80 ના દશકનો સૌથી મોંઘો ટીવી શો હતો ‘રામાયણ’, તે સમયે કંઈક આવી રીતે થતું હતું તેનું શૂટિંગ

‘રામાયણ’ 80 ના દશકનો સૌથી પ્રખ્યાત શો હોવાની સાથે સૌથી મોંઘો શો પણ હતો, જાણો શૂટિંગ સમયની રસપ્રદ વાતો

1986 માં, દૂરદર્શન ઉપર રામાનંદ સાગર દ્વારા નિર્દેશિત શો ‘રામાયણ’ ની લોકપ્રિયતા જેટલી હતી એટલી આજ સુધી કોઈ સિરિયલને મળી ન હતી. જ્યારે આજના સમયમાં, બધી આધુનિક ટેકનીકો દ્વારા કોઈ ફિલ્મ અથવા શોને મનોરંજનથી ભરપુર બનાવવામાં આવે છે, જ્યારે તે સમયે આ ટેકનીક વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. તેમ છતાં પણ, શોમાં એવી એવી ટેકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એટલા માટે તે શો તે યુગમાં પણ બધાનો ફેવરીટ રહ્યો છે. પરંતુ તે સમયગાળામાં તેનું શુટિંગ કેવી રીતે થતું હતું?

તમે જાણો છો? આ રીતે થતું હતું ‘રામાયણ’નું શુટિંગ

રામાનંદ સાગરની હિટ અને ક્લાસિક રામાયણનો દબદબો દરેક જાણે છે. તે એક એવી સીરીયલ હતી જે જોવા માટે શેરીઓ અને રસ્તાઓ ઉજ્જડ થઈ જતા હતા. આ તે સમયગાળો હતો. જ્યારે રામાનંદ સાગરે ટીવી ઉપર પ્રવેશ કર્યો હતો અને તે સમયે એવું વિચાર્યું નહિ હોય કે તેમની આ સીરીયલ રેકોર્ડ બનાવી દેશે.

આ સિરિયલને એટલી લોકપ્રિયતા મળી, ત્યારથી વિશ્વભરમાં તેના કલાકારોની પૂજા કરવામાં આવી રહી હતી. આજે ટીવીની દુનિયામાં ખૂબ પ્રગતિ થઈ ગઈ છે અને ટેકનોલોજીની દુનિયામાં પણ નવી નવી વસ્તુઓ પણ આવી છે, જેની મદદથી કોઈ પણ દ્રશ્યને શક્તિશાળી બનાવવામાં આવે છે.

પરંતુ શું તમે જાણો છો? કે રામાયણના યુદ્ધમાં કમ્પ્યુટર ગ્રાફિક્સ સાથે તે દ્રશ્યો કેવી રીતે તૈયાર કરવામાં આવ્યા હતા? યુદ્ધના દ્રશ્યોને વાસ્તવિક બનાવવા માટે લગભગ 2 હજાર લોકોને બોલાવવામાં આવ્યા હતા. રામાયણનું શૂટિંગ ગુજરાતના ઉમરગાંમમાં કરવામાં આવ્યું હતું અને યુદ્ધના દ્રશ્યોના શુટિંગ માટે ઉમરગાંમથી અમદાવાદ સુધીના તમામ જુનિયર કલાકારોને બોલાવવામાં આવ્યા હતા.

વર્ષ 2016 માં મોતી સાગર દ્વારા આપવામાં આવેલ ઇન્ટરવ્યુમાં તે વાત બહાર આવી હતી. 80 ના દાયકાના રામાયણ ટીવી એ સૌથી મોંઘો શો હતો અને મોતી સાગરના જણાવ્યા મુજબ એક એપિસોડ માટે 9 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હતો.

‘રામાયણ’ ના બધા પાત્રો એટલા લોકપ્રિય થયા હતા કે આજે પણ લોકો તેના બધા પાત્રથી પરિચિત છે. અરૂણ ગોવિલ દ્વારા શ્રી રામ, દીપિકા ચિખલીયા દ્વારા સીતા માતાના પાત્ર લોકોને એટલા પસંદ પડ્યા હતા કે પ્રેક્ષકો જ્યારે તેને મળતા હતા ત્યારે તેમને તે જ પાત્રના નામે બોલાવતા હતા.

તે વિભીષણથી લઈને રાવણ અને લક્ષ્મણ સુધીના તમામ પાત્રને એટલા પ્રસિદ્ધ કરી દીધા હતા કે તેને બીજા શો કરવાની જરૂર ન પડી હતી. અરુણ ગોવિલે આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે રામાનંદ સાગરે પહેલા રામની ભૂમિકા માટે અરુણ ગોવિલને નકારી કાઢ્યા હતા.

તેમને ભરતની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી પરંતુ તે રામની ભૂમિકા નિભાવવા માંગતા હતા. તેથી તેણે આ શો કરવાની ના કહી દીધી, અને આગ્રહ રાખ્યો કે જો રામાનંદ સાગર તેમને રામની ભૂમિકા માટે બોલાવે ત્યારે તે આવશે. પાછળથી રામાનંદ સાગરે તેમને ફોન કરીને બોલાવ્યા અને તેમને રામની ભૂમિકાની ઓફર કરી. ત્યાર પછી, અરુણ ગોવિલ દરેક માટે શ્રી રામ જ બની ગયા અને તેમને તેમની ઈમેજ માંથી બહાર નીકળવાની તક મળી નહીં.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.