‘રામાયણે’ ઉભો કર્યો સવાલ, શું સાસુ-વહુના નાટકો જોવા માંગે છે ઇન્ડિયન ટેલિવિઝન દર્શક?

2015 થી લઈને આજ સુધી ટીઆરપીની બાબતમાં બેસ્ટ સિરિયલ બની રામાયણ, શું હજુ પણ લોકો સાસુ-વહુના નાટક જોવા માંગે છે?

બાર્ક ઇન્ડિયાના હવાલેથી પ્રસાર ભારતીના સીઈઓ શશી શેખરે કહ્યું છે કે, “રામાયણ” છેલ્લાં પાંચ વર્ષમાં સામાન્ય મનોરંજન કેટેગરીમાં શ્રેષ્ઠ સિરિયલ બની ગઈ છે. ન્યૂઝ 18 હિન્દી ડિજિટલ પ્રાઇમ ટાઇમમાં વાંચો તેનું શું કારણ છે.

નવી દિલ્હી. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયા (બીએઆરસી ઇન્ડિયા) ભારતીય ટેલીવિઝન ને લઈને સચોટ આંકડા પ્રકાશિત કરે છે. સંપૂર્ણ લોકડાઉનની બરોબર પહેલા આ સંસ્થાએ એક આંકડો જાહેર કરી જણાવ્યું હતું કે 14 માર્ચથી 20 માર્ચની વચ્ચે, ટેલિવિઝનના વિકાસમાં છ ટકાનો વિકાસ થયો હતો. 25 માર્ચે સંપૂર્ણ લોકડાઉનને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનને 19.7 કરોડ ભારતીયોએ ટીવી ઉપર જોયું હતું.

હવે બાર્ક ઇન્ડિયાએ એક બીજો આંકડો બહાર પાડ્યો છે. આ યુગમાં જ્યારે ભારતીય ટેલિવિઝન પાસે સૌથી વધુ દર્શકો છે, તે સમયગાળામાં સૌથી વધુ જોવાયેલી સીરીયલ ‘રામાયણ’ છે. તેના દર્શકો માત્ર ગ્રામીણ વિસ્તારોમાં જ નહીં, પરંતુ શહેરોમાં પણ છે. લોકો ખુબ જ ઉત્સાહ સાથે આ સિરિયલ જોઈ રહ્યા છે.

પ્રસાર ભારતીના સીઈઓ શશી શેખરે બાર્ક ઈન્ડિયાને ટાંકીને ટીઆરપી રિપોર્ટ આપ્યો છે. તેમના કહેવા પ્રમાણે, ટીઆરપીના મામલે ‘રામાયણ’ ની સ્પર્ધામાં આ સમયે બીજો કોઈ શો નથી. છેલ્લાં પાંચ વર્ષમાં, એટલે વર્ષ 2015 થી લઈને આજ સુધી, તે સામાન્ય મનોરંજન કેટેગરીની દ્રષ્ટિએ શ્રેષ્ઠ સિરિયલ બની ગઈ છે.

પ્રસાર ભારતીના સીઈઓ શશી શેખરે ટ્વિટ કરી જણાવ્યું, “મને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે દૂરદર્શન ઉપર પ્રસારિત થતો આ ‘રામાયણ’ શો વર્ષ 2015 પછીનો સૌથી વધુ ટીઆરપી-જેનરેટ કરવા વાળો હિન્દી જનરલ મનોરંજન શો બની ગયો છે.”

ઘણા સમય પછી આ એક નક્કર સાબિતી મળી છે, જેણે આ દલીલોને ફગાવી દીધી છે, જેમાં સતત એવા દાવાઓ કરવામાં આવે છે કે ભારતીય ટીવીના દર્શકો ‘સાસુ વહુ’ની સિરિયલોને આગળ આવવા દેવા માંગતા જ ન હતા. ભારતીય ટીવીના દર્શકો પ્રયોગધર્મી સિરિયલો પસંદ નથી, ગ્રામીણ વાતાવરણની વાર્તાઓ પસંદ નથી, મેંથોલોજીમાં મરચાં-મસાલા જોઈએ છે, એકતા કપૂરે ભારતીય ટીવી દર્શકોને કંઈક એવું પીરસી આપ્યું છે કે તેઓ તેમાંથી બહાર આવવા માંગતા નથી વગેરે.

