રામાયણ : દુનિયાની ચકાચૌંધથી દૂર થઈ ગઈ ‘કૈકેયી’ બનવાવાળી પદ્મા ખન્ના, જુઓ કેવી દેખાવા છે હવે

રામાયણમાં કૈકેયીનું પાત્ર ભજવનારી પદ્મા ખન્ના હવે દેખાવા લાગી આવી, તેમના ફોટા જોઈને ચકિત થઈ જશો

90 ના દશકમાં દૂરદર્શન પર પ્રસારિત થવા વાળી રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’ ના દરેક પાત્રને લોકો આજે પણ ભૂલી નથી શક્યા. રામાયણનું એક એવું જ પાત્ર છે રાણી કૈકેયીનું. રામાનંદ સાગરની રામાયણમાં કૈકેયીનું પાત્ર પદ્મા ખન્નાએ ભજવ્યું હતું. અભિનેત્રી પદ્મા ખન્નાએ પોતાના અભિનય દ્વારા આ પાત્રમાં એ રીતે જીવ પૂર્યો હતો કે, લોકો સાચે જ તેમને નફરત કરવા લાગ્યા હતા.

એક કલાકારની સૌથી મોટી ખાસિયત એ જ હોય છે કે, તે પોતાના ભજવેલા પાત્રથી ઓળખાય. એકવાર ફરીથી દૂરદર્શન પર રામાયણનું પ્રસારણ શરૂ થઈ ગયું છે. આજે અમે તમને રામાનંદ સાગરની રામાયણમાં કૈકેયીની ભૂમિકા ભજવવાવાળી પદ્મા ખન્નાના જીવન સાથે જોડાયેલી અમુક ખાસ વાતો વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

પદ્મા ખન્નાએ લાંબા સમયથી ગ્લેમરની દુનિયાથી અંતર બનાવી રાખ્યું છે. વર્ષ 1987 માં દૂરદર્શન પર પ્રસારિત થવાવાળી સિરિયલ રામાયણમાં કામ કર્યા પછી પદ્મા ખન્નાએ ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું. પદ્મા ખન્નાએ ભોજપુરી ફિલ્મો દ્વારા પોતાના કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 1961 માં ફિલ્મ ‘ભૈયા’ થી તેમણે મુખ્ય અભિનેત્રીના રૂપમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ રાખ્યો. તેમને વર્ષ 1970 માં આવેલી ફિલ્મ ‘જોની મેરા નામ’ માં એક ઘણો મોટો બ્રેક મળ્યો.

પદ્મા ખન્નાએ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘સોદાગર’ માં પણ કામ કર્યું છે. તેના માટે તેમને આજે પણ યાદ કરવામાં આવે છે. ફિલ્મ ‘સોદાગર’ નું ગીત ‘સજના હૈ મુજે સજના કે લીયે’ ઘણું પ્રખ્યાત થયું હતું. આ ગીતને લોકો આજે પણ યાદ કરે છે.

પદ્મા ખન્નાએ અલગ અલગ ભાષાઓમાં ઘણી બધી ફિલ્મોમાં અભિનય કર્યો છે. પણ પદ્મા ખન્નાને મોટાભાગે ડાંસરની ભૂમિકા જ મળી. આ ફિલ્મોમાં ‘લોફર’, ‘જાને બહાર’ અને ‘પાકીઝા’ જેવી ફિલ્મોના નામ શામેલ છે. પદ્મા ખન્નાએ નિર્દેશક જગદીશ એલ સીડાના સાથે લગ્ન કર્યા હતા. તે બંનેની પહેલી મુલાકાત ફિલ્મ સોદાગરના શૂટિંગ દરમિયાન થઈ હતી.

સીડાના સોદાગર ફિલ્મમાં આસીટન્ટ ડાયરેક્ટર હતા. સીડાનાએ એવી ઘણી બધી ફિલ્મો બનાવી છે, જેમાં પદ્મા ખન્નાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. સીડાનાની સાથે લગ્ન કર્યા પછી પદ્મા ખન્નાએ બોલીવુડથી અંતર બનાવી લીધું અને તે અમેરિકા જઈને રહેવા લાગી.

અમેરિકામાં તેમણે ઇંડિયાનિકા ડાંસ એકેડમી ખોલી અને લોકોને ક્લાસિકલ ડાંસ શીખવવા લાગી. પદ્મા ખન્નાને બાળપણથી જ ડાંસનો શોખ હતો. તેમણે 7 વર્ષની ઉંમરથી જ કથક નૃત્ય શીખવાનું શરૂ કરી દીધું હતું. પતિનું મૃત્યુ થયા પછી હવે તે પોતાના બાળકો સાથે અમેરિકામાં જ રહે છે અને ડાંસ એકેડમી સંભાળે છે.

પદ્મા ખન્નાના બે બાળકો છે, એક દીકરો અને એક દીકરી. ભલે આજના સમયમાં પદ્મા ખન્ના મોટા પડદા પર દેખાતી ન હોય, પણ આજે પણ લોકો તેમણે ભજવેલા પાત્રોને ભૂલી નથી શકતા. ખાસ કરીને રામાયણમાં તેમના દ્વારા ભજવવામાં આવેલું કૈકેયીનું પાત્ર યાદગાર છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.