રામચરિતમાનસ : પત્નીની આ 5 આદતો પતિને બનાવે છે કંગાળ, ઘણી મહેનત કરવા છતાં પણ મળતી નથી સફળતા

શ્રીરામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજીએ આપણા જીવનમાં ઉપયોગી થાય એવી ઘણી વાતોનું વર્ણન કર્યુ છે. અને તેનો આપણે જીવનમાં અમલ કરીએ તો આપનું જીવન સફળ બની શકે છે. સફળ જીવન માટે ઘણી બધી બાબતો જવાબદાર હોય છે. અને એમાંથી એક છે પત્નીનો સાથ. જો તમારી સાથે તમારી પત્ની છે. તો તમે મુશ્કેલીનો સામનો સરળતાથી કરી શકો છો. આદર્શ પત્નીના અમુક ગુણ હોય છે જે પતિની સફળતા અને પરિવારના વિકાસ માટે જવાબદાર હોય છે.

શ્રીરામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજીએ શ્રીરામ કથા સાથે જ સુખી અને સફળ જીવન માટે ઘણી નીતિઓ પણ દર્શાવી છે. આ નીતિઓનું ધ્યાન રાખવામાં આવે તો આપણે ઘણી તકલીફોથી બચી શકીએ છીએ. અહિયાં જાણો સીતા અને માતા અનસુયાના સંવાદના આધાર ઉપર આપણે કોઈ વ્યક્તિને ક્યારે ઓળખી શકીએ છીએ? માતા અનસુયા સીતા માતાને કહે છે, દીર્જ, ધર્મ અને મિત્ર અરુ નારી. આપદ કાલ પરખીએ ચારી.

ભાવાર્થ :

૧. આ ચોપાઈમાં માતા કહે છે કે ધીરજની પરખ મુશ્કેલીમાં જ થાય છે. કેમ કે વિપરીત પરિસ્થિતિમાં વ્યક્તિ ક્રોધિત થઇ જાય છે અને ભૂલ કરી બેસે છે.

૨. ધર્મની પરીક્ષા પણ ખરાબ સમયમાં જ થાય છે. જો કોઈ વ્યક્તિ તકલીફોમાં પણ ખોટું નથી કરતા, ખોટું નથી બોલતા અને ધર્મના રસ્તા ઉપર જ ચાલે છે તો તે શ્રેષ્ઠ વ્યક્તિ હોય છે.

૩. જ્યારે આપણા જીવનમાં ગરીબી આવે છે, બીમારીઓ આવે છે અને ખરાબ સમય શરુ થાય છે, ત્યારે આપણા મિત્રોની પરીક્ષા થાય છે. તેવી સ્થિતિમાં આપણે મિત્રોની મદદથી જ બહાર નીકળી શકીએ છીએ. મિત્રોની મદદથી ધ્યેય પ્રાપ્ત કરી શકીએ છીએ.

૪. માતા અનસુયા સીતાને કહે છે, કે પત્નીની પરખ ત્યારે થાય છે, જયારે પતિ ઉપર દુ:ખ આવે છે, જયારે પતિની ધન સંપત્તિ નાશ થઇ જાય છે, જયારે ઘર પરિવાર અને સમાજ પતિનો સાથ નથી આપતા.

૫. જો તે સમયમાં પત્ની પોતાના પતિનો સાથ આપે છે તો તે શ્રેષ્ઠ હોય છે. જો પત્ની સારી હોય તો પતિને ઊંચાઈ સુધી પહોચાડી શકે છે. પરંતુ જો પત્ની સારી ન હોય તો કોઈ રાજાને પણ ભિખારી બનાવી શકે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.