ખરેખર, ભારતમાં ટેલિવિઝનના ઉદય પછી, દૂરદર્શન સતત ખૂબ જ પ્રભાવશાળી સિરીયલો બનાવતું રહ્યું હતું. નિર્માતાઓ ખૂબ જ મહત્વપૂર્ણ વિષયો ઉપર સિરીયલો બનાવતા હતા. આમાં શહેરી અને ગ્રામીણ ક્ષેત્રના બંને પ્રેક્ષકો માટે સામગ્રી આપવામાં પૂરી પાડવામાં આવતી હતી. પરંતુ કેબલ નેટવર્કના આગમન પછી ઘણા પ્રકારની લાલચ આપીને ગ્રામીણ પ્રેક્ષકોને દૂરદર્શનથી દુર કરવામાં આવ્યા. ત્યાર પછી શહેરી માનસિકતાને ધ્યાનમાં રાખીને સિરીયલો બનાવવા લાગ્યા.

ત્યાર પછી, ધીમે ધીમે ટીવી ઉદ્યોગ ઉપર એક વિશેષ પ્રકારની સિરીયલો દબદબો ઉભો થયો. વાસ્તવમાં સીરીયલ્સના નિર્માણમાં રોકાયેલા લોકો પોતે શહેરી વાતાવરણમાંથી જ આવતા હતા, તેઓએ સતત આજુબાજુના શહેરની વાર્તાઓ દેખાડી-સંભળાવી. એક સમય એવો આવ્યો જ્યારે બિનજરૂરી દ્રશ્યની અસરો સાથે એક શોટને છ-છ વખત બતાવવા લાગ્યા. ત્યારે પણ કહેવાતું હતું કે તે પ્રેક્ષકોની માંગ છે. પરંતુ પાછળથી તેની મજાક ઉડાવ્યા પછી, વલણમાં ફેરફાર આવ્યો અને સરળ રીતે વાર્તાઓને રજુ કરવા લાગ્યા.

તેમ છતાં, જો પ્રેક્ષકોએ તે જોવાનું ગમ્યું હોત, જેને લઈને આજકાલના નિર્દેશક તર્ક આપે છે, તો કોઈપણ સંજોગોમાં ‘રામાયણ’ની ટીઆરપી આગળ ન આવત. કારણ કે આ દિવસોમાં લગભગ બધી ટીવી ચેનલો તેમના શ્રેષ્ઠ શોના ટેલિકાસ્ટનું પુનરાવર્તન કરવાનું શરૂ કરી ચુક્યા છે. ચોક્કસ જ દર્શકો તેની તરફ આકર્ષાયા હોત, નહિ કે રામાયણ તરફ. પરંતુ જ્યારે ફરી એકવાર પ્રેક્ષકોને ‘રામાયણ’ જોવાની તક મળી ત્યારે તેઓએ જણાવી દીધું કે તેમને શું જોવાનું પસંદ છે.

તેના વિષે ‘રામાયણ’માં રામની ભૂમિકા ભજવનારા અરુણ ગોવિલ કહે છે, “હું હંમેશાં માનતો હતો કે રામાયણનું ટેલિકાસ્ટ જે પણ સમયમાં કરવામાં આવે, દર્શકોને તેનો પ્રેમ મળશે. ઘણી વાર તે ફરીથી પ્રસારણ કરવા માટે વિચારવામાં આવતું હતું, પરંતુ કદાચ તેના જૂના રેકોર્ડને ધ્યાનમાં રાખીને લોકો ડરી જતા હતા કે જો આ વખતે પ્રેક્ષકોને પ્રેમ ન મળ્યો તો, પરંતુ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે દરેક સમયમાં જો તેનું પ્રસારણ થાય તો પ્રેક્ષકો આવા જ જોવા મળશે.”

ન્યુઝ 18 સાથેની વાતચીતમાં ‘રામાયણ’ને મળી રહેલી આટલી મોટી સફળતા ઉપર હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવે કહે છે, “મારું માનવું છે કે લોકો હવે આધુનિકતાથી કંટાળી ગયા છે. હવે લોકો પોતાની ધરતી અને પોતાના મૂળ તરફ પાછા ફરવા માગે છે. લોકો તેમની સંસ્કૃતિ, રીતરિવાજને વધુ અપનાવી રહ્યા છે, તમે જુઓ છો કે 5 સ્ટાર્ટર હોટલોમાં હવે લોકો કુલડી વાળી ચા માંગે છે અથવા મોટી હોટલોમાં પતરાળામાં પીરસવામાં આવે છે.

