કહેવાય છે કે આત્મહત્યા કાયરતાની નિશાની હોય છે. આત્મહત્યા કાયર કરે છે. પરંતુ સેના અધિકારી જાણતા હતા કે રણજીતએ આત્મહત્યા કેમ કરી હતી. સેનાએ રણજીતને કીલ્ડ ઇન એક્શન ગણ્યું, જેણે ઘણા લોકોના જીવ લેવાને બદલે પોતાનો જીવ આપીને સેનાના શોર્યને જાળવી રાખ્યું. સેનાએ રણજીત સિંહને યોગ્ય સન્માન આપ્યું.
જે સમયે જયારે બુરહાન વાણીના મૃત્યુ પછી કાશ્મીરમાં સતત ૪ મહિનાથી વધુ પોસ્ટેટ ચાલ્યા. પરંતુ થોડા વર્ષો પહેલા પણ એક એવું પ્રોસ્ટેટ થયું હતું. ભારતીય સેનાના એક જવાન ઉપર એક છોકરીના રેપ અને એક નાગરિકની હત્યાનો આરોપ લાગ્યો હતો. રણજીત સિંહ એક સીખ નવ યુવાન હતા. પંજાબના એક નાના એવા ગામના વતની હતા. માત્ર ૧૭ વર્ષની ઉંમરમાં વર્ષ ૨૦૦૦ માં તે ભારતીય સેનામાં ભરતી થઇ ગયા હતા. તે એક સારા ખેલાડી હતા અને બાસ્કેટ બોલમાં સ્પેશ્યાલીસ્ટ હતા. બે વર્ષની સેવા પછી તે ગનર તરીકે ટેક ઉપર ચાલવા માટે પસંદ કરવામાં આવ્યા.
થોડા જ દિવસોમાં તેમની નિયુક્તિ રાષ્ટ્રીય રાયફલ્સમાં થઇ ગઈ. રાષ્ટ્રીય રાયફલ્સ સેનાનું એક વિશેષ અંગ છે, જે ૧૯૯૦ પછી કાશ્મીરમાં ઈંસ જેસી સામે સામનો કરવા માટે નક્કી થયું હતું. તેમાં ૫૦% ઇન્ફેટ્રીથી અને ૫૦% સેનાના બીજા અંગ માટે લેવામાં આવે છે. આમ તો રણજીત સિંહ ઇન્ફેટ્રી સાથે ન હતા તો કાશ્મીર મોકલતા પહેલા તેને ટ્રેનીંગ માટે કોપર્સ બેટલ સ્કુલ મોકલવામાં આવ્યા. તે સ્કુલમાં એક સમયમાં ૩ થી ૪ હજાર સુધી સિપાઈ ટ્રેનીંગ લે છે, અને આ ટ્રેનીંગ ચાર ભાગમાં થાય છે.
રણજીત સિંહ આ ટ્રેનીંગમાં બેસ્ટ સ્ટુડન્ટ જજ કરવામાં આવ્યા હતા. એક ઘણી જ રીગરસ અને ટફ ટ્રેનીંગ પછી રણજીત સિંહએ કાશ્મીરમાં પોતાની યુનિટીની કંપનીના ઓપરેટીંગ બેઝને જોઈન્ટ કર્યુ. તેને આશા હતી કે હવે તેને થોડી રાહત મળશે. પરંતુ અહિયાં શેડ્યુલ તે ટ્રેનીંગથી પણ વધુ કડક હતું. આ યુનિટમાં ૬૦-૭૦ જવાન નક્કી હોય છે, જેમાં એક તૃતીયાંશ એડમીનીસ્ટ્રેશન અને સિક્યોરીટીમાં, એક તૃતીયાંશ પેટ્રોલિંગ અને ઓપરેશનમાં અને બીજા એક તૃતીયાંશ રેસ્ટ અને ટ્રેનીંગમાં હોય છે.
કોઈ મોટા ઓપરેશન કે ઈમરજન્સી દરમિયાન તમામ સિપાહી ફિલ્ડમાં હોય છે, અને તે સમયે કોઈ રેસ્ટ વગરની ૨૪ થી ૭૨ કલાક સુધીની ડ્યુટી હોય છે. આશરે એક સિપાહીને માત્ર ૫ થી ૬ કલાક સુવાના મળે છે તે પણ ક્યારે ક્યારે.
