રાનુનું મેકઅપ જોઈને લોકોના ઉડ્યા હોશ, યુઝર્સ બોલ્યા : ફ્યુચરથી પણ બ્રાઇટ મેકઅપ

લતા મંગેશકરનું ગીત ‘એક પ્યાર કે નગમા હૈ’ એ રાનુ મંડલનું નશીબ રાતોરાત બદલી દીધું હતું. રાનુ મંડલ હાલના સમયની ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. રાનુનું નામ દરેક જગ્યાએ છવાઈ ગયું છે. પોતાની કલાના કારણે રાનુને ન ફક્ત ફિલ્મોમાં ગીત ગાવાની તક મળી, પરંતુ ઘણા સિંગિંગ શો માં પણ તેમને ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા.

રાનુ મંડલ પ્રખ્યાત થયા પછી ઘણી પબ્લિક ઈવેન્ટ્સ કરતા દેખાઈ હતી. થોડા સમય પહેલા એક ઇવેન્ટમાં રાનુ મંડલનો મેકઓવર લુક દેખાયો, જેને જોઈને લોકો ચકિત થઇ ગયા. આ ઇવેન્ટમાં રાનુ લહેંગો અને હૈવી દાગીના પહેરેલી દેખાઈ. રાનુના આ લૂકમાં સૌથી વધારે હાઈલાઈટ તેમનો મેકઅપ છે, કારણ કે તેમનો મેકઅપ તેમની નોર્મલ સ્કિન ટોનથી ખુબ લાઈટ છે.

સોશિયલ મીડિયા પર રાનુ મંડલના મેકઓવર વાળા ફોટા ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. લોકો રાનુ મંડલના આ ફોટાની ખુબ મજાક ઉડાવી રહ્યા છે, અને તેમના મેકઅપ આર્ટિસ્ટને ટ્રોલ કરી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે રાનુના મેકઅપનો મજાક ઉડાવતા લખ્યું :

પીક 1 : કપડાં ધોવાના પહેલા.

પીક 2 : કપડાં ધોવા પછી.

એક યુઝરે રાનુની મજાક ઉડાવતા લખ્યું : રાનુ મંડલ એક નનનો રોલ પ્લે કરવા માટે તૈયાર છે.

એક યુઝરે રમુજી શૈલીમાં લખ્યું : રાનુનું મેકઅપ મારા ફ્યુચરથી વધારે બ્રાઇટ છે.

એક યુઝરે લખ્યું : જયારે તમે તમારો મેકઅપ પોતાની જાતે કરવાનું વિચારો છો.

એક યુઝરે રાનુના મેકઅપનો મજાક ઉડાવતા લખ્યું : રાનુ પાવડર, મેળવો તરત ગોરો નિખાર.

એક સોશિયલ મીડિયા યુઝરે રાનુનો ફોટો શેયર કરતા લખ્યું : રાનુ મંડલના મેકઅપ આર્ટિસ્ટને 2020 નો ઓસ્કર એવોર્ડ મળે છે.

એક યુઝરે મજાક બનાવતા લખ્યું, ગોરા રંગનો જમાના, ક્યારેય નહિ થાય જૂનો.

એક યુઝરે રાનુ મંડલના મેકઅપ આર્ટિસ્ટને ટ્રોલ કરતા લખ્યું, હું મેકઅપ આર્ટિસ્ટને ઝીરો નંબર આપું છું. તમે કોઈનો કલર કેમ બદલાવ માંગો છો. કુદરત સૌથી મોટો મેકઅપ આર્ટિસ્ટ છે. તમે ફક્ત બરબાદ કરી શકો છો.

એક યુઝરે એવું લખ્યું કે, નો મેકઅપ, નેચરલ બ્યુટી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.