ભારતના મહાન રસાયણ શાસ્ત્રી નાગાર્જુન વિષે જાણો કેટલીક ખાસ વાતો.

રસાયણ શાસ્ત્રી નાગાર્જુન સાથે જોડાયેલી આ વાતો તમે ક્યારેય જાણી નહિ હોય.

ભારતમાં ઘણા મહાન વૈજ્ઞાનિક થઈ ગયા જેવા કે, કણાદ ઋષિ, ભારદ્વાજ ઋષિ, બૌધાયન, ભાસ્કરાચાર્ય, વરાહમિહિર, પતંજલિ, ચરક, સુશ્રુત, પાણીની, મહર્ષિ અગસ્ત્ય વગેરે. તેમાંથી એક હતા મહાન વૈજ્ઞાનિક નાગાર્જુન. મહાન રસાયણ શાસ્ત્રી નાગાર્જુનનો જન્મ સંભવતઃ બીજી શતાબ્દીમાં મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશમાં થયો હતો.

નાગાર્જુને ‘સુશ્રુત સંહિતા’ ના પૂરકના રૂપમાં ‘ઉત્તર તંત્ર’ નામનું પુસ્તક પણ લખ્યું છે. નાગાર્જુને રસાયણ શાસ્ત્ર અને ધાતુ વિજ્ઞાન પર ઘણી શોધ કરી હતી. રસાયણ શાસ્ત્ર પર તેમણે પુસ્તકોની રચના કરી જેમાં ‘રસ રત્નાકર’ અને ‘રસેન્દ્ર મંગળ’ ખુબ પ્રસિદ્ધ છે.

રસાયણ શાસ્ત્રી અને ધાતુકર્મી હોવાની સાથે-સાથે તેમણે પોતાની ચિકિત્સકીય સમજથી અનેક અસાધ્ય રોગોની ઔષધિઓ પણ તૈયાર કરી હતી. ચિકિત્સા વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના પ્રસિદ્ધ પુસ્તકો ‘કક્ષપુટતંત્ર’, ‘આરોગ્ય મંજરી’, ‘યોગ સાર’ અને ‘યોગાષ્ટક’ છે.

નાગાર્જુન દ્વારા વિશેષ રૂપથી સોનુ અને પારા પર કરવામાં આવેલા તેમના પ્રયોગ અને શોધ ચર્ચામાં રહી છે. તેમણે પારા પર સંપૂર્ણ અભ્યાસ કરી સતત 12 વર્ષ સુધી સંશોધન કર્યું. નાગાર્જુન પારામાંથી સોનુ બનાવવાનો ફોર્મ્યુલા  જાણતા હતા. પોતાના એક પુસ્તકમાં તેમણે લખ્યું છે કે, પારાના કુલ 18 સંસ્કાર હોય છે.

પશ્ચિમી દેશોમાં નાગાર્જુન પછી જે પણ પ્રયોગ થયા તેનો મૂળભૂત આધાર નાગાર્જુનના સિદ્ધાંત અનુસાર જ રાખવામાં આવ્યો. નાગાર્જુનની જન્મ તિથિ અને જન્મસ્થાન વિષે અલગ અલગ મત છે. એક મત અનુસાર તેમનો જન્મ બીજી શતાબ્દીમાં થયો હતો, અને અન્ય મતાનુસાર નાગાર્જુનનો જન્મ સન 931 માં ગુજરાતના સોમનાથ નજીક દૈહન નામના કિલ્લામાં થયો હતો. બૌદ્ધકાળમાં પણ એક નાગાર્જુન હતા.