રમજાન 2019 : રોજા દરમિયાન ગર્ભવતી મહિલાઓ રાખે આ વાતોનું ધ્યાન.

રહમતો અને બરકતોનો પાક મહિનો ‘રમજાન શરુ થઇ ગયો છે.’ તે દરમિયાન રોજા રાખવા વાળાએ ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. ઇસ્લામિક માન્યતાઓ મુજબ રમજાનના પાક મહિનામાં જન્નતના દરવાજા ખુલી જાય છે, આ પાક મહિનામાં કરવામાં આવેલા તમામ સારા કર્મોનું ફળ અનેક ગણું વધુ મળે છે.

આ પાક મહિનામાં કરવામાં આવેલા તમામ સારા કર્મોનું ફળ અનેક ગણું વધુ મળે છે. આમ તો રમજાન દરમિયાન તમામ રોજેદારો માટે એક સરખા જ નિયમ હોય છે, પરંતુ પ્રેગનેન્ટ મહિલાઓ, વડીલો અને બાળકો માટે આ નિયમોમાં થોડી રિયાયત આપવામાં આવી છે. આવો જાણીએ પ્રેગનેન્ટ મહિલાઓએ રોજ દરમિયાન કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

આ વાતોનું ધ્યાન :

જો કોઈ ગર્ભવતી મહિલાએ રોજા રાખેલા છે અને અચાનક તેના શરીરમાં નબળાઈનો અનુભવ થવા લાગે, તો તે રોજા તોડી શકે છે.

એવી ગર્ભવતી મહિલાઓ જેનું લોહીનું દબાણ વધુ કે ઓછું રહે છે, તેને પણ રોજ ન રાખવા જોઈએ.

જો અચાનક તમને અનુભવ થાય કે તમારૂ બાળક પેટમાં કામગીરી નથી કરી રહ્યું કે ઓછું કરી રહ્યું છે, તો તમારા રોજા તે સમયે તોડી દો.

જો તમારું વજન સતત ઓછું થઇ રહ્યું છે કે ડોકટરે તમને રોજા રાખવાની મનાઈ કરી છે, તો પણ તમે રોજા રાખવાથી પરેજી રાખી શકો છો.

જો તમને ઘણી વધુ તરસ લાગી રહી છે કે પેશાબ ઓછો કે ઘાટા રંગનો આવી રહ્યો છે, તો પણ તમે રોજો તોડી શકો છો.

રાખવાની છે સાવચેતી :

સવારે ખાવામાં આવતી સહરીને ક્યારેય ન છોડો. તે તમને આખો દિવસ ઉર્જાવાન બની રહેવામાં મદદ કરે છે.

પલાળેલી બદામ સાથે તમારા દિવસની શરુઆત કરો. તેની સાથે ફળ, જ્યુસ કે દૂધનું સેવન કરો.

દિવસ આખો પોતાને એનર્જીથી ભરપુર રાખવા માટે ખાવામાં ઉચા પ્રકારના ફાઈબર વાળા આહાર, જેવા કે શાકભાજી સાથે પનીર, ચીકન, ઈંડા સાથે મલ્ટીગ્રેન રોટલીનું સેવન કરો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.