રામાયણ અનુસાર તમારી આ ભૂલોને કારણે ઘરમાં આવે છે દરિદ્રતા, આજે જ સાવચેત થઈ જાવ

તમારા જીવનમાં સુખ અને ધન પ્રાપ્તિ માટે માતા લક્ષ્મીજીના આશીર્વાદ હોવા ઘણા જ જરૂરી છે, જો માતા લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરશે તો તમારા ઘરમાં ક્યારે પણ પૈસા સાથે જોડાયેલી સમસ્યા ઉભી નહી થાય. ધનની દેવી માતા લક્ષ્મીજીને ચંચળ સ્વભાવના માનવામાં આવે છે. તે ક્યારે પણ એક સ્થળે નથી રહી શકતા, માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા સરળ છે, પરંતુ જેટલા જલ્દી તે તમારાથી પ્રસન્ન થાય છે એટલા જ જલ્દી તમારાથી નારાજ પણ થઇ જાય છે.

ખાસ કરીને આપણે જાણે અજાણે એવા થોડા કાર્યો કરી દઈએ છીએ, જેના કારણે માતા લક્ષ્મીજી આપણાથી નારાજ થઇ જાય છે. જો તમે ઈચ્છો છો કે તમારી ઉપર માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ હંમેશા જળવાઈ રહે તો તમારે થોડા કામ કરવાથી દુર રહેવું, કેમ કે આ કામ કરવાની શાસ્ત્રો મુજબ ના પાડવામાં આવી છે. તમારા દ્વારા કરવામાં આવેલી આ ભૂલથી માતા લક્ષ્મીજી તમારાથી હંમેશા માટે નારાજ થઇ શકે છે, અને તમારું ઘર છોડીને ચાલ્યા જશે. જેને કારણે તમારે ગરીબીનો સામનો કરવો પડશે. એટલા માટે તમે આ ભૂલોને કરવાથી હંમેશા દુર રહો.

આવો જાણીએ કઈ ભૂલોથી માતા લક્ષ્મીજી થાય છે નારાજ :

જો કોઈ વ્યક્તિ મદિરાપાન(દારૂ વગેરે પીવું) કરે છે, તો તેના કારણે માતા લક્ષ્મીજી તે વ્યક્તિથી નારાજ થઇ જાય છે. જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર હંમેશા જળવાઈ રહે તો તમે મદિરાનું સેવન ન કરો.

તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે, તમે ક્યારે પણ ધનની દેવી માતા લક્ષ્મીજીની મૂર્તિને વાદળી રંગના કપડા પહેરીને સ્પર્શ ન કરો. કેમ કે તેનાથી લક્ષ્મીજી નારાજ થાય છે.

તમે તમારા ઘરમાં કાથો જમાવીને ન રાખો, કેમ કે તેનાથી માતા લક્ષ્મીજી તમારાથી નારાજ થઇ શકે છે.

માતા લક્ષ્મીજીને આવી રીતે કરો પ્રસન્ન :

જો તમે માતા લક્ષ્મીજીને પીળા રંગના ફૂલ, પીળા રંગના વસ્ત્ર અર્પણ કરો છો તો તેનાથી માતા લક્ષ્મીજી તમારાથી અતિ પ્રસન્ન થશે. કેમ કે પીળો રંગ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે, તેવામાં જો તમે લક્ષ્મીજીને પીળી વસ્તુ અપર્ણ કરો છો, તો તે તમારાથી હંમેશા પ્રસન્ન રહેશે.

જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર હંમેશા જળવાઈ રહે, તો તમે હવન પૂજનમાં લવિંગ, ઇલાયચીનો ઉપયોગ જરૂર કરો. તેનાથી માતા લક્ષ્મીજી જલ્દી પ્રસન્ન થશે.

માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો સૌથી ઉત્તમ ઉપાય એ છે કે, તમે તલના તેલનો દીવડો તેમની સમક્ષ પ્રગટાવો.

જો તમે ઈચ્છો છો કે ધનની દેવી માતા લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે, તો તમે હંમેશા તમારા ઘરમાં રહેલા સીલ બટ્ટા(મરચા આદુ વગેરે છૂંદવાનું સાધન) ને આડું કરીને જ રાખો.

દરેક માણસને પોતાના જીવનમાં સફળતા મેળવવા અને ધનની અછતને દુર કરવા માટે તેમના પર માતા લક્ષ્મીજીના આશીર્વાદ હોવા ઘણા જ જરૂરી છે. જો તમારી ઉપર માતા લક્ષ્મીજીના આશીર્વાદ જળવાઈ રહે, તો તમે તમારા જીવનમાં સતત પ્રગતી પ્રાપ્ત કરશો અને તમને આર્થિક તકલીફોમાંથી છુટકારો મળશે. ઉપર થોડી વાતો જણાવવામાં આવી છે, જો તમે તે વાતોનું ધ્યાન આપશો તો તેનાથી માતા લક્ષ્મીજી તમારી ઉપર હંમેશા ખુશ રહેશે. એ કારણે જ તમારા જીવનમાં ક્યારે પણ કોઈ પ્રકારની તકલીફ કે ધનની અછત નહિ આવે, અને ગરીબી તમારા કુટુંબથી દુર રહેશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.