એવા વાતાવરણમાં લગભગ ૬ મહિના સુધી રણજીત સિંહએ કામ કર્યુ અને નાના મોટા ઓપરેશનમાં ભાગ લીધો, જેમાં ૭ આતંકી મારી દેવામાં આવ્યા. એવા યુનિટનું એક વિશેષ કામ સ્થાનિક લોકોને મળીને ઈન્ટેલીજન્સ એકઠા કરવાના પણ હોય છે. રણજીત સિંહને પણ એ જવાબદારી સોંપવામાં આવી, કે તે લોકો સાથે સંપર્ક રાખીને માહિતી એકઠી કરે. સામાન્ય રીતે સૈનીક મેડીકલ ટીમ સાથે ગામ જાય છે. પોતાના સંપર્ક સુત્રો દ્વારા મળે છે અને સૂચનાઓ એકઠા કરે છે.
રણજીત સિંહએ પણ મેડીકલ ટીમ અને સદ્દભાવના પ્રોજેક્ટની ટીમો સાથે ગામે ગામ જવાનું શરુ કર્યુ અને લોકો સાથે સંપર્ક જાળવવાનું શરુ કર્યુ. રણજીત સિંહએ પોતાના ઘણા સોર્સ ડેવલપ કર્યા જેની માહિતીના આધારે સેનાએ ઘણા સફળ ઓપરેશન પુરા કર્યા.
અને એવામાં એક દિવસ રણજીત સિંહની મુલાકાત એક સોર્સની નાની બહેન સાથે થઇ. લવ એટ ફર્સ્ટ સાઈટ. બન્ને તરફથી. પહેલી મુલાકાત જેમ કે શરમાતા સંકોચાતા થઇ હતી. પરંતુ જલ્દી જ બન્ને મળવાના બહાના શોધવા લાગ્યા. એક આકર્ષક શીખ નવ યુવાન, એક સુંદર કાશ્મીરી છોકરી. જેમ કે આકાશ માંથી ઉતરી આવેલી જોડી હોય. પરીઓની વાર્તાઓ જેવી. એક તરફ સેનાનું ડીસીપ્લીન હતું. બીજી તરફ અલગ અલગ ધર્મ, સંસ્કૃતિ હતી. સમાજનો પહેરો હતો. અને પાર્શ્વમાં ચાલતું યુદ્ધ હતું.
પરંતુ દિલનો અવાજ કોણ તરછોડી શકે છે. બન્ને એક બીજાના ગાઢ પ્રેમમાં હતા. મુલાકાતો પબ્લિક વ્યુમાં જ શક્ય થતી હતી, અને ઘણી ઓછી જ થઇ શકતી હતી. છોકરી કોલેજ જતી હતી. એટલા માટે બન્નેનો એક બીજા સાથે પ્રેમ મોબાઈલના સથવારે ચાલી રહ્યો હતો. કલાકો ફોન ઉપર બન્ને વાતો કરતા. અને આ વાતો માટે રણજીતએ હંમેશા ૫ કલાકની ઊંઘ પણ ગુમાવવી પડતી હતી. પરંતુ પ્રેમમાં પાગલ બનેલા રણજીતને તેની ચિંતા ન હતી.
આ વખતે રણજીત જયારે રજાઓ ઉપરથી પાછો આવ્યો તો પોતાની પ્રેમિકા માટે વીંટી પણ લાવ્યો હતો. એક મેડીકલ કેમ્પમાં તેણે તે વીંટી પોતાની પ્રેમિકાને આપી. રણજીત સિંહનો બે વર્ષનો ટેન્યોર પૂરો થઇ રહ્યો હતો. પરંતુ રણજીતએ વાલંટીરીયલી પોતાનું ટેન્યોર ૬ મહિના બીજા વધારી લીધા. પરંતુ જલ્દી જ આ ૬ મહિના પણ પુરા થવા લાગ્યા. રણજીત સિંહનું બીજુ પોસ્ટીંગ આવી ગયું. તેને કાશ્મીર છોડીને જવું પડ્યું. તેણે પોતાની પ્રેમિકાને મળવા માટે બોલાવી.
