સૂર્યનો ધનુ રાશીમાં પ્રવેશ, શરુ થશે કમુરતાં, તમામ ૧૨ રાશીઓ માટે કેવી રહેશે સૂર્યની અસર

ધનુ રાશીના સૂર્યને કારણે જ વૃષભ રાશિના લોકોને મળી શકે છે ધન લાભ, કર્ક રાશીને જમીન માંથી મળી શકે છે લાભ, વૃશ્ચિક રાશીના લોકોએ સાવચેત રહેવું પડશે.

સોમવાર ૧૬ ડીસેમ્બરની રાત્રે ૧૨.૨૯ વાગ્યે સૂર્ય વૃશ્ચિક માંથી નીકળીને ધનુ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. ધનુ રાશિના સ્વામી બૃહસ્પતી છે, જે દેવતાઓના ગુરુ પણ છે. ઉજ્જેનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ ૧૫ જાન્યુઆરી સુધી સૂર્ય દેવ ગુરુ બૃહસ્પતીની સેવામાં રહેશે. તે કારણે એક મહિના સુધી તમામ પ્રકારના શુભ કાર્ય બંધ રહેશે.

આ સમયગાળાને જ ખરમાસ કહેવામાં આવે છે. ધનુ રાશીમાં સૂર્ય હોવાને કારણે જ નવી દુકાન અને વેપાર શરુઆત, લગ્નના કાર્ય ન કરવા જોઈએ. ૧૫ જાન્યુઆરીના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યને મકર રાશિમાં પ્રવેશ કર્યા પછી ફરીથી શુભ કાયોની શરુઆત થશે.

જાણો તમામ ૧૨ રાશીઓ ઉપર સૂર્યની કેવી અસર થવાની છે.

મેષ રાશી

સુખ શાંતિ મળશે. ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. કાર્યોમાં કોઈ નુકશાનીની સંભાવના નથી.

વૃષભ રાશી

ધનની આકસ્મિક પ્રાપ્તિ થઇ શકે છે. કાર્યોમાં લાભ મળશે. સંતાનથી લાભ અને સહયોગ મળશે.

મિથુન રાશી

શાસકીય કાર્યો માંથી લાભ મળશે. દુશ્મનોને પરાજીત કરી શકાશે. બેરોજગારને રોજગારની પ્રાપ્તિ થશે.

કર્ક રાશી

જમીન જાયદાદથી લાભ થશે. કોર્ટ સાથે સંબંધિત બાબતોને લઈને ચિંતા થઇ શકે છે. મોડેથી લાભ મળવાના યોગ છે.

સિંહ રાશી

સામાન્ય સમય રહેશે. મનોરંજન અને આનંદદાયક કાર્યોમાં સમય પસાર થશે.

કન્યા રાશી

પરાક્રમ શ્રેષ્ઠ રહેશે, તમામ કામ સારી રીતે કરી શકશો. દુશ્મનોને હરાવવામાં સફળ રહેશો અને લાભ થશે.

તુલા રાશી

આધુનિકતા તરફ રસ વધશે. સુખ સુવિધાની વસ્તુ ઉપર ખર્ચ થશે. સંયમપૂર્વક સમય પસાર કરવાની સલાહ છે.

વૃશ્ચિક રાશી

સાવચેતી રાખવાનો સમય છે. અતિ ઉત્સાહમાં કોઈ કાર્ય ન કરો, નહિ તો નુકશાન થઇ શકે છે. રોકાણથી દુર રહો.

ધનુ રાશી

બીનજરૂરી ચિંતા રહેશે. રાજપક્ષથી લાભ થશે, સરકારી કાર્યોમાં સફળતા મળી શકે છે.

મકર રાશી

કાર્યોમાં સુધારો થશે અને નવી યોજનાઓ ઉપર વિચાર થશે. મહેનતનું ફળ મળી શકે છે.

કુંભ રાશી

વાહન સુખ મળી શકે છે. ધન સંબંધી લેવડ દેવડમાં સાવચેતી રાખવાનો સમય છે. કાર્યોમાં સફળતા મળી શકે છે.

મીન રાશી

આશા મુજબ કાર્ય નહી થઇ શકે, અજ્ઞાત ભય અને ચિંતા જળવાયેલી રહેશે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.