ધૂમ ધામથી ઉજવ્યો રાની મુખર્જીએ દીકરી આદિરાનો જન્મદિવસ, રેખા-રવીના સિવાય પહોંચ્યા આ સ્ટાર્સ

રાની મુખર્જી આજકાલ આવનારી ફિલ્મ ‘મર્દાની ૨’ ને લઈને ઘણી ચર્ચામાં છે. છેલ્લી વખત તે ‘મર્દાની’ માં જોવા મળી હતી. ઘણા સમય પછી રાનીની કોઈ ફિલ્મ આવી રહી છે. ભલે લગ્ન પછી રાની મુખર્જી ક્યાંક ગુમ થઈ ગઈ હોય, પરંતુ એક સમય એવો હતો જયારે રાની મુખર્જી ઈન્ડસ્ટ્રીની રાણી ગણાતી હતી. તેનો જાદુ કોઈ રાણીની જેમ ચાલતો હતો. તેની સુંદરતા અને અભિનયના લોકો દીવાના હતા.

હાલમાં જ રાનીએ પોતાની દીકરી આદીરાનો જન્મ દિવસ ઉજવ્યો. ૯ ડિસેમ્બરે તેની દીકરી આદીરા ૪ વર્ષની થઈ ગઈ. તે સમયે રાની મુખર્જીએ એક ગ્રેંડ બર્થડે પાર્ટીનું આયોજન કર્યું. આ બર્થડે પાર્ટીમાં બોલીવુડના ઘણા જાણીતા સ્ટાર્સ પોત પોતાના બાળકો સાથે આવ્યા હતા. આજની આ પોસ્ટમાં અમે તમારા માટે બર્થડે પાર્ટીના થોડા એક્સક્લુસિવ ફોટા દેખાડવા જઈ રહ્યા છીએ. જણાવી દઈએ કે, હાલમાં જ રાની એક ફ્લોરલ સુટ પહેરવાથી ઘણી ટ્રોલ થઈ હતી.

હાલમાં જ બોલીવુડની ફેમસ ડિઝાઈનર સબ્યસાચીએ રાની મુખર્જીનો એક ફોટો શેયર કર્યો હતો, જેમાં તે એક ફ્લોરલ પ્રિન્ટેડ સલવાર સૂટમાં જોવા મળી હતી. આમ તો આ ફોટામાં રાની ઘણી સુંદર લાગી રહી હતી, પરંતુ આ ફોટો જોયા પછી લોકોને રણવીર સિંહની યાદ આવી ગઈ અને તે રાની અને સબ્યસાચીને ટ્રોલ કરવા લાગ્યા.

ખાસ કરીને રાનીએ જે પ્રિન્ટનું સલવાર સુટ પહેર્યું હતું એકદમ તેના જેવી પ્રિન્ટનો કુર્તો પહેરીને હાલમાં જ રણવીર સિંહ પોતાના લગ્નની એનીવર્સરી ઉપર દીપિકા સાથે અમૃતસરના સ્વર્ણ મંદિર દર્શન કરવા ગયા હતા. રણવીરે પણ રાની મુખર્જી જેવો જ ચૂડીદાર પજામો અને ફ્લોરલ પ્રિન્ટ વાળો કુર્તો અને જેકેટ પહેર્યા હતા. તેવામાં એકદમ સેમ ટુ સેમ ડ્રેસ હોવાને કારણે જ લોકો રાનીને અલગ અલગ રીતે ટ્રોલ કરવા લાગ્યા હતા.

રાનીએ પોતાના અભિનયની શરુઆત ફિલ્મ ‘રાજા કી આયેગી બારાત’ થી કરી હતી. આમ તો આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી પરંતુ રાનીએ પોતાના અભિનયથી દર્શકોના દિલ જરૂર જીતી લીધા હતા. ત્યાર પછી રાનીએ સુપરહિટ ફિલ્મોની લાઈન લગાવી દીધી. ત્યાર પછી તે ‘ગુલામ’, ‘હદ કર દી આપને’, ‘ચલતે ચલતે’, ‘તારા રમ પમ’. ‘બ્લેક’, ‘હિચકી’ જેવી ફિલ્મોમાં જોવા મળી.

જુવો બર્થડે પાર્ટીના થોડા ફોટા :

ગોર્જીયસ લુક સાથે પાર્ટીમાં રવિના ટંડન.

સદાબહાર હિરોઈન રેખા પણ રાનીના ઘરે તેની દીકરીને આશીર્વાદ આપવા પહોંચી.

કાજોલ પણ સ્ટાઈલીસ્ટ લુકમાં જોવા મળી.

તુષાર કપૂર પોતાના દીકરા લખ્ય સાથે પાર્ટીમાં સામેલ થવા આવ્યા.

વાણી કપૂર પણ ગ્લેમરસ અંદાઝમાં જોવા મળી.

પાર્ટીમાં શાહરૂખ ખાન પોતાના નાના દીકરા અબરામ સાથે આવ્યા.

ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન પણ આદીરાની બર્થડેમાં સામેલ થઈ.

રાની મુખર્જીના ખાસ કરણ જોહર પણ ઘણા કલાકારો સાથે જોવા મળ્યા.

હિરોઈન ઉર્વશી શર્મા પોતાની દીકરી સમાયરાને લઈને બર્થડે પાર્ટીમાં આવી.

મ્યુઝીક કંપોઝર અનુ મલિક પણ રાની મુખર્જીના ઘરે પાર્ટીમાં જોવા મળ્યા.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.