રણબીર કપૂર હાલના દિવસોમાં પોતાની ફિલ્મોથી વધુ આલિયા ભટ્ટ સાથેના રીલેશનને લઈને ચર્ચામાં છે. ફિલ્મ બ્રહ્માસ્ત્ર દ્વારા બન્નેના અફેયરના સમાચારો શરુ થયા અને પાર્ટીઓમાં આલીયા અને રણબીર એક સાથે જોવા મળવા લાગ્યા. પોતાના કરિયરમાં પણ રણબીર ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. ૨૦૧૮ માં તેમની ફિલ્મ સંજુ આવી ગઈ હતી જેણે બોક્સ ઓફીસ ઉપર જોરદાર કમાણી કરી હતી, અને સાથે જ તેના અભિનયના ઘણા વખાણ કરવામાં આવ્યા હતા. હવે તેની આગળની ફિલ્મ બ્રહ્માસ્ત્ર છે. તેની વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે તેમણે અજય દેવગન સાથે કામ કરવાની ના પાડી દીધી હતી.
રણબીરએ ના કહી દીધી :
જણાવી દઈએ કે લવ રંજન એક ફિલ્મનું નિર્માણ કરી રહ્યા હતા, જેમાં રણબીરએ અજયના દીકરાનું પાત્ર નિભાવવાનું હતું. પરંતુ રણબીરએ આ રોલ માટે ના કહી દીધી. રણબીર કપૂરની ફિલ્મમાં કામ કરવાની ના કહી દેવાને કારણે આ ફિલ્મની ટીમને આંચકો લાગ્યો છે. આમ તો કહેવામાં આવી રહ્યું હતું કે રણબીરને લવ રંજનની ફિલ્મનો આઈડિયા કમાલનો લાગ્યો હતો અને તેને સ્ટોરી પસંદ પણ આવી ગઈ હતી. હવે લોકોને સમજાતું ન હતું કે તેમણે છેવટે આ નિર્ણય કેમ લીધો છે. આમ તો રણબીર પહેલા અજય સાથે ફિલ્મ રાજનીતિમાં કામ કરી ચુક્યા છે.
ખાસ કરીને રણબીરને એક મોટા બેનરની ફિલ્મ ઓફર થઇ છે, અને બન્ને ફિલ્મોની ડેટ એક હોવાને કારણે જ રણબીરએ લવ રંજનની ફિલ્મને છોડી દીધી હતી. અને લવ રંજન ઇચ્છતા હતા કે રણબીર તેની ફિલ્મમાં કામ કરે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં રકુલ પ્રીતને ખાસ કરીને હિરોઈન કાસ્ટ કરવામાં આવી છે. એવું પહેલી વખત છે જયારે લવ રંજન રણબીર સાથે ફિલ્મ બનાવવા માંગતા હતા.
લવ રંજનએ ‘પ્યાર કા પંચનામા 1 અને 2’ બનાવી હતી. ત્યાર પછી તેમણે ‘સોનું કે ટીટુ કી સ્વીટી’ પણ બનાવી હતી જે ૨૦૧૮ ની સફળ ફિલ્મો માંથી એક રહી. આ ફિલ્મોમાં તેના હીરો કાર્તિક આર્યન રહ્યા છે. હવે તે અજય દેવગણ અને રણબીરને લઈને એક ફિલ્મ બનાવવા માંગે છે, પરંતુ રણબીરએ આ ફિલ્મમાં કામ કરવાની ના કહી દીધી છે.
આલિયા સાથે રીલેશન ઉપર ચર્ચામાં છે રણબીર :
રણબીર કપૂર આ દિવસોમાં આલિયા ભટ્ટને લઈને ચર્ચામાં છવાયેલા છે. હાલમાં જ શુટિંગ દરમિયાન આલિયાને ઈજા થઇ ગઈ હતી, ત્યાર પછી તે દોડીને હોસ્પિટલ ગયા હતા અને આલિયાનું ચેકઅપ કરાવ્યું હતું. આલિયા ખુલીને તો કાંઈ નથી કહેતી, પરંતુ તેની ફરતી વાતોથી જાણવા મળ્યું કે તે રણબીરને લઈને ગંભીર છે. અને હવે આલિયા ભટ્ટના પિતા અને જાણીતા નિદેશક મહેશ ભટ્ટએ પણ બન્નેના સંબંધો ઉપર હા કહી દીધી છે.
મહેશ ભટ્ટ નું કહેવું છે કે બન્ને પ્રેમ માં છે અને હવે આગળ શું કરવા માંગે છે તે તેમનો નિર્ણય છે. કપૂર ફેમીલી એ પણ આલિયા ના સંબંધો ને અપનાવી લીધો છે. જણાવી આપીએ કે થોડા દિવસો પહેલા રણબીર અને આલિયા એ પરિવાર સાથે ફોટો પડાવ્યો હતો જેમાં બન્ને ની માં એક સાથે ઉભી હતી. ધ્યાન આપવાની વાત એ છે કે તે પહેલા રણબીર નું દીપિકા અને કેટરીના સાથે પણ અફેયર રહ્યું. પરંતુ કોઈ સાથે તેના પરિવાર ના ફોટા નથી આવ્યા. બની શકે છે વહેલી તકે આ સંબંધ ને બીજું નામ પણ આપી દેવામાં આવશે.