દુર્લભ ફોટા : ગૌરી સાથે લગ્ન કરવા માટે શાહરુખ ખાને બદલ્યો હતો પોતાનો ધર્મ, 5 વર્ષ સુધી બન્યો હતો હિંદુ

બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાનને કહેવામાં આવે છે. તેમને કિંગ ખાન કહેવા પાછળના એક નહિ પરંતુ ઘણા કારણો છે. શાહરૂખ એક એવું નામ છે જેનો પરિચય આપવાની જરૂર નથી. દુનિયા આખામાં લોકો તેને બોલીવુડના બાદશાહ કે કિંગ ખાનના નામથી ઓળખે છે. આટલા વર્ષોમાં તેમણે એ વાતને સાબિત પણ કરી છે, કે તે બોલીવુડના સાચા કિંગ છે અને તેનું સ્થાન કોઈ બીજા નથી લઇ શકતા.

શાહરૂખ ખાન એકમાત્ર એવા કલાકાર છે, જેમણે દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યુ છે. આપણે બધા તેને રોમાંસ, ડ્રામા, કોમેડી અને એક્શન કરતા જોઈ ચુક્યા છો. અને તે કોઈ પણ રોલને ઘણી કાળજી પૂર્વક નિભાવે છે. શાહરૂખ અભિનેતા હોવાની સાથે એક નિર્માતા પણ છે. તેમની ફેન ફોલોઈંગ ભારતની સાથે સાથે વિદેશોમાં પણ ઘણી છે. વિદેશોમાં પણ લાખોની સંખ્યામાં શાહરૂખના પ્રશંસકો રહેલા છે. શાહરૂખની સાથે તેમની લવ સ્ટોરી પણ ઘણી ફેમસ છે. ગૌરી સાથે લગ્ન કરવા માટે તેણે ઘણા પાપડ વણવા પડ્યા હતા.

સ્ટેશન ઉપર પસાર કરી હતી રાતો :

શાહરૂખની પ્રેમ વાર્તાથી કોણ માહિતગાર નથી. દરેક જાણે છે કે શાહરૂખ ગૌરીના દીવાના હતા, તે ગૌરી સાથે પ્રેમમાં એટલા બધા ડૂબેલા હતા કે તેમના ટૂંકા ડ્રેસ પહેરવા પણ તેને પસંદ ન હતું. શાહરૂખનું ગૌરી સાથે લગ્ન કરવું કોઈ જંગથી ઓછું ન હતું. ગૌરી એક હિંદુ પંજાબી પરિવારની દીકરી હતી અને શાહરૂખ મુસલમાન. ગૌરીના ઘરવાળા આ સંબંધથી જરાપણ રાજી ન હતા.

કહેવામાં આવે છે કે શાહરૂખ ગૌરીની પાછળ પાછલ મુંબઈ જતા રહ્યા હતા, અને રેલ્વે સ્ટેશન ઉપર રાતો પસાર કરી હતી. ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી બન્નેના લગ્ન થયા હતા. તમને જાણીને નવાઈ થશે કે ગૌરી સાથે લગ્ન કરવા માટે શાહરૂખે પોતાના ધર્મનું પરિવર્તન સુધી કરી લીધુ હતું.

પાંચ વર્ષ માટે બની ગયા હતા હિંદુ :

શાહરૂખ ખાન ગૌરી સાથે એટલો પ્રેમ કરતા હતા કે તે તેમના માટે પાંચ વર્ષ સુધી હિંદુ બની ગયા હતા. ખાસ કરીને ગૌરીના ઘરવાળાનું દિલ જીતવા માટે શાહરૂખ લગભગ પાંચ વર્ષ સુધી હિંદુ હોવાનું નાટક કરતો રહ્યો. ગૌરીની ફેમીલીને મળવા માટે તેમણે પોતાનું નામ સુધી બદલી લીધું હતું. પાછળથી જયારે ગૌરીની ફેમીલીને શાહરૂખ પસંદ આવવા લાગ્યો ત્યારે જઈને તેમણે પોતાની સાચી હકીકત જણાવી. હકીકત જાણ્યા પછી ઘરવાળા થોડા નારાજ જરૂર થયા હતા પરંતુ પાછળથી તે બન્નેના લગ્ન માટે માની ગયા.

આજે શાહરૂખ અને ગૌરી એક આનંદમય જીવન પસાર કરી રહ્યા છે. અને તેમને ૩ બાળકો છે જેના નામ આર્યન, સુહાના અને અબ્રામ છે. શાહરૂખ સારા પતિ હોવાની સાથે સાથે એક સારા પિતા પણ છે. તેમને જયારે પણ સમય મળે છે તો પોતાની ફેમીલી સાથે ટાઈમ પસાર કરવાનું પસંદ કરે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.