તમારી રાશિ ઉપરથી જાણો, 2020 માં કયો દિવસ તમારા માટે સૌથી વધુ લકી રહેશે?

જુના વર્ષને પાછળ છોડી લોકોએ સંપૂર્ણ જુસ્સા સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું છે. લોકોએ પ્રેમ, પૈસા અને કારકિર્દી સહીત જીવનના તમામ ક્ષેત્રમાં એક નવી આશા સાથે નવા વર્ષની શરુઆત કરી છે. ૨૦૨૦ દરેક રાશિ માટે કંઈકને કંઈક લઈને આવ્યું છે. આવો પંડિત અરુણેશ કુમાર શર્મા પાસેથી જાણીએ કે, આ વર્ષ કયો દિવસ કઈ રાશિ વાળા માટે લકી સાબિત થશે.

મેષ રાશિ :

તમારી રાશિથી પાંચમા ભાવના સ્વામી સૂર્ય, તો સાતમાં સ્થાનના સ્વામી શુક્ર છે. શુક્ર પ્રેમના કારક ગ્રહ માનવામાં આવે છે. ૨૦૨૦ માં મેષ રાશિમાં મંગળ અને શુક્રનું મળવું શુભ મળવું એક અદ્દભુત દિવસ સાબિત થશે, કેમ કે તે બંને ગ્રહ જીવનમાં પ્રેમ અને સકારાત્મકતા લાવે છે. આ રાશિ માટે તે લકી દિવસ ૧ ઓક્ટોમ્બર રહેશે. આ દિવસે તમારા જીવનમાં પ્રેમ, રોમાન્સ અને આનંદની શરુઆત થશે. પ્રેમ ઉપરાંત જીવનના ઘણા ક્ષેત્રમાં પણ આ દીવસથી નવી શરુઆત થશે. વર્ષ ૨૦૨૦ માં તમારા જીવનમાં ૧ ઓક્ટોમ્બરથી સારો દિવસ બીજો એક પણ નહિ હોય.

વૃષભ રાશિ :

જો તમે તમારા પ્રેમ અને કારકિર્દીમાં તમારા ભાગ્યનો સાથ મેળવવા માગો છો, તો તમારા માટે ૮ માર્ચ તે દિવસ હશે. ૮ માર્ચનો દિવસ તમારા માટે સૌથી લકી રહેશે. આ દિવસ વૃષભ રાશિમાં શુક્ર અને અરુણ (યુરેનસ) ગ્રહ મળશે. તેનો અર્થ છે કે, તમારા જીવનમાં નવા અનુભવ અને નવા પ્રવાસના યોગ ઉભા થશે. શુક્ર ગ્રહ ધન અને કારકિર્દી ઉપર પણ રાજ કરે છે. ૮ માર્ચના દિવસે તમને નવી આવકના રસ્તા મળી શકે છે. પૈસાની બાબતમાં ૮ માર્ચ પછીથી તમારા જીવનમાં ઘણા પ્રકારના સકારાત્મક ફેરફાર થશે જે આખુ વર્ષ ચાલતું રહેશે.

મિથુન રાશિ :

પ્રેમ અને કારકિર્દીની બાબતમાં મિથુન રાશિ માટે ૭ ઓગસ્ટનો દિવસ સૌથી વધુ લકી સાબિત થશે. આ દિવસે ચંદ્ર તમારા ભાગ્ય સ્થાનમાં રહેશે જે તમારા માટે પ્રગતિના યોગ ઉભા થશે. જો તમારા કોઈ પ્રોજેક્ટ અટકી પડ્યા છે, તો ૭ ઓગસ્ટના દિવસે તેની શરુઆત કરો, તમને સંપૂર્ણ સફળતા મળશે. તે દરમિયાન તમે જે પણ કામ કરશો તેની ઉપર તમને ગર્વ થશે. આ દિવસે તમે પોતાને લોકો સામે સારી રીતે રજુ કરી શકશો.

