ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જી આ સિરિયલમાં કરવા જઈ રહી છે ધમાકેદાર એન્ટ્રી, વાંચો લેટેસ્ટ અપડેટ.

આ પ્રખ્યાત સિરિયલમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જી, વાંચો તેમના રોલ વિષે. ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જી એકવાર ફરીથી ચર્ચામાં છે. તે જલ્દી જ એન્ડ ટીવીની સિરિયલ ‘ગુડિયા હમારી સબ પર ભારી’ માં એન્ટ્રી કરી શકે છે. આ પહેલા વધુ એક ભોજપુરી એક્ટ્રેસ સંભાવના સેઠની શો માં એન્ટ્રી થઈ હતી. શો માં સારિકા બહરોલિયા ગુડિયાનું પાત્ર ભજવી રહી છે. તે સિવાય આ શો માં કરમ રાજપાલ અને સમતા સાગર મુખ્ય ભૂમિકાઓમાં છે.

ટેલીચક્કરે સૂત્ર પાસેથી મળતી માહિતી પરથી લખ્યું, રાની ચેટર્જી જલ્દી જ શો માં એન્ટ્રી લેવાની છે અને તેમનું પાત્ર શો માં સંભાવના સેઠ જેવું જ હશે. જણાવી દઈએ કે, રાની ચેટર્જી છેલ્લી વાર ચેનલના રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ ની સીઝન 10 માં એક પ્રતિયોગીના રૂપમાં જોવા મળી હતી. તેમના ફેન્સ માટે આ સમાચાર ખરેખર ખુશી આપનારા છે.

વીતેલા દિવસોમાં રાની ચેટર્જીએ ધનંજય સિંહ નામના એક વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. તેમણે હાલમાં જ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર આ વાતનો ખુલાસો કર્યો હતો કે, તે 60 વર્ષીય ધનંજય સિંહને કારણે ડિપ્રેશન સામે લડી રહી છે અને તે આત્મહત્યા જેવું મોટું પગલું પણ ભરી શકે છે. ત્યારબાદ તેમણે આ બાબતમાં પોલીસની મદદ લીધી હતી.

ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ‘લેડી સિંઘમ’ કહેવાતી એક્ટ્રેસ રાની ચેટર્જી ભોજપુરી ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવ્યા બાદ હવે હિન્દી સિનેમા તરફ વધી રહી છે. તે ઘણી વાર બોલીવુડમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચુકી છે. તે પોતાની અદાઓ અને ફોટાને કારણે ચર્ચામાં રહે છે. રાનીના ફેન્સ તેના ફોટા પરથી નજર નથી હટાવી શકતા.

જણાવી દઈએ કે, રાની ચેટર્જીને ભોજપુરી સિનેમાની કવીન પણ કહેવામાં આવે છે. તેની સાથે જ રાની ચેટર્જી ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એવી અદાકારા છે જેને પોતાના નીડરતાને કારણે ઓળખવામાં આવે છે. તેમજ ભોજપુરી સિનેમામાં 250 થી વધારે ફિલ્મો કરી ચુકેલી રાની ચેટર્જીએ મસ્તરામ વેબસીરીઝથી ઓટીટી પર એન્ટ્રી કરી છે.

આ માહિતી પ્રભાસ ખબર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.