એક દીવસ પછી જ તેને નવી પોસ્ટીંગ ઉપર જવાનું હતું. એટલા માટે યુનિટમાં આજે તેને કોઈ ડ્યુટી આપવામાં આવી ન હતી. જેથી તે પોતાનું પેકિંગ કરી શકે. તે કેમ્પ છોડીને બહાર જઈ શકતો ન હતો. રણજીતએ જોયું કે એક પેટ્રોલિંગ ટીમ પગપાળા નીકળી રહી હતી. તો કોઈ અધિકારીને જણાવ્યા વગર તે ટીમની પાછળ જોડાઈને કેમ્પ માંથી નીકળી ગયો. જયારે ગામ પાસે આવી ગયું તો તે પોતાની ટીમથી અલગ થઇ ગયો, અને એક ઉજ્જડ મકાન પાસે પહોચી ગયો. રણજીત સેનાના પોષાકમાં હતો, પોતાના તમામ હથીયારો સાથે. તે મકાનમાં તેને પોતાની પ્રેમિકાને બોલાવી હતી. રણજીત જાણતો હતો કે તે કેટલું મોટું રિસ્ક લઇ રહ્યો છે. પરંતુ પ્રેમ આગળ પછી કોણ વિચારે છે.
મળવાનું નક્કી જ હતું. રણજીતએ પોતાની પ્રેમિકાને વચન આપ્યું હતું કે તે જલ્દી જ પાછો આવશે અને લગ્ન કરીને તેને પોતાના ગામ લઇ જશે. બન્નેએ સાથે રહેવાના વચન આપ્યા અને પછી મળવાનું વચન આપીને તે ઘરેથી નીકળ્યા. પરંતુ જેવા જ તે ઘર માંથી બહાર આવ્યા. તેમણે જોયું એક લોકોનું ટોળું બહાર ઉભું હતું. ગુસ્સાથી ભરેલું ટોળું. લોકોએ રણજીતને ઘેરી લીધો અને ધક્કો મારવા લાગ્યા, મારવા માટે તૈયાર થઇ ગયા.
તે બુમો પડતા રહ્યા કે રણજીતએ આ છોકરી સાથે બળાત્કાર કર્યો છે. રણજીતએ એ ટોળાને સમજાવવાનો પ્રયાસ કર્યો. તે છોકરીએ પણ ટોળાને કહ્યું. પરંતુ ત્યાં સાંભળવા વાળું કોઈ ન હતું. ટોળું ગુસ્સાથી પાગલ થઇ રહ્યું હતું અને રણજીતનો જીવ લેવા ઉપર આવી ગયા હતા. રણજીતએ પોતાની ગન હાથમાં લઇને ચેતવણી આપી.
એ ચેતવણીને સાભળતા જ એક માણસએ હાથમાં કુવાડી લઇને તેની ઉપર હુમલો કર્યો. અને કોઈ રસ્તો ન જોતા રણજીતએ ફાયરીંગ કર્યુ. ગોળી સીધી તે વ્યક્તિને લાગી અને તે ત્યાં ઢળી ગયો. ટોળું એકદમ વિખેરાયું અને રણજીત ત્યાંથી નીકળી ગયો. પરંતુ મુશ્કેલીથી તે ૫૦ મીટર દુર જ જઈ શક્યો હતો કે સામેની દિશા માંથી આવેલા એક મોટા ટોળાએ ફરી તેને ઘેરી લીધો. રણજીત રોડ વચ્ચે સેંકડો લોકોના ટોળા વચ્ચે એકલો હતો.
ટોળું તેની ઉપર પથ્થર ફેંકી રહ્યું હતું. ટોળું રણજીતનો જીવ લેવા ઉપર આવી ગયું હતું. રણજીત માટે સંકટની ઘડી હતી. તેની પાસે ગન હતી. ગ્રેનેડ હતા. તે એ ટોળા ઉપર ગ્રેનેડ ફેંકીને નીકળી શકતો હતો. ફાયરીંગ કરી શકતો હતો. પરંતુ નક્કી હતું કે ઘણા લોકો મરી જાત.