કર્ક રાશિ :

કર્ક રાશિવાળાને ૨૦૨૦ લકી દિવસ માટે ઘણી રાહ જોવરાવી શકે છે. તમારા માટે ૧૪ ડીસેમ્બરનો દિવસ ઘણો શુભ રહેશે. આ દિવસ તમારા સંબંધોને સૌથી સારા સમય તરફ આગળ વધારશે. આ દિવસ કાર્યક્ષેત્રમાં પણ તમને નવી તક મળી શકે છે. આ રાશિવાળાને ભલે વર્ષ આખું રાહ જોવી પડે પરંતુ આ રાહ જોવાનું ફળ તમને સારું મળશે. આ વર્ષ તમને જતા જતા ઘણું બધું આપશે. લાભ સ્થાનમાં રાહુના આવવાથી તમને કાર્યક્ષેત્રમાં, ધનની બાબતમાં, પ્રવાસમાં લાભ અને સફળતા મળવાની વધુ શક્યતા છે.

સિંહ રાશિ :

જો તમે પ્રેમની શોધમાં છો તો ૬ સપ્ટેમ્બર તમારા માટે ઘણું બધું લઈને આવવાનો છે. આ દિવસ તે હશે જેની તમે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. તમે જે પસંદ કરો છો, તે તમારા પ્રેમનો સ્વીકાર કરી શકે છે. સાતમાં ભાવમાં ચંદ્ર હોવાથી તમને આ દિવસે તમારા પાર્ટનરનો પુરતો સહકાર મળશે. તમારા સંબંધોને આગળ વધારવા માટે ૬ સપ્ટેમ્બર સૌથી સારો દિવસ છે. આ દિવસે તમે જે પણ કરશો તેની સકારાત્મક અસર પણ પડશે.

કન્યા રાશિ :

જો તમે સારી કારકિર્દીની શોધમાં છો તો ૨૫ ઓગસ્ટ તમારા માટે યાદગાર દિવસ રહેવાનો છે. રાશિ સ્વામી બુધ તમારી રાશિમાંથી ચોથા સ્થાનમાં ગુરુ, કેતુ, સૂર્ય અને શની સાથે મળીને સફળતાના યોગ ઉભા કરશે. આ દિવસે તમને નવી નોકરી કે હોદ્દામાં પ્રગતી મળી શકે છે. એટલા માટે તમે જે ઈચ્છો છો, વિના સંકોચ તેના વિષે વાત કરો. ૨૫ ઓગસ્ટનો દિવસ સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં રહેશે.

તુલા રાશિ :

આમ તો ફેબ્રુઆરીનો આખો મહિનો તુલા રાશિ માટે શુભ રહેશે પરંતુ તેમાં ૭ ફેબ્રુઆરીની તારીખ તમારા માટે સૌથી લકી રહેશે. પ્રેમ અને સંબંધની બાબતમાં તમને સફળતા મળશે અને વસ્તુ તમારા હિસાબે જ થશે. તમારી રાશિમાંથી ધન ભાવમાં મંગળનું હોવું તમારા માટે ધન પ્રાપ્તિના યોગ ઉભા કરી રહ્યું છે. જો તમે અપરણિત છો, તો તે દિવસ સાથીને તમારા મનની વાત કરી દેશે. આ પ્રેમને લઈને વેપાર અને પાર્ટનરશીપ સુધીમાં લોકો તમારાથી પ્રભાવિત રહેશે. સારું થશે કે આ દિવસ તમે તકનો લાભ ઉઠાવો.

વૃશ્ચિક રાશિ :

આ રાશિવાળા માટે સૌથી લકી દિવસ 3 ઓક્ટોમ્બર હશે. આ દિવસે તમે અત્યારથી નોંધ કરી લો કેમ કે ત્યાર પછી તમારા જીવનમાં ઘણા પ્રકારના ફેરફાર આવવાના છે. પ્રેમ, કારકિર્દી કે નવી તક, આ દિવસે તમને બધું જ મળશે. આ દિવસે ચંદ્ર ઉપર મંગલની દ્રષ્ટિ પડવાથી તમારી રાશિમાં ચંદ્ર મંગલ યોગ ઉભા થઇ રહ્યા છે. આ દિવસ તમે જે પણ કરશો તેનો ફાયદો તમને લાંબા સમય સુધી મળતો રહેશે. આ દિવસ તમારા મન અને મગજ વચ્ચે અદ્દભુત મેળ રહેશે.

