રામાયણ કાળ સાથે જોડાયેલો છે ચિત્રકુટનો ઈતિહાસ, જાણો ચિત્રકૂટના દર્શનીય સ્થળ વિષે

ચિત્રકૂટના જોવા લાયક સ્થળ : રામજીને ૧૪ વર્ષનો વનવાસ આપવામાં આવ્યો હતો અને વનવાસ દરમિયાન રામજીએ પોતાના ૧૧ વર્ષ ચિત્રકૂટમાં જ પસાર કર્યા હતા. ચિત્રકૂટ એક ધામ તરીકે પ્રસિદ્ધ છે અને દુર દૂરથી લોકો આ સ્થળ ઉપર આવે છે. ચિત્રકૂટ ધામને તપ ભૂમિ પણ કહેવામાં આવે છે અને આ સ્થળ ઉપર ઘણા બધા મહર્ષિઓએ તપ કર્યું હતું. ચિત્રકૂટનો ઉલ્લેખ આપણને રામાયણ ગ્રંથ માંથી મળે છે અને આ ગ્રંથમાં આ સ્થાનનું વર્ણન ઘણી વખત કરવામાં આવ્યું છે.

અયોધ્યા છોડ્યા પછી સીતાજી ચિત્રકૂટમાં આવેલા વાલ્મીકીના આશ્રમમાં જ રહ્યા હતા. એવી પણ માન્યતા છે કે લવ કુશ દ્વારા અશ્વમેઘ યજ્ઞનો ઘોડો આ સ્થળ ઉપર બાંધવામાં આવ્યો હતો. આ સ્થળ ઉપર મહર્ષિ અત્રીનો આશ્રમ પણ રહેલો હતો. જ્યાં ઘણા બધા ઋષિમુનીઓ રહેતા હતા.

ક્યા રાજ્યમાં છે ચિત્રકૂટ ?

ચિત્રકૂટ જીલ્લો કુલ ૩૨૦૨ ચોરસ કી.મી, માં ફેલાયેલો છે અને તે ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલો છે. આ જગ્યા ઉપર ઘણા બધા દર્શનીય સ્થળ રહેલા છે.

ચિત્રકૂટના દર્શનીય સ્થળ

ચિત્રકૂટના દર્શનીય સ્થળોનો સંબંધ રામાયણ કાળ સાથે જોડાયેલો છે. ચિત્રકૂટમાં રામ ભક્ત જરૂર આવતા રહે છે  અને અહિયાં આવેલા મંદિરોમાં આવીને પૂજા કરે છે. તો આવો જાણીએ ચિત્રકૂટના દર્શનીય સ્થળો વિષે.

સીતાપુરનું મંદિર

ચિત્રકૂટના દર્શનીય સ્થળોમાં સીતા મંદિર પ્રસિદ્ધ છે. ચિત્રકૂટમાં આવેલા સીતાપુર સ્થળ ઉપર ઘણા બધા મંદિર છે અને આ સ્થળ ચિત્રકૂટથી ૧૧ કી.મી.ના અંતરે છે. આ સ્થળ ઉપર રાઘવ પ્રયાગ છે, જ્યાં સ્નાન કરવામાં આવે છે. તે ઉપરાંત કામદગીરીની પરિક્રમા કરવા માટે પણ લોકો આ સ્થળ ઉપર આવતા રહે છે. એટલા માટે જો તમે સીતાપુર જાવ તો આ સ્થળની જરૂર મુલાકાત લેજો.

એવું કહેવામાં આવે છે કે કામદગીરી પર્વતની પરિક્રમા કરવાથી દરેક કામના પૂરી થઇ જાય છે. તે પર્વત પાંચ કી.મી. ક્ષેત્રમાં ફેલાયેલો છે. અને આ પર્વતની આસપાસ ઘણા બધા મંદિર પણ આવેલા છે.

જાનકીકુંડ

જાનકીકુંડ ચિત્રકૂટના દર્શનીય સ્થળોનું બીજું પ્રસિદ્ધ સ્થળ છે. જાનકીકુંડમાં સીતા દ્વારા રોજ સ્નાન કરવામાં આવતું હતું. એટલા માટે તે સ્થળને જાનકીકુંડ કહેવામાં આવે છે. આ કુંડની પાસે જ મંદાકીની નદી પણ વહે છે. એટલું જ નહિ આ સ્થળ ઉપર રઘુવીર મંદિર અને સંકટ મોચન મંદિર પણ આવેલું છે.

ભરતકૂપ

ભરતે ભારતની તમામ નદીઓના જળ એકત્રિત કરીને ભરતકૂપમાં રાખ્યા હતા અને આ જળના ઉપયોગથી ભગવાન રામે રાજ્યાભિષેક કર્યો હતો. માન્યતા એ છે કે મુનીની સલાહ ઉપર ભરતે તમામ નદીઓ માંથી લાવેલા જળને એક કૂપમાં રાખી દીધું હતું. આ કૂપને ભરત કૂપના નામથી ઓળખવામાં આવે છે. આ કૂપ પાસે જ ભગવાન રામનું એક મંદિર પણ છે.

કેવી રીતે પહોચવું

ચિત્રકૂટ સાથે વિમાન, રેલ્વે અને રોડ માર્ગ જોડાયેલા છે. આ સ્થળ પાસેનું નજીકનું વિમાનઘર પ્રયાગરાજ છે. જયારે નજીકનું રેલ્વે સ્ટેશન કર્વી છે જે ચિત્રકૂટથી ૮ કી.મી. ના અંતરે આવેલું છે. તે ઉપરાંત દિલ્હી અને આજુબાજુના રાજ્યમાંથી રોડ રસ્તે પણ ચિત્રકૂટ સરળતાથી આવી શકાય છે.

ક્યાં રોકાવું

ચિત્રકૂટમાં તમારે રહેવા માટે ધર્મશાળા સરળતાથી મળી જશે. તે ઉપરાંત આ સ્થળ ઉપર ઘણી બધી હોટલ પણ આવેલી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.