મજેદાર જોક્સ : રામુનો દીકરો પગ ફેલાવીને સૂતો હતો, રામુ : ઉઠ, દીકરો : શું થયું, રામુ : તું…

આજકાલના ભાગદોડ ભરેલા આ જીવનમાં લગભગ દરેક માણસ તણાવમાં રહે છે. તણાવમાં રહેવા પર માણસને જાત-જાતની બીમારીઓ ઘેરવા લાગે છે. ડોક્ટરોનું માનીએ તો વ્યક્તિ ત્યારે જ સ્વસ્થ રહેશે જયારે તે અંદરથી ખુશ રહેશે અને તમે તે કહેવત તો સાંભળી જ હશે કે ‘laughter is the best medicine’. એટલા માટે આજની આ પોસ્ટમાં અમે તમારા માટે અમુક એવા મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યા છે. અને અમને આશા છે કે તેને વાંચ્યા પછી તમે પણ હસ્યા વગર રહી નહિ શકો. તો રાહ કોની જોવી? ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સીલસીલો.

જોક્સ 1 :

મગનને પ્રાણીસંગ્રહાલયમાં નોકરી મળી.

તેણે પહેલા જ દિવસે સિંહના પિંજરામાં તાળું નહિ લગાવ્યું.

ઓફસર : તે સિંહના પિંજરામાં તાળું કેમ નહિ લગાવ્યું?

મગન : શું જરૂર છે! આટલા ખતરનાક પ્રાણીને કોણ ચોરશે.

ઓફિસર બેભાન.

જોક્સ 2 :

એક વાર રામુ દિલ્લી ગયો હતો.

તેણે રેલવે સ્ટેશન પર પેપર વેચવાવાળાને કહ્યું,

એક પેપર આપજોને.

પેપર વેચવાવાળો : કયું આપું હિંદી કે અંગ્રેજી?

રામુ : ભાઈ કોઈ પણ આપી દે, મારે તો રોટલી લપેટવા જોઈએ છે.

જોક્સ 3 :

દીકરી : હું પાડોશીને પ્રેમ કરું છું અને તેની સાથે ભાગી જાઉં છું.

પિતા : ભગવાનનો ખૂબ ખૂબ આભાર.

મારા પૈસા અને સમય બંને બચી ગયા.

દીકરી : પપ્પા, હું તો ચિઠ્ઠી વાંચી રહી છું, જે મમ્મી મૂકીને ગઈ છે.

પિતા બેભાન.

જોક્સ 4 :

રામુનો દીકરો પગ ફેલાવીને સૂતો હતો.

રામુ : ઉઠ.

દીકરો : શું થયું?

રામુ : તું સ્કૂલે કેમ નહિ ગયો?

દીકરો : તમે જ તો કહ્યું હતું કે, એક જ જગ્યાએ વારંવાર જવાથી ઈજ્જત ઓછી થાય છે.

રામુ બેભાન.

જોક્સ 5 :

પપ્પુ ડોક્ટરને બતાવવા ગયો.

ડોક્ટર : તમારે ચશ્માની જરૂર છે.

પપ્પુ : બરાબર કીધું તમે. પણ મેં તો તમને હજુ કંઈ કીધું પણ નથી,

તો તમને કેવી રીતે ખબર પડી ગઈ?

ડોકટર : તમે બારીમાંથી અંદર આવ્યા એટલે.

જોક્સ 6 :

છોકરી : હું મારા પપ્પાની પરી છું.

છોકરો : હું પણ મારા પપ્પાનો પારો છું.

છોકરી : પારો? એ શું હોય?

છોકરો : મને જોતા જ તેમનો પારો ચડી જાય છે.

જોક્સ 7 :

ટીચર : કાલે કેમ આવ્યો ન હતો?

પપ્પુ : નહિ જણાવું.

ટીચરે થપ્પડ મારી કહ્યું, જલ્દી બોલ.

પપ્પુ : મારી ગર્લફ્રેન્ડ સાથે હતો.

ટીચર : આટલો નાનો છે ને ગર્લફ્રેન્ડ લઈને ફરે છે,

કોણ છે તે છોકરી?

પપ્પુ : નહિ જણાવું.

ટીચરે ફરી થપ્પડ મારીને કહ્યું, બોલ કોણ છે તે છોકરી?

પપ્પુ : તમારી દીકરી.

ટીચર બેભાન.

જોક્સ 8 :

ટીના (શરમાઈને) : મારો બોયફ્રેન્ડ બધાને કહે છે કે,

તે દુનિયાની સૌથી સુંદર છોકરી સાથે લગ્ન કરવાનો છે.

બીના : એમ! મને તો એવું લાગતું હતું કે એ તારી સાથે લગ્ન કરવાનો છે.

જોક્સ 9 :

ઉંદરડી ઝાડ પર ચડી તો વાંદરાએ પૂછ્યું,

ઉપર શું કામ આવી?

ઉંદરડી : સફરજન ખાવા.

વાંદરો : પણ આ તો કેરીનું ઝાડ છે.

ઉંદરડી : તું વધારે હોંશિયાર ના બન, હું સફરજન સાથે લાવી છું.

જોક્સ 10 :

પતિ (ગુસ્સામાં) : શું તે મને કૂતરો કીધો?

પત્નીએ કોઈ જવાબ ના આપ્યો.

પતિએ ફરીથી પૂછ્યું પણ પત્નીએ જવાન આપ્યો નહિ.

પતિ વધારે ગુસ્સે થઈ ગયો, તેણે ફરીથી પૂછ્યું.

પત્ની : મેં તને કૂતરો નથી કીધો, પણ પ્લીઝ હવે તું ભોંકવાનું બંધ કર.

જોક્સ 11 :

માં : આટલી રાત્રે કોની સાથે વાત કરે છે?

દીકરો : કિયારાની માં સાથે.

માં : હવે આ કિયારા કોણ છે?

દીકરો : તમારી થનારી પૌત્રી.

પછી માં એ રાત્રે જ દીકરાનું પ્રેમનું ભૂત ઉતાર્યું.