રણબીર કપૂરની નવી ગર્લફ્રેન્ડ છે કરીના કપૂરની આ ફ્રેન્ડ, ચર્ચામાં છે બંનેની વધતી ફ્રેન્ડશીપ

બોલીવુડ અભિનેતા રણબીર કપૂર અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે પોતાના સંબંધોને લઈને હંમેશા સમાચારોમાં છવાયેલા રહે છે. પરંતુ આજકાલ રણબીર કપૂર સોશલાઈટ અને ફેશનિસ્ટા નતાશા પુનાવાલા સાથે પોતાની દોસ્તીને કારણે ચર્ચામાં છવાયેલા છે. બી ટાઉનમાં રણબીર કપૂર અને નતાશા પુનાવાલાની વધતી દોસ્તી વિચાર માગી લે તેવો વિષય બનેલો છે.

આજકાલ રણબીર કપૂર અને નતાશા પુનાવાલા બી ટાઉનના નવા બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર છે. નતાશા પુનાવાલા બોલીવુડ અભિનેત્રી કરીના કપૂરની ઘણી સારી દોસ્ત છે. કરીના કપૂર અને નતાશા બોલીવુડની ઘણી પાર્ટીઓમાં પણ એક સાથે જોવા મળે છે. અહેવાલ મુજબ આજકાલ નતાશા પુનાવાલા કરીના કપૂરના પિતરાઇ રણબીર કપૂર સાથે મિત્રતા વધારતી જોવા મળી રહી છે. નતાશા પુનાવાલા બીલેનીયર આદર પુનાવાલાની પત્ની અને સોશલાઈટ ફેશનિસ્ટા પણ છે.

નતાશા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા એ લીસ્ટર્સ સાથે નજીકના સંબંધો ધરાવે છે. આજકાલ બીટાઉનમાં રણબીર અને નતાશાની નવી નવી દોસ્તી ઘણો જ ચર્ચાનો વિષય બનેલો છે. જો વર્કફ્રંટની વાત કરીએ તો રણબીર કપૂર પોતાની આવનારી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના શુટિંગમાં વ્યસ્ત છે. તે ઉપરાંત થોડા દિવસો રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બીજી ફિલ્મ ક્ર્યુ સાથે વારાણસીમાં જોવા મળ્યા હતા. વારાણસીના ઘાટ ઉપર તેની ફિલ્મની શૂટિંગનો ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.

રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ આવતા વર્ષ ૨૦૨૦માં રીલીઝ થશે. આ ફિલ્મને અયાન મુખર્જી ડાયરેક્ટ કરી રહ્યા છે. ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે અમિતાભ બચ્ચન, નાગાર્જુન, ડીમ્પલ કપાડીયા અને મોની રોય પણ જોવા મળશે. થોડા દિવસો પહેલા આ ફિલ્મના શુટિંગ સેટના થોડા ફોટા ઈન્ટરનેટ ઉપર વાયરલ થયા હતા.

આ બધા ફોટા બનારસના ગંગા ઘાટના છે. આ તસ્વીરોમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ફિલ્મનો ડાંસ નંબર શૂટ કરતા જોવા મળી રહ્યા છે. ફિલ્મના શુટિંગ દરમિયાન આસપાસ જોરદાર ભીડ જમા થઇ ગઈ હતી. બ્રહ્માસ્ત્ર ફિલ્મનું શુટિંગ ઘણું જલ્દી પૂરું કરવામાં આવશે.

પણ શુટિંગ દરમિયાન કોઈએ છાનામાના આ ગીતના શુટિંગનો ફોટો પાડીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દીધો. ફોટામાં દર્શાવ્યા મુજબ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બંને કોઈ સામાન્ય માણસ જેવા જોવા મળી રહ્યા છે.

શુટિંગ દરમિયાન રણબીર કપૂરે બ્લુ જીન્સ સાથે ગ્રીન શર્ટ અને મિલેટ્રી જેકેટ પહેર્યું છે તો આલિયા ભટ્ટે સફેદ રંગની ટીશર્ટ સાથે ડેનીમ જેકેટ પહેર્યા છે. આ ગીતનો ફોટો સોશિયલ મીડિયા ઉપર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. સમાચારો મુજબ હજુ વારાણસીમાં ૧ અઠવાડિયા સુધી આ ફિલ્મનું શુટિંગ ચાલશે.

આ ફિલ્મમાં આલિયા-રણબીર અને અમિતાભ બચ્ચન સાથે સાથે અભિનેત્રી મોની રોય વિલન તરીકે જોવા મળશે. આ ફિલ્મ ત્રણ ભાગમાં બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યા છે. થોડા સમય પહેલા જ આ ફિલ્મના લોકોને પ્રયાગરાજના કુંભ મેળા દરમિયાન લોન્ચ કરવામાં આવ્યા હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.