નીચે આપવામાં આવેલ ત્રણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો.

શુક્રાણુઓમાં વૃદ્ધી કરવા માટે ૩ મહત્વના ઉપચાર.

૧. તુલસીના બીજ

૨. બથુઆ

૩. દૂધ અને કેસર

આવો જાણીએ કેવી રીતે કરવામાં આવે છે તેનો ઉપયોગ.

તુલસીના બીજ :

તુલસીના બીજ અડધો ગ્રામ (વાટેલા), પાન સાથે સાડા કે માત્ર સાધારણ કાથો, ચૂનો લગાવેલ પાન સાથે રોજ સવારે અને સાંજે ખાલી પેટ ખાવાથી વીર્યમાં વધારો અને લોહી શુદ્ધ થાય છે.

વિશેષ :

૧. જે લોકો પાન નથી ખાતા, તે એક ભાગ તુલસીના બીજનું ચૂર્ણને બે ભાગ જુના ગોળમાં ભેળવીને લઇ શકે છે.

૨. જરૂર મુજબ ૧૦ થી ૪૦ દિવસ સુધી લો. સામાન્ય રીતે આઠ દસ દિવસનો ઉપયોગ પુરતો રહે છે. વધુમાં વધુ ચાલીસ દિવસ સુધી પ્રયોગ કરી શકાય છે.

૩. તુલસીના બીજ ઘણા ગરમ હોવાને લીધે આ પ્રયોગ માત્ર ઠંડી ઋતુમાં જ કરવો જોઈએ.

૪. મોટાભાગે પુરુષ શક્તિવર્ધક ઔષધિઓ પાછળ ભાગનારા જો નપુંસકત્વ રોગ નાશક તુલસીના બીજનો યોગ્ય ઉપયોગ કરે તો પાંચ અઠવાડિયામાં જ તેમની ચિંતા દુર થઇ શકે છે.

૫. તે ઉપરાંત ગેસ કફથી ઉભા થતા ઘણા રોગો મટી જાય છે.

પરેજી :

૧. તેલ અને તળેલી વસ્તુ, વધુ પ્રમાણમાં લાલ મરચું, મસાલાવાળા પદાર્થ, આંબલી, આમચૂર, વધુ ખાટું અને અથાણું ન લેવું.

૨. પ્રયોગ દરમિયાન ઘીનું યોગ્ય સેવન કરવું જોઈએ.

૩. પેટની શુદ્ધિ ઉપર પણ ધ્યાન આપવું જોઈએ. કબજિયાત ન થવા દેવી જોઈએ. કબજિયાત વધુ રહે છે તો પ્રયોગ પહેલા પેટને હળવું દ્સ્તાવર જેવું ત્રિફળા ચૂર્ણ એક ચમચી અથવા બે ત્રણ નાની હરડેનું ચૂર્ણ ગરમ દૂધ કે ગરમ પાણી સાથે, સુતા પહેલા છેલ્લી વાસ્તુ તરીકે લો.

૪. સેવન સમયમાં બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે.

૫. ઔષધી સેવનની આગળ પાછળ ઓછામાં ઓછું બે કલાક કાંઈ ન ખાવું. ખાલી પેટ સેવનથી તે ઉપયોગી છે.

બથુઆ :

બથુઆનું શાક લીલા પાંદડાનું શાક ઘણું ગુણકારી છે. બથુઆ શુક્રાણુંની વૃદ્ધી કરે છે. લોહીની શુદ્ધિ કરે છે. યાદશક્તિ તેજ કરે છે. આમાશયને શક્તિ પૂરી પાડે છે. કબજિયાત નાશક અને જઠરાગ્નિવર્ધક છે. ગરમીમાં વધેલા યકૃતને ઠીક કરે છે. પથરીથી બચાવે છે. તે જ્યાં સુધી લીલું મળે, લીલું સેવન કરવું જોઈએ, નહી તો સુકું લઇ લો. તેને વાટીને અથવા તેને કાપીને લોટમાં ગુંદીને રોટલી બનાવીને ખાવું પણ લાભદાયક છે.

દૂધ અને કેસર :

દૂધ અને કેસર ઠંડી ઋતુમાં ૨૫૦ગ્રામ ઉકાળેલા દુધમાં ચાર પાંચ કેસરની પાંખડીઓ સારી રીતે ભેળવીને, સાકર નાખીને, આ દૂધ સવરે કે રાત્રે સુતા પહેલા પીવામાં આવે તો પુરુષત્વ શક્તિમાં ઘણો વધારો થાય છે. સ્ફૂર્તિ આવે છે. લોહીનો સંચાર વધે છે. શરીરનો રંગ નિખરે છે. અસરની દ્રષ્ટીએ ઘણું કામદીપક, ઉત્તેજિત અને બાજીકરણ છે. તેના સેવનથી શરદીની અસર પણ ઓછી થાય છે. શરદીથી બચાવ થાય અને હાથ પગ બરફ જેવા ઠંડા થતા મટે છે.