રણબીર કપૂર સાથે બ્રેકઅપ પછી પહેલી વખત બોલી કેટરીના કેફ – ‘મારી માતાએ મને કહ્યું હતું કે તું.’

બોલીવુડ એક ઘણી મોટી ઇન્ડસ્ટ્રી છે તેમાં ઘણા કલાકારો રોજ આવે છે અને જાય છે, તેમાંથી અમુક સફળ થાય છે અને અમુકના નામ પણ યાદ રહેતા નથી. અને અનેકના લગ્ન થાય છે અને અને ઘણા બ્રેકઅપ પણ થતા રહે છે, એવા જ એક બ્રેકઅપ વિષેની વાત આજે અમે વાત વિસ્તારથી કરીશું.

પરંતુ કેટરીના કેફે ફિલ્મ ‘ઝીરો’ માં એક બોલ્ડ હિરોઈનનો રોલ નિભાવ્યો હતો. જેનો બ્રેકઅપ થઇ જાય છે તે ડીપ્રેશન સામે ઝઝૂમે છે. કેટરીના એ પોતાના એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે આ રોલ તેમના વાસ્તવિક જીવન સાથે ઘણો મળતો આવે છે. કેટરીના એ આ નિવેદનમાં રણબીર કપૂર સાથે થયેલા બ્રેકઅપ તરફ ઈશારો કર્યો હતો.

કેટરીના કેફનું રણબીર કપૂર સાથે ફિલ્મ ‘જગ્ગા જાસુસ’ ના શુટિંગ દરમિયાન બ્રેકઅપ થઇ ગયું હતું. હાલમાં જ કેટરીના એ રણબીર સાથે થયેલા બ્રેકઅપ વિષે ખુલીને વાત કરી. તેમણે કહ્યું કે તે આ બ્રેકઅપની સંપૂર્ણ જવાબદારી લે છે અને જીવનમાં સંપૂર્ણ અનુભવ કરી રહી છે.

કેટરીના કહે છે, મારે જીવનમાં આગળ વધવા માટે બ્રેકઅપ લેવો જરૂરી છે. હું તે સંબંધને પૂરો કરવાની જવાબદારી લઉં છું. મારી સામે એવી સમસ્યા આવી રહી હતી, જેના માટે હું જવાબદાર ન હતી. મારી માં એ મને સમજાવી કે ઘણી છોકરીઓ એવી સમસ્યાઓ સામે ઝઝૂમતી રહે છે. તેમને લાગે છે કે તે એકલી છે, પરંતુ તું એકલી નથી.

કેટરીના એ આગળ કહ્યું, પ્રેમમાં હોવું એક ઘણી સારી બાબત છે. પરંતુ કોઈ પણ તમને તમારી ઓળખ નથી અપાવી શકતું. રીલેશનમાં હોવું સારી વાત છે. મેં તે વ્યક્તિ માટે ઘણું બધું કર્યું હતું, પરંતુ હવે મને સમજાયું કે તે મને મારી ઓળખ ન અપાવી શક્યો.

ક્યારેક એવું કરવું પડતું હોય છે કે આપણે પોતે કોઈ સંબંધને ધક્કા મારતા મારતા ચલાવતા હોઈ એ છીએ. આવા સંબંધમાં તમને એક સમય એવો લાગતો હોય છે કે હવે પહેલા જેવી ખટાસ નથી પણ એટલી મીઠાસ પણ નથી. જે સારી બાબત છે કે તમે કોઈ સંબંધનો અંત તો લાવ્યા નથી, પણ ક્યારેક મોટો કુદકો મારવા માટે પાછી પાની પણ કરાવી પડતી હોય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.