રણબીર અને આલિયાની આ મહિને થવા જઈ રહી છે સગાઇ, પરિવારવાળાએ શરુ કરી દીધી તૈયારીઓ

બોલીવુડના કલાકાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટની વહેલી તકે સગાઈ થવાની શક્યતા છે. સુત્રોના જણાવ્યા મુજબ બોલીવુડના નામાંકિત કપૂર પરિવારની ચોથી પેઢીના કલાકારો અને પ્રસિદ્ધ નિર્માતા નિર્દેશક મહેશ ભટ્ટની દીકરી આલિયાની સગાઈ આવતા જુન મહિનામાં થઇ શકે છે. છેલ્લા એક વર્ષથી રણબીર અને આલિયાના એક બીજાને ડેટ કરવાના સમાચાર મીડિયામાં હતા.

હાલમાં જ બન્ને ન્યુયોર્કમાં નવું વર્ષ મનાવીને પાછા ફર્યા છે, જ્યાં રણબીરની બહેન રીદ્ધીમાં કપૂરએ તેને ભેંટમાં વીંટી આપી હતી. જેની ઉપર એઆર લખ્યું હતું. મુંબઈના એક અંગ્રેજી સમાચાર પત્રના જણાવ્યા મુજબ રણબીરની માં નીતુ કપૂર ઘણી વખત આલિયા અને તેની માં સાથે પોતાના પરિવારના ફોટા સોશિયલ મીડિયા ઉપર શેર કરી ચુકી છે.

બન્નેના પરિવારએ જુન મહિનામાં તેની સગાઈ કરવાની લીલી ઝંડી બતાવી દીધી છે. સગાઈ પછી આ વર્ષના અંતમાં બન્ને લગ્ન બંધનમાં બંધાઈ શકે છે. વીંટી પહેલા રીદ્ધીમાં કપૂર આલિયાને હીરાથી ભરેલો એક મોંઘો બ્રેસલેટ પણ ભેંટ આપી ચુકી છે. અંદાજો એ લગાવવામાં આવી રહ્યો છે, કે આલિયા અને રણબીર વહેલી તકે લગ્નના બંધનમાં બંધાવાની તૈયારી કરતા જોવા મળશે.

આલિયાએ નવા વર્ષની ઉજવણી પણ રણબીર કપૂર સાથે ન્યુયોર્કમાં કરી હતી. નવા વર્ષની ઉજવણીના આ ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે. આ ફોટામાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર, ઋષિ કપૂર, નીતુ કપૂર, ઋષિ કપૂરની દીકરી રીદ્ધીમાં કપૂર, તેના જમાઈ ભરત સાહની અને દીકરી સમીરા પણ રહેલી હતી.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટુંક સમયમાં અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ એક સાથે જોવા મળશે. આ દિવસોમાં ફિલ્મનું શુટિંગ ઝડપથી થઈ રહ્યું છે. બ્રહ્માસ્ત્રના સેટ ઉપરથી પણ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના એવા ઘણા ફોટા વાયરલ થયા જેનાથી સાબિત થાય છે કે આ બન્ને પ્રેમના સંબંધમાં છે. ફિલ્મ બ્રહ્માસ્ત્ર ૨૦ ડીસેમ્બર ૨૦૧૯ માં રીલીઝ થવાની શક્યતા છે.

આ બંનેની જોડીને એમના ફેન્સ દ્વારા પણ ઘણી પસંદ કરવામાં આવી રહી છે. અને એમના ફેન્સ પણ એમના લગ્નની રાહ જોઇને બેઠા છે. આલિયા પહેલા દીપિકા પાદુકોણ અને એ પહેલા કેટરીના કેફ સાથે રણબીર કપૂરના સંબંધ રહ્યા છે. એ કારણે થોડા સમય માટે દીપિકા અને કેટરીના વચ્ચે પણ સંબંધોમાં ખટાસ જોવા મળી હતી. હવે જોવાનું એ છે કે આલિયા સાથે એમનો સંબંધ લગ્ન સુધી પહોંચે છે કે નહિ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.