દુનિયાનો સૌથી દુર્લભ પર્પલ-પિંક ડાયમંડ, જેણે હરાજીનો તોડ્યો રેકોર્ડ, જાણો કેટલા કરોડમાં વેચાયો?

આ છે સૌથી દુર્લભ પર્પલ-પિંક ડાયમંડ, જાણો એવું તે શું ખાસ છે આ હીરામાં કે તેણે હરાજીના બધા રેકોર્ડ તોડી દીધા.

હોંગકોંગમાં ધ સકૂરા નામના એક દુર્લભ અને ઘણા જ આકર્ષક પર્પલ-પિંક હીરાની હરાજી થઇ. ક્રીસ્ટીઝ જ્વેલરી વિભાગ તરફથી આ હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ સકૂરાનું વજન 15.81 કેરેટ છે. જે પર્પલ-પિંક હીરામાં સૌથી વધુ છે. સીએનએનના અહેવાલ મુજબ, આ હીરો એટલા માટે ખાસ છે, કેમ કે તે અત્યાર સુધીનો સૌથી મોટો પર્પલ-પિંક હીરો છે.

વીંટીમાં ફીટ કરીને થઇ હરાજી :

ડેઇલી મેલ મુજબ ક્રીસ્ટીઝ જ્વેલરી વિભાગના વીકી સેકે જણાવ્યું કે, પર્પલ-પિંક હીરાની હરાજી ઈતિહાસનો સૌથી મહત્વપૂર્ણ અધ્યાય છે. ધ સકૂરાનું વજન 15.81 કેરેટ છે, જે પર્પલ પિંક હીરામાં સૌથી વધુ છે. તેમણે જણાવ્યું કે, 29.3 મીલીયન ડોલર એટલે લગભગ 281 કરોડ રૂપિયામાં જેની હરાજી થઇ તે ધ સકૂરા હીરો અત્યાર સુધીનો સૌથી મોંઘો પર્પલ-પિંક હીરો બની ગયો છે. આ હીરાને પ્લેટીનમ અને સોનાની વીંટીમાં ફીટ કરીને તેની હરાજી કરવામાં આવી. વીકી સેકે જણાવ્યું કે, હરાજી દરમિયાન આ હીરો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તે દરેકને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો હતો.

ધ સ્પિરીટ ઓફ રોઝનો તોડ્યો રેકોર્ડ :

એક અહેવાલ મુજબ આ પહેલા ગયા વર્ષે 196 કરોડ રૂપિયામાં 14.8 કેરેટનો પર્પલ-પિંક હીરા ધ સ્પિરીટ ઓફ રોઝની હરાજી થઇ હતી, ત્યાર પછી ધ સકૂરા હીરાનું વજન અને હરાજીની કિંમતે તેનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ક્રીસ્ટીઝ જ્વેલરી વિભાગ મુજબ ધ સકૂરાને એશિયાના એક ગ્રાહકે સૌથી મોંઘી બોલી લગાવીને ખરીદ્યો છે. ખરીદદાર વિષે વધુ જાણકારી આપવામાં આવી નથી. ક્રીસ્ટીઝ જ્વેલરી વિભાગના વીકી સેકે જણાવ્યું કે, ગુલાબી હીરામાં સામાન્ય રીતે ઘણા વધુ દાણા હોય છે, જેથી આ રત્ન ઘણો દુર્લભ બની જાય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.