ધનુ રાશિ :

ધનુ રાશિવાળાએ પોતાના સૌથી લકી દિવસની વર્ષ આખું રાહ જોવી પડશે, કેમ કે તેના માટે લકી દિવસ ૧૫ ડીસેમ્બર છે. આ વર્ષ જતા જતા તમને પ્રેમ અને સંબંધોમાં એક નવી શરુઆત આપી જશે. ધનના સ્થાનમાં શુક્ર હોવાથી તમારી આર્થિક સ્થિતિ વધુ સારી રહેશે. જો તમે પહેલાથી જ સંબંધોમાં છે, તો શુક્રને કારણે જ તમારા સંબંધો વધુ મજબુત બનશે. તમે આ દિવસે તમારા સંબંધોને વધુ આગળ વધારી શકો છો. આ દિવસે તમને નવા અનુભવ મળશે અને આત્મવિશ્વાસથી ભરેલા રહેશો.

મકર રાશિ :

નવા વર્ષમાં બૃહસ્પતી(ગુરુ) મકર રાશિ વાળા માટે ઘણું સારું ભાગ્ય અને ઉર્જા લઈને આવે છે. આમ તો ભાગ્યનો ગ્રહ બૃહસ્પતી આખું વર્ષ તમને સાથ આપશે પરંતુ ૨૦ ફેબ્રુઆરી અને ૨૮ માર્ચનો દિવસ તમારા માટે વિશેષ રહેવાનો છે. તમારી રાશિમાં શની, બૃહસ્પતી, પ્લુટો, મંગલ અને ચંદ્રમાં એક સાથે રહેશે. એવું થવાથી તમને ભાવનાત્મક સ્થિરતા અને પૂર્ણતાનો અનુભવ થશે, સાથે જ તમારું વલણ આધ્યાત્મિક તરફ પણ રહેશે. આ તમામ ગ્રહોના મળવાથી તમારામાં ઉર્જા અને ઉત્સાહ જળવાઈ રહેશે.

કુંભ રાશિ :

તમારા માટે લકી દિવસ છે ૩૧ માર્ચ. આ દિવસ તમારી રાશિમાં લાભના સ્થાન ઉપર જ પંચગ્રહી યોગ ઉભા થઇ રહ્યા છે. કોઈ વેપાર શરુ કરવા કે સોદો નક્કી કરવા માટે તેનાથી સારો દિવસ તમારા જીવનમાં ફરી નહિ આવે. આમ તો આ વર્ષ તમારી શનીની સાડાસાતી શરુ થઇ જશે, પરંતુ છતાં પણ આ દિવસ શનીની તમારા જીવન ઉપર સૌથી સકારાત્મક અસર પડશે. શનિની કૃપાથી આ દિવસ તમારા જીવનમાં ઘણા પ્રકારના ફેરફાર થવાની આશા છે.

મીન રાશિ :

તમારા માટે લકી દિવસ ૫ ડીસેમ્બર છે. પ્રેમ, કલ્પના અને રચનાત્મક માટે આ દિવસ ઘણો સારો રહેવાનો છે. તમારી રાશિમાંથી કર્મના સ્થાન ઉપર બુધ, ગુરુ, સૂર્ય, શની, કેતુ એક સાથે બિરાજમાન રહેશે. તેની અસરથી કારકિર્દીમાં તમને નવી તકો મળશે. આજનો દિવસ તમે પોતે ઉર્જાવાન અનુભવશો. જો તમે સિંગલ છો તો આજના દિવસે કોઈ વિશેષ વ્યક્તિ સાથે તમારા સંબંધો સારા થઇ શકે છે.