તેની ઉપર એક જીવ લેવાનો ગુનો પહેલાથી જ નોંધાયો હતો. રણજીતએ ટોળા તરફ પોતાની નજર ફેરવી. તેને પોતાની પ્રેમિકા દેખાઈ. લોકોની પક્કડમાં તરફડી રહેલી. બન્નેની નજર મળી. છોકરીની આંખો આંસુથી ભરેલી હતી. રણજીતએ પોતાની ગન ઉઠાવી તેનું નાળચું પોતાના માથા ઉપર લગાવી દીધું. એક ગોળી ચાલી. આગની જેમ આ સમાચાર કાશ્મીરમાં ફેલાઈ રહી હતી કે એક સેનાના જવાન એ એક છોકરી સાથે રેપ કર્યો અને એક નાગરિકને મારી નાખ્યો. સેના માટે આ ઘણી અપમાન જનક વાત હતી. તરત પગલા ભરતા પોલીસએ કાર્યવાહી શરુ કરી.
રણજીતના મોબાઈલ માંથી તે છોકરીના કોલ ડીટેલ મળ્યા. પોલીસે તે છોકરીની પુછપરછ શરુ કરી. છોકરીએ આખી વાત સંભળાવી. સેના અને પોલીસએ તે ગામ જે શ્રીનગર સોનમર્ગ રસ્તા ઉપર હતું, અને કંગન નામથી ઓળખવામાં આવતું હતું, ત્યાં મોટા વડીલોની બેઠક બોલાવી. જ્યાં તે છોકરીએ સંપૂર્ણ સત્ય રજુ કર્યુ. અને ત્યાર પછી પ્રોટેસ્ટ અટક્યું. સરકારએ મરનાર વ્યક્તિના પરિવારને વળતર આપ્યું. તે છોકરીને સેનાએ સંરક્ષણમાં લઇ લીધી અને તેના અભ્યાસની સંપૂર્ણ જવાબદારી લઇ લીધી.
રણજીત જેણે આત્મહત્યા કરી લીધી હતી. કહે છે કે આત્મહત્યા કાયરતાની નિશાની હોય છે. આત્મહત્યા કાયર કરે છે. પરંતુ સેન્ય અધિકારી જાણતા હતા કે રણજીતએ પોતાનું બલીદાન કેમ આપ્યું હતું. સેનાએ રણજીતને ‘કીલ્ડ ઇન એક્શન’ માન્યા, જેણે ઘણા લોકોનો જીવ લેવાને બદલે પોતાનો જીવ આપીને સેનાના શોર્યને જાળવી રાખ્યું. સેનાએ રણજીત સિંહને યોગ્ય સન્માન આપ્યું. મેં જ્યારે આ વાર્તા સાંભળી અને એને વારંવાર વાંચી, ત્યારે દરેક વખતે મારી આંખો ભરાઈ આવી. હું સલામ કરું છું આ બહાદુરીને. રણજીત સિંહને. ભારતીય સેનાને. આવું અદ્દભુત પરાક્રમ એક ભારતીય સૈનિક જ કરી શકે છે. એક એવી પ્રેમ કહાની જે દફન થઇને રહી ગઈ.
હું આભાર વ્યક્ત કરું છું, લેફટીનેંટ જનરલ H.S. Panag જીનો જેમણે આ કહાની લખી. અને પનાગ સાહેબ ત્યાં હતા, જેમણે કોર્પ્સ બેટલ સ્કુલમાં રણજીત સિંહને બેસ્ટ સ્ટુડેંટનો એવોર્ડ આપ્યો હતો. અને આભાર કર્નલ અભિષેક વાજપેયીજીનો જેમની વોલ ઉપર મેં આ વાર્તા વાંચી. રણજીત સિંહનું નામ હંમેશા અમર રહેશે. ગર્વ છે અમને રણજીત ઉપર અને ગર્વ છે ભારતીય સેના ઉપર.