‘રામાયણ’ નાટક બનાવતા પહેલા સાબુ વેચતા હતા રામાનંદ સાગર, વાંચો એમના જીવનની સ્ટોરી

રામાનંદ સાગર એક પ્રસિદ્ધ નિર્માતા નિર્દેશક તરીકે ખાસ કરીને ઓળખવામાં આવે છે અને તેમના દ્વારા બનાવવામાં આવેલી રામાયણ આજે પણ લોકો વચ્ચે પ્રસિદ્ધ છે. રામાનંદ સાગર એક સામાન્ય એવા કુટુંબમાં જન્મ્યા હતા. તેમનો જન્મ ૨૯ ડીસેમ્બર ૧૯૧૭ના રોજ લાહોર પાસે થયો હતો. જન્મના સમયે તેનું નામ તેના માતા પિતાએ ચન્દ્ર્મૌલિ ચોપડા રાખ્યું હતું. આમ તો પાછળથી તેના દાદાએ તેનું નામ બદલીને રામાનંદ રાખી દીધું હતું.

લાહોર માંથી કર્યો અભ્યાસ :-

રામાનંદ સાગરે સ્કુલ અને કોલેજ સુધીનું શિક્ષણ લાહોર માંથી જ પ્રાપ્ત કર્યું હતું. તેમણે પત્રકારીતામાં અભ્યાસ કર્યો હતો અને તેમને વાર્તા લખવાનું ઘણું પસંદ હતું. તે દરમિયાન ઘર ખર્ચ ચલાવવા માટે રામાનંદ સાગરે નોકર, ટ્રક ક્લીનર અને સાબુ વેચવાનું કામ પણ કર્યું હતું. તેનો અભ્યાસ પૂરો કર્યા પછી રામાનંદ સાગરે વર્ષ ૧૯૩૨ આમ તો કલેયર બોય તરીકે કાર્ય કર્યું હતું. તે દેશના ભાગલા થયા પછી રામાનંદ પોતાના આખા કુટુંબ સાથે ભારત આવી ગયા હતા અને મુંબઈમાં રહેવા લાગ્યા હતા.

મુંબઈ આવ્યા પછી રામાનંદ સાગરે ઘણો સંઘર્ષ કર્યો હતો. બે વર્ષ સુધી સંઘર્ષ કર્યા પછી રામાનંદ સાગરને રાજ કપૂર સાથે કામ કરવાની તક મળી હતી અને તેમણે વર્ષ ૧૯૪૯માં રાજ કપૂરની આવેલી ફિલ્મ બરસાત માટે ડાયલોગ્સ અને સ્ક્રીનપ્લે લખવાનું કામ કર્યું હતું.

વર્ષ ૧૯૫૦માં રામાનંદ સાગરે પોતાનો બિજનેસ શરુ કર્યો હતો અને તેમણે સાગર આર્ટ કોર્પોરેશન નામની પોતાની પ્રોડક્શન કંપની શરુ કરી હતી. પોતાની પ્રોડક્શન કંપની હેઠળ રામાનંદ સાગરે ઘણી બધી ફિલ્મો જેવી કે પૈગામ, આંખે, લલકાર, જિંદગી અને આરઝૂ બનાવી હતી. આમ તો આ ફિલ્મો એટલી સફળ ન રહી.

રામાયણથી મળી ઓળખ :-

રામાનંદ સાગરે રામાયણ ધારાવાહિક દ્વારા લોકો વચ્ચે ઓળખાણ મળી હતી. રામાનંદ સાગર દ્વારા બનાવવામાં આવેલુ રામાયણ નાટક પણ ઘણું જ પ્રસિદ્ધ નાટક રહ્યું હતું.

તે નાટક ૮૦ના દશક દરમિયાન બનાવવામાં આવ્યું હતું. જે દુરદર્શન ચેનલ ઉપર પ્રસારિત કરવામાં આવ્યું હતું.

આ નાટક ૨૫ જાન્યુઆરી ૧૯૪૯થી શરુ થયું હતું અને ૩૧ જુલાઈ ૧૯૪૯ સુધી ચાલ્યું હતું. આ ધારાવાહિક રોજ રવિવારના દિવસે સવારે ૯ વાગ્યે આવતી હતી અને તેના કુલ ૭૮ એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

એવું કહેવામાં આવે છે કે આ નાટક દરમિયાન રોડ એકદમ ખાલી રહેતા હતા. કેમ કે લોકો આ નાટક જોવા માટે ઘરોમાં જ રહેતા હતા અને કામકાજ છોડી દેતા હતા.

રામાયણને કારણે જ માત્ર રામાનંદ સાગર નહિ પરંતુ આ નાટકમાં કામ કરવા વાળા કલાકારોનું નસીબ પણ એકદમ બદલાઈ ગયું હતું.

આ નાટક દ્વારા રામાનંદ સાગરે ઘર ઘરમાં રામાયણની કથા પહોચાડી હતી. તે સમયની આ ઘણી જ સફળ ધારાવાહિક હતી. આ ધારાવાહિક એટલી ફેમસ થઇ હતી કે આ ધારાવાહિકમાં ભગવાનનું પાત્ર નિભાવનારા કલાકારોને લોકો દ્વારા ભગવાન માનવામાં આવતા હતા.

વર્ષ ૨૦૦૫ના રોજ થયું અવસાન :-

રામાનંદ સાગરે પોતાના જીવનનો છેલ્લો શ્વાસ ૧૨ ડીસેમ્બર ૨૦૦૫ના રોજ લીધો હતો. આમ તો તે લાંબા સમયથી બીમાર રહેતા હતા. રામાનંદ સાગરનું જીવન યુવાનો માટે ઘણું જ પ્રેરણાદાયક છે અને તેમના જીવનમાંથી આપણેને ઘણું બધું શીખવા મળે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.