તે લોકોને સારું લાગે છે. એક કહેવત છે ને કે દુઃખમાં યાદ સૌ કરે, સુખમાં કરે ન કોઈ. આનો અર્થ એ થાય કે જ્યારે આપત્તિ આવે છે કે તકલીફમાં આવી જઈએ છીએ તો લોકોને ઈશ્વર યાદ આવે છે. તો મને લાગે છે કે તે પ્રાર્થના છે.”

ન્યુઝ 18 સાથે વાત કરતાં પટકથા લેખક ગૌરવ સોલંકીએ કહ્યું, “રામાયણ અથવા મહાભારત ટીઆરપીની દ્રષ્ટિએ કોઈપણ રીતે ચકાસણી કરવાની જરૂર નથી. એ વાત તો છે કે આ સમયે લોકો ઘરોમાં છે, તેથી તેઓ વધુ જોઈ રહ્યા છે. પરંતુ જે લખાયેલું છે સેંકડો વર્ષો વચ્ચે જીવંત છે, તે સમયની કસોટી પહેલાથી જ પસાર કરી ચુક્યા છે, તેના ઘણા બધા પાત્રો ધાર્મિક અને સાંસ્કૃતિક કારણોને લીધે ભારતના લોકોના મનમાં ગૂંથાઈ ચુક્યું છે.

આ વાર્તાઓ આપણા જીવન, તહેવારો અને રૂઢીપ્રયોગોનો એક ભાગ છે, તેની અસર આપણી ઘણી લોકપ્રિય ફિલ્મોની વાર્તાઓ અને સંબંધો ઉપર પણ અસર કરે છે, મહાભારત તો એટલી વિશાળ છે અને એટલી રસપ્રદ કે વિશ્વમાં ભાગ્યે જ આટલું મોટું મહાકાવ્ય રચવામાં આવ્યું હોય. હું રાહ જોઈ રહ્યો છું કે આપણે નવી અસરો અને સારી પટકથાઓ અને ઉત્તમ ઉત્પાદન મૂલ્ય સાથે મહાભારતનું પુન: નિર્માણ કરીએ.”

ટીવી વિવેચક સલિલ અરૂણકુમાર સેન્ડ કહે છે, “તે સાચું છે કે રામાયણ જોવાઈ રહી છે. યુવાનો પણ આ સમયે રામાયણને પસંદ કરી રહ્યા છે. હકીકતમાં રામાયણના પ્રસારણ થયાના 33 વર્ષ થઇ ગયા છે. તેથી નવી પેઢી મોટી થઈ છે, જેણે ક્યારે પણ આ રામાયણ જોઈ નથી. પરંતુ તેની વાર્તાઓ સાંભળી છે. લોકોના મનમાં ઉત્કંઠા રહી હશે, હવે તેઓ જોઈ શક્યા છે.”

નોંધનીય છે કે રામાનંદ સાગર કૃત ‘રામાયણ’ જાન્યુઆરી 1987 થી જુલાઈ 1988 દરમિયાન દૂરદર્શન ઉપર પ્રસારિત કરવામાં આવી હતી. તે ભગવાન શ્રીરામના જીવન સંઘર્ષ ઉપર આધારીત વાર્તા છે. ઘણા લોકો તેના વિશે એવું કહે છે કે મહર્ષિ વાલ્મીકિએ ભગવાનના આદેશ ઉપર રામાયણ લખ્યું, ત્યાર પછી કળિયુગમાં ગોસ્વામી તુલસીદાસે રામચરિત માનસ લખીને તેના વિશે જણાવ્યું.

નવી પેઢીને આ વાર્તા વિષે વાસ્તવમાં રામાનંદ સાગરે ઓડિઓ-વિઝ્યુઅલ દ્વારા બતાવી. તેથી તેને રામાનંદ સાગર કૃત રામાયણ કહેવામાં આવે છે. હાલમાં 33 વર્ષ પછી તેનું ફરીથી પ્રસારણ કરવામાં આવી રહ્યું છે અને તેના ટીઆરપી રેકોર્ડ તોડી રહ્યા છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.