રાશિ અનુસાર જાણો કેવું રહેશે પ્રેમીઓ માટે વર્ષ 2021, મેળવો દરેક જાણકારી.

2021 માં આ રાશિઓને મળશે દરેક તરફથી ખુશીના સમાચાર, તો આ રાશિને મળશે દગો. પ્રેમ એક એવી અનુભૂતિ છે. જેને દરેક પોતાના જીવનમાં મેળવવા ઈચ્છે છે. પ્રેમ માત્ર માણસ માટે જ નથી દેવતાઓ માટે પણ ઘણો જરૂરી રહ્યો છે. પ્રેમ વગર સૃષ્ટીની કલ્પના પણ નથી કરી શકાતી. પ્રેમ વગર જીવન નીરસ છે. આજના સમયમાં પ્રેમ મેળવવો એટલો સરળ નથી રહ્યો. સાચો પ્રેમ તો માણસે ક્યારે પણ ગુમાવવો ન જોઈએ. પ્રેમ ઈશ્વરની આપવામાં આવેલી ઘણી કિંમતી ભેંટ છે. તે જાળવી રાખવો જોઈએ કેમ કે સાચો પ્રેમ ઘણા નસીબદારને મળે છે. તો આવો જાણીએ એસ્ટ્રોયોગી જ્યોતિષી પાસેથી વર્ષ 2021 પ્રેમીઓ માટે શું ભેંટ લઈને આવી રહ્યું છે.

વર્ષ 2021નો સમય પ્રેમીઓ માટે ઉતાર ચડાવ ભરેલો રહેશે. નવા વર્ષ 2021માં ગ્રહોની સ્થિતિ મુજબ જો વાત કરીએ તો શનિદેવ પોતાના ગૃહ મકર રાશીમાં સ્થિત રહેશે. રાહુ અને કેતુનું કોઈ પણ સ્થાન પરિવર્તનનો યોગ નથી ઉભો થઇ રહ્યો. રાહુ વૃષભ રાશીમાં અને કેતુ વૃશ્ચિક રાશીમાં રહેવાનો છે. અને 5 એપ્રિલ 2021ના રોજ બૃહસ્પતી નીચી રાશી માંથી મળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. 13 મહિના સુધી કુંભ રાશિમાં જ રહેશે. અને સૂર્ય દરેક મહીને સમય સમયે રાશી પરિવર્તન કરતા રહેશે. ગુરુ અને શુક્ર અસ્ત રહેશે.

16 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી બૃહસ્પતી અને 14 ફેબ્રુઆરીથી 19 એપ્રિલ સુધી શુક્ર અસ્ત રહેશે. તેનો અર્થ છે કે 13 ફેબ્રુઆરીના રોજ દેવ ગુરુ બૃહસ્પતી ઉદિત થશે અને 20 એપ્રિલના રોજ શુક્ર ગ્રહ ઉદિત થશે. જેને લઈને જાન્યુઆરી 15 પછીથી લઈને 19 એપ્રિલ સુધી પ્રેમીઓ માટે સમય ઉતાર ચડાવ વાળો રહેશે. જુન મહિનામાં જન્મેલા લોકો માટે પ્રેમના સારો સમય રહેશે.

જુલાઈ મહિનામાં જન્મેલા લોકો માટે ઉતાર ચડાવ વાળો અને ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં જન્મેલા લોકો માટે પ્રેમમાં મિશ્ર સમય રહેશે. નવેમ્બર અને ડીસેમ્બર વાળા માટે પ્રેમમાં સફળ થવાના યોગ ઉભા થઇ રહ્યા છે. જો આપણે રાશીઓ મુજબ 2021માં પ્રેમ જીવન કેવું રહેશે તેના વિષે જાણીએ તો સિંહ, તુલા, મકર અને કુંભ રાશી વાળા માટે પ્રેમમાં સારો સમય રહેશે જયારે વૃષભ, મિથુન, કન્યા માટે ઉતાર ચડાવ ભરેલો રહેશે. મેષ, વૃશ્ચિક, ધન અને મીન માટે પ્રેમનો સમય દુઃખદાયક રહેશે.

પ્રેમ રાશિફળ 2021 ને લઈને મેષ વાળા માટે મિશ્ર પરિણામ અને વિવાદિત સ્થિતિ રહેશે. વૃષભ રાશી માટે સામાન્ય અને તાલમેલનો અભાવ જોવા મળશે. મિથુન રાશી વાળા માટે વર્ષની શરુઆતનો સમય સારો રહેશે અને પાછળથી સંઘર્ષની સ્થિતિ ઉભી થઇ શકે છે. કર્ક રાશી વાળા માટે પ્રેમ જીવન સામાન્ય પસાર થશે. નાના મોટા મતભેદ થશે પરંતુ તે સુધરી જશે. સિંહ રાશી વાળા પ્રેમી વ્યક્તિઓ વચ્ચે ગેરસમજણ દુર થઈને પ્રેમ અને રોમાન્સ જાગી ઉઠશે. કન્યા રાશી માટે પ્રેમમાં ઉતાર ચડાવ ભરેલો રહેશે અને આંતરિક અવિશ્વાસને કારણે સંબંધમાં કડવાશ ઉભી થઇ શકે છે.

તુલા રાશી વાળાને પ્રેમમાં સારી સફળતા મળશે જેથી મન પ્રફુલ્લિત રહેશે. વૃશ્ચિક રાશી વાળાની લવ લાઈફ વર્ષ 2021 માં ઘણી વિવાદિત રહેશે. ધન રાશીના પ્રેમીઓને મધ્ય ખટપટ ઉભી થશે. મકર રાશી વાળા માટે પ્રેમમાં દરેક તરફથી સુખનો અનુભવ અને સફળતા મળશે. અને કુંભ રાશી વાળા લોકોને પ્રેમ સફળતા અને પ્રેમ લગ્નના યોગ ઉભા થશે. રાશીચક્રની અંતિમ રાશી મીન માટે સાથી દ્વારા દગો મળવાની સંભાવના ઉભી થઇ રહી છે. એટલા માટે સમજી વિચારીને કોઈ ઉપર વિશ્વાસ કરો. એકદંરે વર્ષ 2021 અમુક પ્રેમીઓ માટે ભેંટ લઇને આવશે. તો અમુક માટે ઉતાર ચડાવ વાળો રહીને પસાર થશે.

આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.