આ છે શ્રીનીવાશ રામાનુજનનો જાદુઈ વર્ગ :
આ વર્ગ પોતાનામાં જ એક વિશેષ વર્ગ છે :
1. વર્ગની દરેક કોલમની સંખ્યાઓનો યોગ 139 છે.
22 + 88 + 10 + 19 = 139
12 + 17 + 24 + 86 = 139
18 + 9 + 89 + 23 = 139
87 + 25 + 16 + 11 = 139
2. વર્ગની દરેક રોની સંખ્યાઓનો યોગ 139 છે.
22 + 12 + 18 + 87 = 139
88 + 17 + 9 + 25 = 139
10 + 24 + 89 + 16 = 139
19 + 86 + 23 + 11 = 139
3. વર્ગમાં હાજર વિકણોની સંખ્યાઓનો યોગ 139 છે.
22 + 17 + 89 + 11 = 139
87 + 9 + 24 + 19 = 139
4.વર્ગના ચારેય કોણો પર હાજર સંખ્યાઓનો યોગ 139 છે.
22 + 87 + 19 + 11 = 139
5. વર્ગની વચ્ચે હાજર ચારેય સંખ્યાઓનો યોગ 139 છે.
17 + 9 + 24 + 89 = 139
6. અને સૌથી મોટી રસપ્રદ વાત પહેલી લાઈન મા હાજર અંક રામાનુજનની જન્મતિથિ છે.
22/12/1887
રામાનુજન નંબર – 1729
જે સમયે રામાનુજન બીમારીના કારણે દવાખાનામાં દાખલ હતા તે સમયે તેમને મહાન બ્રિટિશ ગણિતશાસ્ત્રી G.H.Hardy ટેક્સી કેબમાં આવ્યા હતા જેનો નંબર 1729 હતો. Hardyએ રામાનુજનને કહ્યું કે મને આ નંબર જરા પણ પસંદ નથી, તેમાં કઈ ખાસ નથી.
રામાનુજને કહ્યું કે ના મિત્ર આ ખુબ જ રોચક નંબર છે બે અલગ અલગ સંખ્યાઓવાળો ઘનનો યોગ છે….
રામાનુજન નંબરના કેટલાક બીજા નિરીક્ષણ :-
1. જો નકારાત્મક ઘનને મંજૂરી દેવામાં આવે તો 91 સૌથી નેનો ધન હશે. જે એકદમ રામાનુજન નંબરની રીતે કાર્ય કરશે.91 = 6 ^ 3 + ( ? 5 ) ^ 3 = 4 ^ 3 + 3 ^ 3
2. મનગમતી વાત એ છે કે 91 પણ 1729નો એક અવયવ છે ( 91 * 19 = 1729 )
3. 1729ને Hardy રામાનુજન નંબર પણ કેહતા હતા.
4. 1729 ને ટેક્સી કેબ નંબર પણ કહે છે.
ભારતના મહાન વૈજ્ઞાનિકને હોલિવૂડમાં ઘણું સમ્માન મળ્યું અને તેના પર એક ફિલ્મ પણ બની ” The Man Knew Infinity ” જેનું ટ્રેલર અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો.